યુઝવેંદ્ર ચહલની મંગેતર ધનશ્રીનો નવરાત્રી સ્પેશલ ડાંસ થયો વાયરલ, જુવો વીડિયો

  • જ્યાં આઈપીએલમાં એક તરફ યુઝવેંદ્ર ચહલ તેની બોલિંગને લઇને હેડલાઇન્સ બનાવી રહ્યા છે. ત્યાંજ, તેની મંગેતર ધનશ્રી વર્મા સતત ડાન્સ વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે. ક્રિકેટર યુઝવેંદ્ર ચહલની થનારી દુલ્હનિયા વ્યવસાયે કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે. ધનશ્રી વર્માના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.
  • ધનશ્રીનું નામ યુઝવેંદ્ર ચહલ સાથે જોડાયું છે ત્યારથી જ તેની ફેન ફોલોઇંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે અગાઉ ધનશ્રી ઓછી લોકપ્રિય નહોતી, પરંતુ યુઝવેંદ્રની સાથે નામ જોડાયા પછી, મોટી સંખ્યામાં લોકોએ તેને ફોલો કરવાનું શરૂ કર્યું છે. લોકોને ધનશ્રીનો ડાંસ ખૂબ ગમે છે. આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થવા જઇ રહી છે, આવી સ્થિતિમાં ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એક બીજો ડાંસ વીડિયો શેર કર્યો છે.
  • આ વીડિયોમાં ધનશ્રી વૈશાલી સાગર સાથે જોરદાર ડાંસ કરી રહી છે. ધનશ્રીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ડાંસની ઝલક બતાવી છે. વીડિયોમાં ધનશ્રી જોરદાર ડાંસ પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. ધનશ્રીના ડાંસને ફેંસ ખૂબ પસંદ કરે છે અને તેના વીડિયો પર વખાણના પુલ બાંધે છે.
  • વિડીયો
  • વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે ધનશ્રી જબરદસ્ત અંદાજમાં ગરબા કરી રહી છે. પ્રથમ તે સફેદ રંગના લહેંગામાં ડાંસ કરે છે, તે પછી તે લાલ અને ભૂરા કોંબીનેશનના લહેંગામાં ઘમાલ મચાવે છે. નવરાત્રીને ધ્યાનમાં રાખીને ધનાશ્રીએ આ વીડિયો બનાવ્યો છે. વિડિઓમાં સૌ પ્રથમ, ધનાશ્રી 'મેંને પાયલ હૈ છનકાઇ' પર ડાંસ કરે છે અને ત્યારબાદ 'પરી હૂં મેં' પર તેની કિલર મુવ્સ બતાવે છે.
  • ડાંસ વીડિયોમાં ધનશ્રીના એક્સપ્રેશન પણ જોવા જેવા છે. ફેંસ તેના એક્સપ્રેશનથી દિવાના થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જોકે ધનશ્રી વ્યવસાયે એક ડોક્ટર પણ છે, પરંતુ તેના ડાંસને કારણે તે ઘણી બધી હેડલાઇન્સ મેળવે છે. તાજેતરમાં યુઝવેંદ્ર ચહલ અને ધનશ્રીની સગાઈ થઈ હતી, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

Post a Comment

0 Comments