દશેરાના દિવસે નાળિયેરને લગતા આ ઉપાય તમારી આર્થિક તંગી કરશે દૂર, અનેક સમસ્યાઓનું થશે સમાધાન

  • હિન્દુ ધર્મમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ શુભ કાર્યોમાં થાય છે. એમાંની એક વસ્તુ નાળિયેર છે. જ્યારે કોઈ શુભ કાર્ય થાય છે, ત્યારે નાળિયેર ફોડવામાં આવે છે. નાળિયેરને "શ્રી ફળ" પણ કહેવામાં આવે છે. "શ્રી" નો મતલબ લક્ષ્મી. જો તમે કોઈ નવી વસ્તુ ખરીદો છો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરો છો તો સૌથી પેહલા નાળિયેર ફોડવું જરૂરી માનવામાં આવે છે. આ સિવાય જો તમે દશેરાના દિવસે નાળિયેરને લગતા કેટલાક ઉપાય કરો તો તે તમારા જીવનની પૈસાથી સંબંધિત સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.
  • જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દશેરાને અનિષ્ટ ઉપર સારાની જીત તરીકે માનવામાં આવે છે. જો તમે આ દિવસે નાળિયેરના કેટલાક સરળ ઉપાય કરો છો, તો તમને તમારા દેવામાંથી મુક્તિ મળશે અને આર્થિક સંકટ દૂર થશે. નાળિયેરને લગતા ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી ની કૃપા તમારા પર રેહશે.
  • દશેરા પર કરો નાળિયેર સંબંધિત આ ઉપાયો
  • દેવાથી મુક્તિ મેળવવા માટે
  • આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ કારણસર પૈસા ઉધાર લે છે પરંતુ ઉધાર લીધેલા પૈસાની ચુકવણી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે તમારા દેવામાથી છૂટકારો મેળવવો હોય તો દશેરાના દિવસે સવારે ઊઠીને સ્નાન કર્યા પછી તમારી લંબાઈની બરાબર કાળો દોરો લો, તે પછી તમે તેને નાળિયેરની ટોચ પર લપેટી લો આમ કર્યા પછી તમારે નાળિયેર મૂકીને પૂજા કરવી પડશે. પૂજા પૂર્ણ થયા પછી તમે નાળિયેર વહેતા પાણીમાં પ્રવાહીત કરો સાથે જ તમારે ભગવાનને દેવામાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરવી પડશે. આ ઉપાય કરવાથી તમે જલ્દીથી દેવાથી મુક્તિ મેળવી શકો છો.
  • આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા માટે
  • જો તમે આર્થિક મુશ્કેલીઓથી ઝૂમી રહ્યા છો તો દશેરાના દિવસે જટાવાળૂ નાળિયેર લો, આની સાથે તમે ગુલાબનું ફૂલ, કમળના ફૂલની માળા, સવા મીટર ગુલાબી અને સફેદ કપડા, દહીં, સફેદ રંગની મીઠાઇ બે જ્નોઇ લઈને કોઈપણ લક્ષ્મી મંદિરમાં માતા લક્ષ્મીને અર્પણ કરો, આ પછી, તમારે કપૂર અને દીપ પ્રગટાવીને ભગવાન લક્ષ્મીની આરતી કરવી પડશે અને શ્રી કનકધારા સ્ત્રોતનો જાપ કરવો પડશે. તમારે આ ઉપાય તમારા સાચા મન અને વિશ્વાસથી કરવો પડશે. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે.
  • કાર્યોમાં સફળતા મળેવવા માટે
  • જો તમે તમારા કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય, તો તે માટે દશેરાના દિવસે લાલ રંગના સુતરાઉ કાપડમાં એક નાળિયેર લપેટીને તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. નાળિયેર પ્રવાહિત કરતાં સમયે તમારે તમારી મનોકામનાને પુનરાવર્તિત કરવી પડશે. આ સરળ ઉપાયથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.
  • નાળિયેરને હનુમાન મંદિરમાં અર્પણ કરો
  • જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગતા હોય, તો આ માટે, ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરી નાળિયેર પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. અને હવે નાળિયેરને હનુમાન મંદિરમાં જઈને અર્પિત કરો, આ પછી તમારે હનુમાનજીને ગોળ, ચણાનો ભોગ અર્પણ કરવો પડશે અને ઋણ મોચક મંગલ સ્ત્રોતનો પાઠ કરવો પડશે, આથી નાણાકીય સંકટ દૂર થાય છે.

Post a Comment

0 Comments