શિવજીની પૂજા કરતા સમયે ન કરો આ ભૂલ, નહીં તો પૂજાની થશે વિપરીત અસર

  • શિવ શબ્દનો અર્થ છે શૂન્ય, અને આખું બ્રહ્માંડ શૂન્યમાંથી આવ્યું છે. બધું શૂન્યમાંથી બહાર આવ્યું અને પછી પાછું શૂન્યમાં સમાય ગયું. આ જીવનનું સત્ય છે. જેને વૈજ્ઞાનિક પણ માને છે, અને તેને બિગ બેંગ થિયરી કહેવામાં આવે છે. ભારતમાં કૈલાસ પર્વત જ્યાં શિવનો વાસ છે. ત્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી કારણે કે ત્યાં જ અંત અને શરૂઆત છે. એવામાં શિવના ઘણા પ્રેમીઓ છે. વર્ષમાં શ્રાવણ મહિનામાં શિવની પૂજા કરવામાં આવે છે. એવામાં શું આપણે શિવને પ્રસન્ન કરીએ છીએ, શું આપણે ઘરે શિવલિંગ સ્થાપિત કરવાની સાચી રીત અપનાવીએ છીએ? આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવીશું કારણ કે ઘણી વાર લોકો અજ્ઞાનતાને કારણે ભૂલ કરી બેસે છે.
  • શાસ્ત્રોમાં શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. શિવલિંગ પૂજા વિના શિવ પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં શિવલિંગ પૂજા પર ભાર મૂક્યો છે. એવું કહેવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેનાથી અનિષ્ટ થવાથી બચી શકાય છે.
  • શિવલિંગને ક્યારેય એવી જગ્યાએ સ્થાપિત ન કરવું જોઈએ કે જ્યાં તમે તેની પૂજા ન કરી શકો. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે સંપૂર્ણ નિયમથી શિવલિંગની પૂજા પૂરી વિધિ-વિધાનથી કરી શકતા નથી, તો ભૂલથી પણ શિવલિંગને ઘરે ન રાખશો.
  • શિવ પુરાણમાં જલંધર નામના રાક્ષસને એક વરદાન હતું કે તેને યુદ્ધમાં કોઈ હરાવી નહીં શકે. કારણ કે તેમની પત્ની વૃંદા પતિવ્ર્તા હતી. તે રાક્ષસના અત્યાચારથી વિશ્વને મુક્ત કરવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદાના પતિવ્ર્તા બનવાના તેમના સંકલ્પને ભંગ કરી દીધો અને મહાદેવે જલંધરનો વધ કર્યો. આ પછી વૃંદા તુલસીમાં પરિવર્તિત થઈ ગયી અને તેણે તેના પાંદડાઓને મહાદેવની પૂજામાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. આ જ કારણ છે કે શિવલિંગની પૂજા માટે ક્યારેય તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવતો નથી.
  • ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતા સમયે શંખનો ઉપયોગ જરુર કરવો જોઇએ, પરંતુ ક્યારેય શંખથી શંવલિંગને અભિષેક ન કરવો જોઈએ. ખરેખર આની પાછળ એક કથા છે, ભગવાન શંકરે શંખચૂન નામના રાક્ષસનો વધ કર્યો, તેથી શિવની પૂજા કરતી વખતે શંખનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • હળદરનો ઉપયોગ સ્ત્રીઓ તેમની સુંદરતા વધારવા માટે કરે છે અને શિવલિંગ મહાદેવ શિવનું પ્રતીક છે. તેથી જ હળદરનો ઉપયોગ શિવલિંગની પૂજા કરતી વખતે ન કરવો જોઇએ.
  • કુમકુમનો ઉપયોગ ન કરવો જોઇએ, હિન્દુ માન્યતાઓ અનુસાર, કુમકુમનો ઉપયોગ એક હિંદુ સ્ત્રી તેના પતિના લાંબા જીવન માટે કરે છે જ્યારે ભગવાન શિવ વિનાશકની ભૂમિકા ભજવે છે. સંહારકર્તા શિવની પૂજામાં ક્યારેય કુમકુમનો ઉપયોગ ન કરવો જોઇએ.
  • શિવલિંગનું સ્થાન બદલતી વખતે ઘણી ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. શિવલિંગનું સ્થાન બદલતી વખતે, તેમના પગને સ્પર્શ કરો અને એક વાસણમાં ગંગાજળનું પાણી ભરો અને તેમાં શિવલિંગ રાખો. અને પછી તેમનું સ્થાન બદલો.
  • શિવલિંગ ઉપર હંમેશાં તાજા ગાયનું દૂધ અર્પણ કરવું જોઈએ, ક્યારેય પેકેટનું દૂધ ન ચઢાવવું, કારણ કે શિવલિંગની પૂજા કરતી વખતે દૂધ હંમેશાં ઠંડુ અને સાફ હોવું જોઈએ. જ્યારે પ્લાસ્ટિકની કોથળીનું દૂધ શુદ્ધ માનવામાં આવતું નથી.
  • શિવલિંગને જલધારા નીચે રાખવથી શિવ પ્રશન્ન થાય છે. જો તમે શિવલિંગને ઘરે રાખ્યું છે, તો પછી ધ્યાન રાખો કે જલધારા હંમેશાં શિવલિંગની ઉપર રહે, નહીં તો તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે.

Post a Comment

0 Comments