માં લક્ષ્મીના સ્વાગત માટે દિવાળી પહેલા કાઢી નાખો ઘરેથી આ 9 વસ્તુઓ વાંચો

 • દિવાળી એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ ઉત્સવ કાર્તિક મહિનાના આમવસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 14 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. દિવાળીની તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ઘર સફાઈ, રંગાઈ-પુતાઈ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દિવાળીમાં માતા લક્ષ્મી ઘરે આવે છે. આવી સ્થિતિમાં કેટલાક કાર્યો તેમના સ્વાગત માટે જરૂરી છે. આ કાર્યો નીચે મુજબ છે.
 • તૂટેલો અરીસો
 • વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલો અરીસો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને પરિવારના સભ્યોને માનસિક તાણનો સામનો કરવો પડે છે.
 • તૂટેલું ફર્નિચર
 • વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલા ફર્નિચરને રાખવું અશુભ માનવામાં આવે છે. ઘરનું ફર્નિચર સંપૂર્ણ સ્થિતિમાં હોવું જોઈએ. વાસ્તુ મુજબ ફર્નિચર ટુટા ફૂટા હોય તો ખરાબ અસર કરે છે.
 • ખંડિત મુતિઓ
 • ક્યારેય ભૂલીને પણ કોઈ ખંડિત મૂર્તિ અથવા દેવતાની તસવીરની પૂજા કરવી નહીં. દુર્ભાગ્યને દૂર કરવા માટે દિવાળી પહેલાં આવા ફોટા અને મૂર્તિઓને કોઈ પવિત્ર સ્થળે લઇ જઇને દબાવી દેવી.
 • તૂટેલા વાસણો
 • તૂટેલા વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો. આ દિવાળી તમારે એવા બધાં વાસણો જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરતા અથવા તૂટેલા છે તેને કાઢી નાખવા જોઈએ. તે ઘરમાં લડવાનું કારણ બને છે.
 • વપરાયેલ બુટ-ચપ્પલ
 • દિવાળીના તહેવાર પહેલા ઘરની સફાઈ કરતી વખતે તમારા જૂના જૂતા અને ચપ્પલ જેનો તમે ઉપયોગ નથી કરતાં, તેમને ઘરમાથી કાઢી નાખવાનું ભૂલશો નહીં . ફાટેલ પગરખાં અને ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને ખરાબ નસીબ લાવે છે.
 • બંધ ખડિયાળ
 • વાસ્તુ અનુસાર ઘડિયાળ તમારી પ્રગતિનું પ્રતીક છે. આવી સ્થિતિમાં બંધ ઘડિયાળ એ ચોક્કસપણે તમારી પ્રગતિમાં અવરોધ છે. જો ઘરમાં કોઈ ખરાબ ઘડિયાળ હોય તો દિવાળી પહેલા ચોક્કસ તેને ઘરની બહાર કાઢી લો.
 • છતનો ભાગ રાખો ચોખ્ખો
 • આ દિવાળી પહેલા ઘરની છત સાફ કરો અને પડેલા કૂડા -કબાડ અથવા ન વપરાયેલી વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખો.
 • ખંડિત તસ્વીરો
 • જો ઘરમાં કોઈ તૂટેલી તસવીર હોય તો તેને ઘરમાંથી બાકાત રાખો. વાસ્તુ અનુસાર તૂટેલી તસવીરથી ઘરનું વાતાવરણ પ્રભાવિત થાય છે.
 • ખરાબ ઇલેક્ટ્રિક સમાન
 • જો તમારા ઘરમાં કોઈ ખરાબ ઇલેક્ટ્રિક સમાન છે, તો તેનો ફરીથી ઉપયોગ લેવો અથવા દિવાળી પહેલાં ઘરની બહાર મૂકી દો. ખરાબ ઇલેક્ટ્રિક સમાન તમારા સ્વાસ્થ્ય અને સારા નસીબ બંને માટે અશુભ સાબિત થાય છે.

Post a Comment

0 Comments