પહેલા પ્રેમને દગો આપીને કોઈ બીજા સાથે દિલ લગાવી બેઠા ટીવી ઇન્ડસ્ટ્રીના આ 8 દગાબાજ હીરો

 • નાના પડદા પર ઘણા એવા એક્ટર છે જે રીલ લાઇફમાં સારા પતિ અને બોયફ્રેન્ડની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ટીવી પર સારા પતિ અને પ્રેમીની ભૂમિકા ભજવનારા કેટલાક એક્ટર રિયલ લાઇફમાં ખૂબ જ મોટા ધોકેબાજ હોય છે. હા, આ અભિનેતાઓએ બીજી મહિલા માટે પોતાના પહેલા પાર્ટનરને છોડી દીધા છે. આજની આ સ્ટોરીમાં, અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ સાથે મલાવવા જઇ રહ્યા છીએ.
 • અંકિત ગેરા
 • અંકિત ગેરા ટીવી સીરિયલ 'સપને સુહાને લડ્કપન કે'માં જોવા મળ્યા હતા. અંકિતને આ સિરિયલની લીડ અકટ્રેસ રૂપલ ત્યાગી સાથે પ્રેમ થયો. આ સમય દરમિયાન તે ટીવી એક્ટ્રેસ અદા ખાનને ડેટ પણ કરી રહ્યો હતો. જ્યારે બંને અકટ્રેસઓને આ વિશે ખબર પડી, ત્યારે તેઓએ એક્ટર સાથે બ્રેકઅપ કરી લીધું હતું,
 • કરણ સિંહ ગ્રોવર
 • કરણસિંહ ગ્રોવરે તેના પાર્ટનરને એકવાર નહીં પરંતુ બે વાર દગો આપ્યો છે. સૌથી પેહલા તેને ટીવી એક્ટ્રેસ જેનિફર વીંગેટ માટે પ્રથમ પત્ની શ્રદ્ધા નિગમને છોડી દીધી હતી. પછી બાદમાં તેણે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ માટે જેનિફરનો સાથ છોડી દીધો.
 • કરણ પટેલ
 • કરણ પટેલ ટીવીમાં ખૂબ ચર્ચિત અભિનેતાઓ માના એક છે. એક સમયે કરણ પટેલ અને ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી રિલેશનશિપમાં હતાં. બંને લગ્ન પણ કરવાના હતા, પરંતુ કરણે કામ્યા સાથે કહ્યા વિના સંબંધ તોડી નાખ્યો અને અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધાં.
 • એજાઝ ખાન
 • એજાઝ ખાન આજકાલ બિગ બોસ 14 ના ઘરમાં છે. એજાઝ ખાન એક સમયે ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની સાથે રિલેશનશિપમાં હતા. બંને લગ્ન કરવા જઇ રહ્યા હતા, અચાનક જ તેમના છૂટા થયાના સમાચાર આવ્યા. એક શોમાં એજાઝે કબૂલ્યું હતું કે તેણે અનિતાને ચીટ કર્યું હતું અને તે વાત નો તેને હંમેશા પસ્તાવો રહેશે.
 • પ્રિયાંક શર્મા
 • એમટીવીનો શો '' સ્પ્લિટ્સવિલા 'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર પ્રિયંક આજે ટીવીનો એક જાણીતો ચહેરો છે. સ્પ્લિટ્સવિલા દરમિયાન, પ્રિયાંક દીવ્યા અગ્રવાલ સાથે સંબંધમાં આવ્યા, પરંતુ બિગ બોસમાં આવ્યા પછી તરત જ તેની નિકટતા બેનાફશા સુનાવાલા સાથે વધવા લાગી અને જેના માટે તેણે દિવ્યાને છોડી દીધી.
 • કૃષ્ણ અભિષેક
 • કૃષ્ણા અભિષેકનું નામ લગભગ તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ તેણે પન એક સમયે પોતાના જ પાર્ટનર સાથે ચીટ કર્યું હતું. કશ્મિરા શાહ સાથેના રિલેશનમાં હતા ત્યારે કૃષ્ણાને 'આશિક બનાયા આપને' ફેમ તનુશ્રી દત્તા માટે ફિલિંગ્સ આવવા લાગી. જો કે, જ્યારે કાશ્મિરાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે વિલંબ કર્યા વિના કૃષ્ણ સાથે લગ્ન કરી લીધા.
 • અવિનાશ સચદેવ
 • છોટી બહુમાં સાથે કામ કરતી વખતે અવિનાશ સચદેવ અને રૂબીના દિલાક એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંને લગ્ન કરવા જઇ રહ્યા હતા, પરંતુ તે પહેલા તેમના સંબંધો સમાપ્ત થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે કે રૂબીના સાથે હોવા છતાં અવિનાશ એક બીજી ટીવી એક્ટ્રેસ સાથેના રિલેશનશિપમાં હતા, જેની જાણ રૂબીનાને થઈ હતી.
 • મનીષ નાગદેવ
 • ટીવી એક્ટર મનીષ નાગદેવે પોતાની એક્સ ગર્લફ્રેન્ડને દગો આપી ચૂક્યા છે. ટીવી સીરિયલ 'મન કી આવાજ પ્રતિજ્ઞા'માં કામ કરતી વખતે મનીષ મુસ્કાન અરોરાના પ્રેમમાં પડી ગયા હતા. જોકે, અકટ્રેસએ મનીષ પર એકવાર નહીં પરંતુ ચાર ચાર વાર દગાનો આરોપ લગાવ્યો હતો. ખરેખર, મુસ્કાન સાથેના રિલેશનશિપમાં હોવા છતાં પણ તે ટીવી એક્ટ્રેસ સુષ્ટિ રૂડેને ડેટ કરી રહ્યા હતા. આને કારણે મુસ્કને મનીષ સાથે બ્રેકઅપ કર્યું હતું. તેમજ હવે સુષ્ટિ અને મનીષનું પણ બ્રેકઅપ થઈ ગયું છે.

Post a Comment

0 Comments