આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ પોતાની પુત્રીનું નામ વિચારી ચૂકી છે, જે એક શો દરમિયાન કર્યો નામનો ખૂલશો

  • બોલિવૂડમાં પ્રેમ સંબંધો અંગેના સમાચાર આવતા જ રહે છે. બોલીવુડ કોરિડોરમાં જે દંપતીની ખૂબ ચર્ચા થઈ રહી છે તે આલિયા અને રણબીર છે. આ દિવસોમાં આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે રીતે લોકો તેમની ફિલ્મના ટ્રેલર અને ગીતોને પસંદ કરી રહ્યા છે એના પર થી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે . આ ફિલ્મમાં આલિયાની ભૂમિકા એક દબંગ યુવતીની છે, જ્યારે આલિયાની વિરુદ્ધ રણવીર સિંહ જોવા મળશે.
  • જેમ કે અમે તમને કહ્યું હતું કે આલિયા આ દિવસોમાં તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તે બધે ઇન્ટરવ્યૂ આપે છે. આ ઇન્ટરવ્યુમાં આ ફિલ્મ કરતાં પણ વધુ આલિયાને તેના અને રણબીરના સંબંધ અને લગ્ન વિશે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. જોકે આલિયા ભલે લગ્ન માટે તૈયાર ન પણ હોય, પરંતુ તેણે પોતાની પુત્રીનું નામ પહેલા જ વિચારી રાખ્યું છે.
  • આલીયા તાજેતરમાં જ ગલી બોય ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરમાં જોવા મળી હતી. જ્યાં એક સ્પર્ધકે તેને આલિયાનું નામ ખોટું બોલ્યો તેને આલિમા નામથી બોલાવી હતી. આ અંગે આલિયાએ કહ્યું- 'આલીમા ખૂબ સુંદર નામ છે. હું મારી પુત્રીનું નામ આલીમા રાખીશ.
  • આ સાથે જ આલિયાએ તેના લગ્ન અંગે કહ્યું, “મને લાગે છે કે અત્યારે વિરામની જરૂર છે. ગયા વર્ષે આપણે બે સુંદર લગ્ન જોયા. મને લાગે છે કે અત્યારે ચીલ કરવાનો સમય છે.મૂવીઝ જોઈ, કામ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને આગળનું આગળ જોયું જશે.
  • આલિયાની વાત પરથી સ્પષ્ટ થાય છે કે અત્યારે તેની અને રણબીરની લગ્નની કોઈ યોજના નથી. હાલમાં બંને તેમની કારકિર્દીની પિક પર છે. જ્યાં બંને તે તરફ ધ્યાન આપવા માગે છે. પરંતુ બંનેના લગ્નની ખાતરી છે. કારણ કે આલિયા ઘણીવાર રણબીરના પરિવાર સાથે સમય વિતાવતી જોવા મળે છે. આલિયાએ તેના પરિવાર સાથે જ નવું વર્ષ ઉજવ્યું હતું .
  • આલિયા અને રણવીરની ફિલ્મ ગલી બોયની વાત કરીએ તો આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે નિમિત્તે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ અંગે લોકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મમાં રણવીર રેપરની ભૂમિકા નિભાવી રહ્યો છે જ્યારે આલિયા તેની ગર્લફ્રેન્ડ છે. આલિયાની વાત કરીએ તો તે તખ્ત, બ્રહ્માસ્ત્ર અને કલંક જેવી ફિલ્મોમાં દેખાવાની છે.

Post a Comment

0 Comments