બોલીવુડમાં આ 5 ગાયિકાઓ ને મળ્યા છે હીરો જેવા પતિ શ્રેયા ધોષાલ નો પતિ છે સૌથી હેન્ડસમ

 • સ્ત્રી ગાયકોની વાત કરીએ તો બોલિવૂડમાં આવા ઘણાં ગાયકો છે જે ફક્ત તેમના અવાજ માટે જ નહીં પરંતુ તેમની સુંદરતા માટે પણ જાણીતા છે. એ સમય ગયો કે જેમાં સિંગર પડદાની પાછળ રહી જતા હવે યુગ બદલાઈ ગયો છે. આજના ગાયકો તેમના અવાજ ની સાથે-સાથે તેમના લુક પર ખાસ ધ્યાન આપે છે. આજની આ પોસ્ટમાં, અમે તમને 5 પ્રખ્યાત બોલિવૂડ સુંદર ગાયકોના હેન્ડસમ પતિઓ નો પરિચય આપવા જઈ રહ્યા છીએ.
 • શ્વેતા પંડિત
 • બોલિવૂડ ગાયિકા શ્વેતા પંડિત એ ભારતીય શાસ્ત્રીય ગાયક અને પદ્મ વિભૂષણ થી સન્માનિત પંડિત જસરાજની ભત્રીજી છે. શ્વેતાએ બોલિવૂડના ઘણાં હિટ ગીતો માં પોતાનો અવાજ આપ્યો છે. સુંદર અવાજની મલ્લિકા શ્વેતા પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે. શ્વેતાએ ઇટાલિયન છોકરા લાવાનો ફુચી સાથે લગ્ન કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે.
 • હર્ષદીપ કૌર
 • હર્ષદીપ કૌર બોલિવૂડની જાણીતી ગાયિકા છે અને તેણે ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. હર્ષદીપે 16 વર્ષની વયે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2 રિયાલિટી શોના વિજેતા બન્યા બાદ હર્ષદીપ આજે આ તબક્કે પહોંચ્ચી છે. હર્ષદીપ ઘણા રિયાલિટી શોમા જજ પણ રહી ચુક્કી છે. હર્ષદીપ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને વર્ષ 2015 માં તેણે મનકીત સિંહ સાથે લગ્ન કર્યા.
 • સુનિધિ ચૌહાણ
 • સુનિધિ ચૌહાણ બોલિવૂડની લોકપ્રિય ગાયિકા પણ છે. સુનિધિએ ફક્ત 4 વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. તેણે તેમની ગાયકી કારકિર્દીની શરૂઆત 12 વર્ષની ઉંમરે ફિલ્મ 'શાસ્ત્ર' થી કરી હતી. 18 વર્ષની ઉંમરે સુનિધિના પેહેલા લગ્ન થયા જે સફળ નહોતા થયા ત્યારબાદ તેણે બીજા લગ્ન લગ્ન 2012 માં હિતેશ સોનિક સાથે કર્યા
 • નીતિ મોહન
 • નીતિ મોહન આજે બોલિવૂડની જાણીતી ગાયિકા છે. તે આજ સુધી ઘણી ફિલ્મોમાં ગાય છે. ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ના 'ઇશ્ક વાલા લવ' ગીતથી તેમણે લોકપ્રિયતા મેળવી. ત્યાર બાદ તેને ઘણા હિટ ગીતો આપ્યા. નીતી દેખાવમાં બોલિવૂડની કોઈ પણ ટોપની અભિનેત્રીથી ઓછી નથી અને તાજેતરમાં જ તેણે નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા.
 • શ્રેયા ઘોષાલ
 • શ્રેયા ઘોષલનું નામ આજે બોલીવુડના સૌથી જાણીતા ગાયકોમાં શામેલ છે. શ્રેયાએ ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. ટીવી શો 'સારાગામાપા' થી કારકિર્દીની શરૂઆત કરનાર શ્રેયા દેખાવમાં ખૂબ જ સુંદર છે. શ્રેયાએ અત્યાર સુધી 5 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. શ્રેયાએ હિન્દી ઉપરાંત કન્નડ, મરાઠી, તમિલ તેલુગુ અને બંગાળીમાં પણ ગીતો ગાયા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2015 માં શ્રેયાએ શીલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.

Post a Comment

0 Comments