અબજોપતિ હોવા છતાં આ 9 સ્ટાર્સએ મંદિરમાં કર્યા લગ્ન, પાણીની જેમ ન વહાવ્યા પૈસા

 • બોલિવૂડ સ્ટાર્સની લાઇફ લક્ઝુરિયસ હોય છે. બોલિવૂડમાં જે સ્ટાર્સ એ પોતાના પગ જમાવ્યા છે અને જેમની લોકપ્રિયતા આજે લોકોમાં બોલી રહી છે,તેમની પાસે પૈસાની કોઈ કમી નથી. આ બોલિવૂડ સ્ટાર્સ પાસે એટલા પૈસા છે કે તેઓ મોંઘીથી મોંઘી ચીજો ખરીદવામાં ખચકાતા નથી.
 • એવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ છે કે જેમણે લગ્ન સમયે પાણીની જેમ પૈસા વેડફયા હતા. પોતાના લગ્નને ખાસ બનાવવા માટે, તેણે ખર્ચ વિશે જરાય વિચાર્યું પણ ન હતું. ત્યાં, કેટલીક જોડિયો એવી પણ છે કે જેમણે સાદગીથી કોઈ અવાજ કર્યા વગર મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને લગ્ન કર્યા. આજની આ સ્ટોરીમાં અમે તમને આવી જ કેટલીક જોડીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ ..
 • મોહિત સુરી-ઉદિતા ગોસ્વામી
 • ફિલ્મ 'ઝહર' ના શૂટિંગ દરમિયાન મોહિત સુરી અને ઉદિતા ગોસ્વાને પ્રેમ થયો હતો. મોહિત સુરી આ ફિલ્મના ડાયરેક્ટર હતા. 9 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ 2013 માં જુહુના એક મંદિરમાં લગ્ન કર્યા હતા.
 • અભિષેક કપૂર-પ્રજ્ઞા યાદવ
 • અભિષેક કપૂર બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. તેણે 'રોક ઓન' અને 'ફિતૂર' જેવી ફિલ્મ્સનું દિગ્દર્શન કર્યું છે. આટલા મોટા નિર્દેશક હોવા છતા તેણે ખૂબ જ સરળ રીતે મુંબઈના ઇસ્કોન મંદિરમાં ગર્લફ્રેન્ડ પ્રજ્ઞા યાદવ સાથે લગ્ન કર્યા.
 • શમ્મી કપૂર-ગીતા બાલી
 • શમ્મી કપૂર પોતાના જમાનાના લોકપ્રિય અભિનેતા હતા. તેમના પ્રથમ લગ્ન અભિનેત્રી ગીતા બાલી સાથે થયા હતા. બંનેના લગ્ન મુંબઇના બાળગંગા મંદિરમાં થયા હતા. 1965 માં ચેચક રોગના કારણે ગીતા બાલીનું અવસાન થયું હતું.
 • કવિતા કૌશિક-રોનિત બિસ્વાસ
 • ટીવી સીરીયલ 'એફઆઈઆર' ની ચંદ્રમુખી ચૌટાલા ઉર્ફે કવિતા કૌશિકે રોનિત બિસ્વાસ સાથે લગ્ન કર્યાં છે. આની પહેલા કવિતા ટીવી એક્ટર કરણ ગ્રોવરને ડેટ કરતી હતી. કવિતા અને રોનિતના લગ્ન 2017 માં કેદારનાથના શિવ-પાર્વતી મંદિરમાં થયા હતા.
 • વત્સલ શેઠ-ઇશિતા દત્તા
 • ફિલ્મ 'ટારઝન ધ વંડર કાર' થી બોલિવૂડમાં ડેબ્યું કરનાર વત્સલ શેઠના લગ્ન બોલિવૂડ એક્ટ્રેસ અને તનુશ્રી દત્તાની બહેન ઇશિતા દત્તા સાથે થયા છે. તેમના લગ્ન 28 નવેમ્બર 2017 ના રોજ મુંબઇના ઇસ્કોન મંદિરમાં સંપૂર્ણ થયા હતા.
 • ઈશા દેઓલ-ભરત તખ્તાની
 • બોલિવૂડ એક્ટ્રેસ ઇશા દેઓલે બિજનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા છે. ચકાચોધ ને પાછળ છોડી બંનેએ ખૂબ જ સાદગીથી લગ્ન કર્યાં. મુંબઈમાં જુહુના ઇસ્કોન મંદિરમાં બંનેએ 29 જૂન, 2012 ના રોજ સાત ફેરા લીધા હતા.
 • સંજય દત્ત-રિયા પિલ્લઇ
 • સંજય દત્તે પોતાના જીવનકાળમાં કુલ 3 લગ્નો કર્યા છે. પહેલી પત્ની ઋચા શર્માના નિધન પછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે બીજા લગ્ન કર્યા. 1998 માં, બંનેએ મહાલક્ષ્મી મંદિરમાં લગ્ન કર્યા. જોકે,હવે તેમના છૂટાછેડા થઈ ગયા છે. હાલમાં માન્યતા દત્ત સંજય દત્તની પત્ની છે.
 • શ્રીદેવી-બોની કપૂર
 • શ્રીદેવી અને બોની કપૂરે પણ સરળ રીતે લગ્ન કર્યાં હતાં. શ્રીદેવી બોની કપૂરની બીજી પત્ની હતી. આ પહેલા તેણે મોના સાથે લગ્ન કર્યા હતા, જેને તેઓએ શ્રીદેવી માટે છોડી દીધી હતી. શ્રીદેવી અને બોની કપૂરે 2 જૂન 1996 માં એક મંદિરમાં લગ્ન કર્યા હતા.
 • દિવ્યા ખોસલા કુમાર-ભૂષણ કુમાર
 • ફિલ્મ 'અબ તુમારે હવાલે વતન સાથીયોં' થી બોલિવૂડમાં ડેબ્યું કરનાર દિવ્યા ખોસલાએ ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન જમ્મુના મા વૈષ્ણો દેવીના મંદિરમાં થયા હતા. તેમના પણ લગ્ન 13 ફેબ્રુઆરી 2005 ના રોજ ખૂબ જ સરળ રીતે થયા હતા.

Post a Comment

0 Comments