નેહા કક્કડની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીના ફોટાએ મચાવી ધૂમ, આ સ્ટાઇલમાં દેખાયા જસ્ટ મૈરીડ કપલ

  • ઘણી અફવાઓ બાદ આખરે નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે લગ્ન કરી લીધાં. નેહા અને રોહનપ્રીત સિંહના લગ્ન સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં આવતી ઇવેંટ્સમાના એક હતા. લગ્નની બધી વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેને નેહા કક્કરના ચાહકોએ પસંદ કરી હતી.

  • નેહા કક્કરે પોતે જ તેના લગ્ન સમારોહની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. મહેંદીથી હલ્દી સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે નેહાની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.
  • તમને જણાવી દઈએ કે, લગ્ન બાદ આ કપલે મોડી રાત્રે ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આ દરમિયાન કપલ રેડ કલરની ચોલીમાં ખૂબ જ ક્યૂટ દેખાયા. સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં રિસેપ્શનની તસવીરોમાં નેહા કક્કડ એક સુંદર લાલ લહેંગામાં જોવા મળી હતી. તે આ લહેંગામાં કોઈ લાલ પરિથી ઓછી દેખાતી નહોતી. તે જ સમયે, રોહનપ્રીત પણ લાલ અને સિલ્વર રંગની મેચિંગ શેરવાનીમાં ખૂબ જ સુંદર દેખાતા હતા.
  • નેહાએ લહેંગા સાથે નાકમાં મોટી નથ પહેરી હતી. આ દરમિયાન કપલે ફરી એકવાર સ્ટેજ પર એકબીજાને વરમાળા પહેરાવી હતી. કપલે આ ઇવેન્ટનો સંપૂર્ણ આનંદ લીધો. નેહાએ પોતાના હીટ ગીતો પર પર્ફોમન્સ આપ્યું, જેમાં રોહનપ્રીતસિંહે પણ તેનો સાથ આપ્યો હતો. એમ કહેવું ખોટું નહીં થાય કે રોહનપ્રીત સિંહ અને નેહા કક્કડે તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પાર્ટીમાં જીવ લાવ્યા.
  • તાજેતરમાં 'નેહુ દા વ્યાહ' કપલનું તાજેતરનું ગીત રિલીઝ થયું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. પાર્ટીમાં કપલએ આ ગીત પર પણ પર્ફોમન્સ આપ્યું હતું. આ ગીત પર, બંને એકબીજા પર જોરદાર પ્રેમ જતાવ્યો. નેહા પતિ રોહનપ્રીત સિંહ અને તેના ભાઈ-બહેન સાથે સ્ટેજ પર પણ જોવા મળી હતી. બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ આ ભવ્ય રિસેપ્શનનો ભાગ બની હતી. ઉર્વશીએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી લોકોનું દિલ જીતી લીધું.
  • આ અગાઉ નેહાની વિદાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આ વીડિયો નેહાના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં નેહાનો ચહેરો દેખાઈ રહ્યો નથી, પરંતુ તે રોહનપ્રીત સાથે કારમાં બેસતી જોવા મળી રહી છે. વીડિયોમાં આસપાસના લોકો ભાવનાત્મક દેખાઈ રહ્યા છે, સાથે રોહનપ્રીત પણ ઈમોશનલ જોવા મળી રહ્યાં છે.

Post a Comment

0 Comments