આ સ્ટાર્સે મીડિયાની નજરથી છુપાવ્યા હતા તેમના લગ્નને, એક એ તો બે વર્ષ સુધી છુપાવ્યા

  • બોલિવૂડ સ્ટાર બનવું એટલું સરળ નથી. તમારા અંગત જીવનમાં કોઈ પ્રાઈવસી નથી રહેતી. મીડિયાવાળા હંમેશાં તમારી પાછળ પડ્યા રહે છે. તમે તમારા પરિવાર સાથે ક્યાંય પણ બે ક્ષણો વિતાવવા અસમર્થ છો. ટૂંકમાં, તમે હંમેશા લાઈમ લાઈટમાં રહો છો. આવી સ્થિતિમાં, જો તમારે કઈ સિક્રેટ રાખવું હોય, તો તે ખૂબ મુશ્કેલ બને છે. જોકે, કેટલાક એવા સ્ટાર્સ પણ હતા જેમણે તેમના લગ્નનું રહસ્ય મીડિયાથી છુપાવ્યું હતું. લોકોને તેમના લગ્ન વિશે ઘણા સમય પછી ખબર પડી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આ પ્રકારની હસ્તીઓ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેમણે તેમના લગ્નજીવનને લાંબા સમય સુધી વિશ્વની નજરમાં આવવા ન દીધું. તમે સમજી શકો છો કે જ્યારે પણ કોઈ ફિલ્મ સ્ટાર્સના લગ્ન થાય છે, ત્યારે મીડિયાવાળા તેમના પર તૂટી પડે છે, પરંતુ આ સ્ટાર્સે મીડિયાને તેમના લગ્ન વિશે ખબર જ નહોતી પાડવા દીધી.
  • મેઘના નાયડુ અને લુઇસ મિગુલ
  • 90 ના દાયકામાં 'કાલિયો કા ચમન' ગીત ખૂબ જ લોકપ્રિય થયું. આમાં લોકોને મેઘના નાયડુ હોટ ડાન્સથી મોહિત કરતી જોવા મળી હતી. આ ગીત પછી મેઘના એકદમ પ્રખ્યાત થઈ. મેઘનાએ પોર્ટુગીઝ ટેનિસ ખેલાડી લુઇસ સાથે ખૂબ ગુપ્ત રીતે લગ્ન કર્યા. આશ્ચર્યજનક વાત એ હતી કે 2 વર્ષ તેમના લગ્નના સમાચાર મીડિયામાં આવ્યા નહી. આ પછી જ્યારે તેના લગ્નની કેટલીક તસવીરો લીક થઈ ત્યારે લોકોને ખબર પડી કે તેઓએ લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે મેઘના અને લુઇસ 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી, બંને 25 ડિસેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યા.
  • જ્હોન અબ્રાહમ અને પ્રિયા રુચાલ
  • જ્હોન અબ્રાહમ અને બિપાસા બાસુના લવ અફેરની ચર્ચા ઘણી થઈ હતી. જોકે, આ બંનેના સંબંધ લગ્ન સુધી પહોંચ્યા ન હતા. આ પછી જ્હોને બેંક મેનેજર પ્રિયા રૂચલ સાથે લગ્ન કર્યા. રસપ્રદ વાત એ છે કે જ્યારે આ બંનેના લગ્ન થયા હતા, ત્યારે કોઈને કાનો કાન જાણ નહોતી. તે લાંબા સમય પછી બહાર આવ્યું હતું. આમ તો, આજે પણ જ્હોન તેની પત્ની પ્રિયાને મીડિયાની લાઈમ લાઇટથી દૂર રાખે છે.
  • સાજિદ નડિયાદવાલા અને દિવ્યા ભારતી
  • દિવ્યા ભારતીએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જોકે, ખૂબ જ નાની ઉંમરે તેણે દુનિયાને અલવિદા પણ કહી દીધી હતી. ઘણા લોકો તેની સુંદરતા માટે દિવાના હતા. દિવ્યા ભારતીએ ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા. આ લગ્ન ખૂબ ગુપ્ત રીતે કરવામાં આવ્યા હતા. તેના નજીકના મિત્રો અને સબંધીઓ સિવાય કોઈને તેના વિશે ખબર નહોતી.
  • જુહી ચાવલા અને જય મહેતા
  • 90 ના દાયકામાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર જુહી ચાવલા પણ આ યાદીમાં સામેલ છે. જુહીએ બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા છે. આ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લાંબા સમય સુધી જુહી તેને ફક્ત તેમના મિત્ર જ જણાવતી હતી. જોકે, પાછળથી ખબર પડી કે બંનેના લગ્ન પણ થઇ ગયા છે.

Post a Comment

0 Comments