શ્રીમદ્ ભાગવત ગીતા અનુસાર, માણસની આ ખરાબ ટેવ છીનવી લે છે તેનું ધન, સુખ અને શાંતિ

  • દરેક માણસ પોતાના જીવનમાં ધન, સુખ અને શાંતિ મેળવવા માંગે છે, જેના માટે તે જીવનમાં સખત મહેનત કરે છે, પરંતુ ઘણું બધું કરવા છતાં વ્યક્તિને ધન, સુખ અને શાંતિ નથી મળતી, શું તમે એ જાણો છો કે આટલી મહેનત કરવા છતાં આપણને જે જોઈએ છે તે કેમ મળતું નથી? હકીકતમાં, હજારો વર્ષો પહેલા, ભાગવત ગીતામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિને કેટલીક એવી ખરાબ ટેવો હોય છે જેના કારણે તે પોતાનું જીવન નરક બનાવી દે છે, તે આ ટેવને કારણે તેના જીવનમાં શાંતિ અને સુખને પણ સમાપ્ત કરી દે છે. રામાયણથી લઈને ગીતા અને મહાભારત સુધીની દરેક બાબતમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો મનુષ્યની અંદર ખરાબ ટેવો હોય તો તેને ક્યાંય પણ સુખ કે શાંતિ નથી મળતી, આ ખરાબ ટેવના કારણે વ્યક્તિને આર્થિક નુકસાનનો જ સામનો કરવો પડતો નથી પરંતુ તેનાથી તેમના પારિવારિક જીવન અને સુખ શાંતિનો નાશ થાય છે.
  • આજે અમે તમને આ લેખ દ્વારા કેટલીક આવી ખરાબ ટેવો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને સંપૂર્ણ રીતે ટાળવું જોઈએ, જો તમારા અંદર આ ખરાબ ટેવો છે, તો પછી તે આદતો જેટલી જલદીથી થઈ શકે દૂર કરવાનો પ્રયાસ કરો કારણ કે આ જ ટેવ તમને જીવનમાં દુ:ખ પહોંચાડે છે.
  • ગુસ્સો કરવો
  • જો કોઈ વ્યક્તિ વધારે ગુસ્સે થાય છે તો તેનું સુખચેન છીનવાઇ જાય છે, શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે, ત્યારે ક્રોધ પર કોઈનું વર્ચસ્વ હોવું જોઈએ નહીં મુશ્કેલીમાં જે લોકો પોતાના સંયમ અને ધૈર્ય ખોઈ બેસે છે અને ગુસ્સો કરે છે તેનો નાશ થાય છે, તેથી જ એવું માનવામાં આવે છે કે ક્રોધ માણસના વિવેકને નષ્ટ કરી દે છે જેના કારણે માણસને શું સારું અને શું ખરાબ છે? આ વિશે કોઈ અનુમાન નથી રહેતું અને ક્રોધમાં આવીને તે પોતાનું જ નુકસાન કરી બેસે છે ક્રોધને અસુરોનો ગુણ માનવામાં આવે છે, તેથી જ અસુરો હંમેશા દેવતાઓ દ્વારા પરાજિત થયા છે.
  • કામ વાસના
  • કામ વાસના જે વ્યક્તિની અંદર રહે છે તેની ધન અને સંપત્તિનો નાશ કરે છે, જે વ્યક્તિ કામ ભાવથી પીડાય છે તેમની સંપત્તિનો હંમેશા વિનાશ થાય છે, તેની સાથે જ તે વ્યક્તિના પરિવારની ખુશી અને શાંતિનો નાશ થાય છે કારણ કે ઇન્દ્ર દેવ પણ કામ ભાવને લીધે જ તેમની સત્તા ખોઈ ચૂક્યા હતા રાવણ અને દુર્યોધનના વિનાશનું કારણ પણ આ જ હતું.
  • કોઇથી જલન થવી કે ઈર્ષ્યા કરવી
  • આજકાલના જમાનામાં મોટાભાગના લોકોને જોવામાં આવે છે કે તેઓ કોઈના સુખ અને પ્રગતિને જોઈને ખુશ નથી થતાં, પરંતુ તેમના મનમાં ઇર્ષ્યાની લાગણી વિકસવા લાગે છે, મનુષ્યની આ જ આદત તેના વિનાશ તરફ દોરી જાય છે. ઇર્ષ્યાની લાગણી રાખનાર વ્યક્તિ બીજાને નહીં પરંતુ પોતાને જ નુકસાન પહોંચાડે છે.

Post a Comment

0 Comments