કરણ જોહરને પોતાના 'ગોડફાધર' માને છે આ 8 બોલિવૂડસ્ટાર્સ, જો કરણ તેના માથા પર હાથ ન મૂક્યો હોત, તો થઈ જાય ફ્લોપ.

  • એવું કહેવામાં આવે છે કે જો તમારે બોલિવૂડની દુનિયામાં એક ચમકતો સ્ટાર બનવું છે, તો તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ ગોડફાધર (માયબાપ) જરૂર હોવા જોઈએ. કોઈ એવી વ્યક્તિ કે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી માન્યતા હોય અને જે એક સફળ વ્યક્તિ પણ હોય. કરણ જોહર આ ખુરશી પર સંપૂર્ણ રીતે ફિટ બેસે છે. તે સફળ ડિરેક્ટર અને નિર્માતા છે. તેમનું ધર્મા પ્રોડક્શન દર વર્ષે ફિલ્મો રિલીઝ કરે છે. આ સિવાય એકવાર કરણ જેને લોન્ચ કરે છે, તે આપમેળે લોકોમાં પ્રખ્યાત થઈ જાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવા સ્ટાર્સ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જે કરણ જોહરને પોતાના ગોડફાધર માને છે. જો કરણનો તેમના માથા પર હાથ ન હોત, તો તે કદાચ આજે સફળ ન થઈ શક્યા હોત.
  • આલિયા ભટ્ટ
  • કરણ આલિયાને તેની પુત્રી માને છે. કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર' (2012)થી આલિયા ભટ્ટએ બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. ત્યારે જ આલિયાનું કરિયર ઉંચાઈએ પહોંચી ગયુ. આ દરમિયાન કરણે આલિયાને યોગ્ય માર્ગદર્શન પણ આપતા હતા.
  • વરૂણ ધવન
  • બોલિવૂડમાં વરુણને સ્ટાર બનાવવામાં કરણે મહત્વની ભૂમિકા નિભાવી છે. વરુણે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ તેમની પ્રથમ ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર' કરી હતી. આ સિવાય તેણે કરણની હમ્પ્ટી શર્માની દુલ્હનિયા, બદ્રીનાથકી દુલ્હનિયા અને કલંક જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
  • વરૂણ ધવન
  • સિદ્ધાર્થે કરણની 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તમે બધા આ વસ્તુ જાણો છો. પરંતુ તમને ખબર નહીં હોય કે આ પહેલા સિદ્ધાર્થ કરણ સાથે માય નેમ ઇઝ ખાનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
  • તારા સુતારિયા
  • તારાએ હાલમાં જ રિલીઝ થયેલી 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે કરણ જ હતા જેમને તારાને તેની ફિલ્મમાં મોટો બ્રેક આપ્યો હતો.
  • અનન્યા પાંડે
  • તારાની જેમ જ અનન્યા પાંડે (ચંકી પાંડેની પુત્રી)ના કરિયરની શરૂઆત પણ કરણએ પોતાની તેની 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' દ્વારા કરી હતી.
  • જાન્હવી કપૂર
  • શ્રીદેવીની પુત્રી જાન્હવી ફક્ત એક જ ફિલ્મ 'ધડક' કરીને ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે. આનો પૂરો શ્રેય કરણ જોહરને જાય છે, જેને જાન્હવીને તેમની પુત્રીની જેમ માર્ગદર્શન આપ્યું છે અને તેની ધર્મા પ્રોડક્શનની ધડકથી પ્રખ્યાત કરી છે.
  • કરણ મલ્હોત્રા
  • માત્ર એક્ટર જ નહીં પરંતુ ઘણા ડિરેક્ટર માટે પણ કરણ ગોડફાધર સાબિત થયા છે. ઉદાહરણ તરીકે, કરણ મલ્હોત્રાએ જોધા અકબર, માય નેમ ઇઝ ખાન, જાન એ મન અને બ્રધર્સ જેવી ફિલ્મોમાં કરણ જોહરને મદદ કરી. આ પછી, કરણે તેમને તેમની પોતાની ધર્મા પ્રોડક્શનની મોટી ફિલ્મ 'અગ્નિપથ' નિર્દેશિત કરવાની મોટી તક આપી. આવી જ રીતે સોનમ નાયર અને પુનીત મલ્હોત્રાએ પણ કરણની ગાઇડલાઈનથી દિગ્દર્શક પદની શરૂઆત કરી હતી.
  • આયન મુખર્જી
  • આયને કભી અલવિદા ના કહના જેવી ફિલ્મમાં કરણને મદદ કરી હતી. આ પછી તેમણે ધર્મા પ્રોડક્શનની યે જવાની હૈ દીવાની જેવી સુપરહિટ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. અત્યારે રણબીર આલિયાની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પણ આયન મુખર્જી સંભાળી રહ્યા છે. આ ફિલ્મ પણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ નિર્માણ પામી રહી છે.
  • તો જેમ કે તમે જોયું, કરણ જોહરને કારણે ઘણા લોકો બોલિવૂડમાં તેમનો સિક્કો સ્થાપિત કરવામાં સફળ થયા છે.

Post a Comment

0 Comments