સુઝૈન ખાને સંભળાવી તેની સ્ટોરી, એટલો પ્રેમ કરવા છતાં પણ કેમ ઋતિકથી થઈ ગયા હતા અલગ વાંચો

  • ઋતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન આજે તેમનો 42 મો જન્મદિવસ ઉજવી રહી છે. 26 ઓક્ટોબર 1978 માં મુંબઇમાં જન્મેલી સુઝૈન ફિલ્મી બેકગ્રાઉન્ડ માંથી આવે છે. તેમના પિતા સંજય ખાન બોલિવૂડના એક એક્ટર હતા. સુઝૈનના કામ વિશે વાત કરીયે તો તે વ્યવસાયે એક ઇંટીરીયર અને ફેશન ડિઝાઇનર છે. જો કે તે તેમના કામ કરતા વધારે પોતાના અંગત જીવન વિશે ચર્ચામાં રહે છે.
  • ઋતિક રોશન અને સુઝૈન ખાનના છૂટાછેડા બોલીવુડમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યા છે. આ છૂટાછેડા કેમ થયા તે માટેના ઘણાં વિવિધ કારણો સામે આવ્યા હતા. હવે તેમાંથી વાસ્તવિક સત્ય શું હતું તે ફક્ત ઋતિક અને સુઝૈન જ કહી શકશે. નોંધપાત્ર વાત એ છે કે બંનેના લગ્ન વર્ષ 2000 માં થયા હતા અને ત્યારબાદ 2014 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. રસપ્રદ વાત તો એ છે કે છૂટાછેડા પછી પણ બંને મિત્રો તરીકે મળવાનું ચાલુ રાખ્યું છે.
  • ઋતિક સુઝૈનના છૂટાછેડા થયા પછી પણ ઘણી જગ્યાએ એક સાથે એન્જોય કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં ફેન્સ ચોક્કસપણે વિચારે છે કે તેમની વચ્ચે એવું શું થયું છે કે તેઓ અલગ થઈ ગયા. આ વાતનો ખુલાસો સુઝૈને એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લગ્ન પછી અમે બંને એવા મુકામ પર પહોંચ્યા હતા જ્યાં એક બીજા સાથે રહેવું મુશ્કેલ બની રહ્યું હતું. આવી સ્થિતિમાં અમે નક્કી કર્યું કે આપણે આ જુઠથી જીવીશું નહીં, આપણે એક બીજાથી અલગ થઈ જશું. જોકે અમારી દોસ્તી આજે પણ બનેલી જ છે.
  • સુઝૈનએ આગળ કહ્યું હતું કે અમારી બંને વચ્ચે ભલે ઘણા મતભેદો હોઈ પરંતુ અમે આની અસર પોતાના બાળકો પર નહીં થવા દઈએ. અમારો પ્રયાસ છે કે બંને બાળકોને ઉછેરવામાં અમારા છૂટાછેડા માર્ગમાં ન આવે. તેથી અમે હંમેશાં એકબીજાને સંપૂર્ણ માન આપીએ છીએ.
  • ચાલો તમને જણાવી દઈએ કે સુઝૈને અમેરિકાની બ્રૂક્સ કોલેજમાંથી ઇન્ટિરિયર ડિઝાઇનર્સનો અભ્યાસ કર્યો છે. તેમણે 1996 માં ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે ઘણી મોટી બ્રાન્ડ્સ અને ઇ-કૉમર્સ કંપનીઓ માટે કામ કર્યું છે. તે એક અભિનેત્રી નથી પરંતુ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સ કોઈ હિરોઈનથી ઓછા નથી. તેમને નાનપણથી જ ડિઝાઇનિંગ કરવામાં રસ હતો. આ જ કારણ છે કે તેમના પિતા એક્ટર હોવા છતાં તે એક્ટ્રેસ બની નથી.

Post a Comment

0 Comments