બ્રહ્મચારીનું વ્રત તોડીને, હનુમાનજીએ કર્યા હતા સૂર્ય પુત્રિ સાથે લગ્ન , ગૃહસ્થ રૂપમાં સ્થાપિત છે અહીં

  • સંકટ મોચન હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે. પરંતુ આંધ્રપ્રદેશમાં હનુમાનજીનું એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા તેમની પત્ની સાથે કરવામાં આવે છે. હા, આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત હનુમાનજીના એક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સાથે તેમની પત્નીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીએ લગ્ન કર્યા હતા અને તેમણે સૂર્ય પુત્રી સુર્વચલા સાથે સાત ફેરા લીધા હતા.
  • આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં બનેલું હનુમાનજીનું આ મંદિર એક અનોખું મંદિર છે, કારણ કે આ મંદિરમાં હનુમાનજી તેમના બ્રહ્મચારી સ્વરૂપે નહીં પરંતુ ગૃહસ્થ સ્વરૂપમાં સ્થાપિત છે. હનુમાનના લગ્નનો ઉલ્લેખ પરાશર સહિતામાં મળે છે. આ સહિતા મુજબ હનુમાનજીના લગ્ન થયાં. જો કે લગ્ન પછી પણ તેમણે તેમની બ્રહ્મચારીનું પાલન કર્યું. પરાશર સહિતામાં હનુમાનના લગ્ન સાથે સંકળાયેલી કથા અનુસાર હનુમાનજી સૂર્યદેવને પોતાના ગુરુ માનતા હતા અને તેમને સૂર્યદેવ દ્વારા શીખવવામાં આવ્યું હતું. સૂર્ય દેવ તેમના રથ પર આખો સમય સવારી કરતા તેથી હનુમાનજી આખો દિવસ તેમની સાથે ફરતા રહેતા. સૂર્યદેવે 9 પ્રકારની વિદ્યામાંથી હનુમાનજીને પાંચ વિદ્યા પૂરી રીતે શીખવી હતી. પરંતુ બાકીની ચાર વિદ્યા ફક્ત સૂર્ય દેવ એક પરિણીત વ્યક્તિને જ આપી શકે છે. આ દ્વિધામાં ફસાયેલા સૂર્યદેવે એક સમાધાન શોધી કાઢયું અને હનુમાનજીને લગ્ન કરવાની સલાહ આપી. જેથી હનુમાનજી તેમની પાસેથી બાકીની ચાર વિદ્યાઓનું જ્ઞાન પણ લઈ શકે. સંપૂર્ણ શિક્ષણ લેવા માટે હનુમાન જીએ સૂર્ય દેવની વાત માંની લીધી.
  • સૂર્યદેવે હનુમાન જીના આ બાળ બ્રહ્મચારીની પ્રણ ન તૂટે એ માટે સૂર્યદેવે હનુમાનજીના લગ્ન તેમની પુત્રી સુવર્ચલા સાથે કર્યાં. લગ્ન પછી સુવર્ચલા તેમના તપમાં વ્યસ્ત થઈ ગઈ અને હનુમાનજીએ બાકીની વિદ્યા સૂર્યદેવ પાસેથી મેળવી લીધી. આ રીતે લગ્ન કર્યા પછી પણ હનુમાનજી બ્રહ્મચારી રહ્યા.
  • પરાશર સહિતામાં આ કથા લખતા કહેવામાં આવે છે કે હનુમાનજી ના લગ્ન સમયે સૂર્યદેવે કહ્યું હતું કે આ લગ્ન બ્રહ્માંડના કલ્યાણ માટે કરવામાં આવ્યા છે અને આ લગ્નને કારણે હનુમાનજી ના બ્રહ્મચારી જીવન પર કોઈ અસર નહીં થાય.
  • આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં બનેલા હનુમાન મંદિરમાં હનુમાનજીની પત્નીની સાથે પૂજા કરવામાં આવે છે અને દૂર-દૂરથી લોકો આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિરમાં માંગવામાં આવતી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. હનુમાનજીનું આ મંદિર ખૂબ જ વિશેષ અને અનોખુ મંદિર છે. કારણ કે ભારતમાં આ એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન હનુમાનના ગૃહસ્થ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં મંગળવારના દિવસે અને હનુમાન જયંતીના દિવસે ખૂબ ભીડ રહે છે. અહીં લોકો આવે છે અને હનુમાનજીની સામે તેલના દીવા પ્રગટાવે છે.

Post a Comment

0 Comments