આ પ્રસંગોએ ના કરો હનુમાનજીની પૂજા, આ સમય દરમ્યાન પૂજા કરવાથી મળે છે અશુભ ફળ

 • હનુમાનજીની પુજા કરવાથી દુખ દૂર થાય છે અને હનુમાનજી તેમના ભક્તોની રક્ષા દરેક સમયે કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી સાથે સંકળાયેલ છે અને આ દિવસે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજી કાલીયુગના અંત સુધી આ દુનિયાની રક્ષા કરવાના છે.
 • હનુમાનજીની પૂજા કરતા સમયે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ખોટી રીતે હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફલ નથી મળતું. તેથી હનુમાનજીની પુજા કરતા સમયે તમારે ઘણી સાવચેતી રાખવી જોઈએ અને નીચે જણાવેલ પ્રસંગે હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.
 • આ પ્રસંગોએ ના કરો હનુમાનજીની પૂજા, આ સમય દરમ્યાન પૂજા કરવાથી મળે છે અશુભ ફળ
 • ગંદા કપડામાં ન કરો પૂજા
 • હનુમાનજીની પૂજા કરતા સમયે હંમેશાં સાફ કપડાં પહેરો. શાસ્ત્રો અનુસાર, ગંદા કપડા પહેરીને હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફલ નથી મળતું. તેથી તમારે હનુમાનની પુજા કરતા સમયે સાફ કપડાં પહેરવા.
 • સ્નાન કર્યા વગર ન કરો પૂજા
 • દેવી - દેવતાઓની પુજા હંમેશાં સ્નાન કર્યા પછી જ કરવી જોઈએ. તેથી હનુમાનની પૂજા સ્નાન કર્યા પછી જ કરવી. સ્નાન કર્યા વિના હનુમાનજીની પૂજા કરવાથી પૂજાનું ફલ નથી મળતું. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે દેવતાઓની પૂજા કરતા પહેલા સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે.
 • મોં હોવું જોઈએ સાફ
 • હનુમાનજીની પૂજા કરતા પહેલા તમારા મોહ ને પાણીથી સાફ કરો અને ત્યારબાદ જ પૂજા શરૂ કરો. પૂજા કરતા પહેલા હંમેશાં પોતાના હાથ અને મોં સાફ કરવા જોઈએ અને પૂજા કરતા પહેલા કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. પૂજા પહેલાં કોગળા સારી રીતે કરવા.
 • સુતક કાળ દરમિયાન
 • સુતક કાલ દરમ્યાન હનુમાનજીની પુજા કરવી વર્જિત માનવામાં આવે છે. ખરેખર, જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ ઘરમાં થઈ જાય છે, ત્યારે સુતક કાળ લાગી જાય છે અને સુતક કાળમાં પૂજા કરવાનું ફળ શુભ નથી મળતું. તેથી, તમારે આ સમય દરમિયાન હનુમાનની પૂજા ન કરવી જોઈએ.
 • બાળક આવે ત્યારે
 • કુટુંબમાં જ્યારે બાળકનો જન્મ થાય છે, તે સમય દરમિયાન પણ પૂજા ન કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, બાળકના જન્મ પછી 10 દિવસ સુધી હનુમાનજી સહિત કોઈપણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી નથી અને આ 10 દિવસને સુઆ કહેવામાં આવે છે.
 • બપોરના સમયે
 • હનુમાનજીની પૂજા બપોર ના સમયે ના કરો. હનુમાનની પૂજા કરવા માટે સવાર અને સાંજ એ સમય શ્રેષ્ઠ છે. ગ્રંથો અનુસાર સાંજે 7 વાગ્યાંનો સમય હનુમાન પૂજા માટે સૌથી શુભ છે.
 • ગ્રહણ દરમિયાન
 • ગ્રહણ દરમિયાન પણ હનુમાનજી કે અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી જોઈએ. ચંદ્ર અને સૂર્યગ્રહણ દરમિયાન પૂજા કરવાથી પૂજાનું ફલ મળતું નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે ગ્રહણ દરમિયાન પૂજા કરવી વર્જિત છે અને આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિઓને ઠાકીને જ રાખવી જોઈએ.

Post a Comment

0 Comments