આ 7 બૉલીવુડ અભિનેત્રીઓ જે હવે હમેશા માટે વિદેશોમાં થઈ ચૂકી છે શિફ્ટ, હાલમાં આવી છે તેમની જિંદગી

 • બોલિવૂડમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે કે જેમણે તેમના સમયમાં ખૂબ નામ કમાવ્યું છે. પરંતુ બોલિવૂડમાં તેમને લાંબા સમય સુધી ગમ્યું નહીં. અને તે સાત સમુદ્ર પાર જઈને વસી ગઈ. કેટલીક અભિનેત્રીઓએ પોતાનું સારું એવું કરિયર છોડીને વિદેશ જવાનું નક્કી કર્યું હતું, જ્યારે કેટલીકને એક્ટિંગ આજે પણ ગમે છે.
 • પ્રિયંકા ચોપડા
 • દેશી ગર્લ અને વિદેશી બહુરાની પ્રિયંકા હવે તેના પતિ નિક જોનસ સાથે અમેરિકામાં સ્થાયી થઈ છે. પ્રિયંકાએ બોલિવૂડમાં શાનદાર કરિયર બનાવીયું છે. માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ હોલીવુડમાં પણ તેણે પોતાની ઍક્ટિંગનો સિક્કો ચલાવ્યો. વર્ષ 2018 ડિસેમ્બર માં, પ્રિયંકાએ પૉપ સ્ટાર નિક જોનસ સાથે લગ્ન કર્યા અને કાયમ માટે વિદેશમાં શિફ્ટ થઈ ગયી . જો કે, પ્રિયંકાએ હજી સુધી તેનું કરીયર છોડિયું નથી અને તે આજે પણ આ જ પૈશન સાથે કામ કરી રહી છે.
 • પ્રીતિ ઝિન્ટા
 • બોલિવૂડમાં તેની સુંદરતાથી છલકાઈ રહેલી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હવે ભારત છોડીને વિદેશ સ્થાયી થઈ ગઈ છે. 29 ફેબ્રુઆરી, 2016 ના રોજ, પ્રીતિએ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા અને અમેરિકાના લોસ એન્જેલીસમાં રહેવા લાગી. બંનેએ એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કરી હતી. પ્રીતિ ઝિન્ટાએ હવે ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી છે.
 • સેલિના જેટલી
 • સેલિના જેટલી એ કોઈક જમાનાની હોટ મોડલ્સમાંની એક હતી. જોકે તેનું ફિલ્મી કરીયર બહુ સફળ ન હતું . 2011 માં, સેલિનાએ લગ્ન કર્યા અને દુબઈમાં રહેવા લાગી. તેણે ઑસ્ટ્રિયન બીજનેસમેન પીટર હગ સાથે લગ્ન કર્યાં છે. હવે સેલિના ત્રણ બાળકોની માતા છે અને હેપ્પી મેરીડ લાઇફ એન્જોય કરી રહી છે.
 • મુમતાઝ
 • 60 ના દાયકામાં મુમતાઝ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. તેણે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું. એવું કહેવામાં આવે છે કે તે યુગના સુપરસ્ટાર શમ્મી કપૂર પણ મુમતાઝને પસંદ કરતા હતા અને તે તેની સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તે સમયે મુમતાઝ તેનું કરીયર છોડવા માંગતી નહોતી. આથી જ તેણે લગ્ન માટે ના કરી હતી. પરંતુ બાદમાં તેણે એનઆરઆઈ બિજનસમેન મયુર માધવાની સાથે લગ્ન કર્યા અને બોલિવૂડ અને ભારતથી ખૂબ દૂર લંડનમાં જઈને વસી ગઈ.
 • મીનાક્ષી શેષાદ્રી
 • મોટી મોટી હિરોઇનોને ટક્કર આપનારી મીનાક્ષી શેષાદ્રીએ એક પછી એક ઉત્તમ ફિલ્મો કરીને બોલિવૂડમાં સ્થાન હાંસલ કર્યું. પરંતુ હવે તે અમેરિકામાં રહે છે. તેઓએ વર્ષ 1995 માં ઈનવેટ્સમેન બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કર્યા અને વિદેશ સ્થળાંતર કર્યું. મીનાક્ષી હવે સુખી લગ્ન જીવન જીવી રહી છે અને ડાન્સ ક્લાસ ચલાવે છે.
 • રંભા
 • રંભા બોલિવૂડની સાથે સાથે સાઉથની હિટ એક્ટ્રેસમાની એક હતી. પરંતુ તેઓએ પણ ફિલ્મની દુનિયા છોડી લગ્ન કરીને વિદેશમાં સ્થાયી થવું યોગ્ય માન્યું. વર્ષ 2010 માં, રંભાએ કેનેડિયન બિજનસમેન ઇન્દ્રકુમાર પથામનાથન સાથે લગ્ન કર્યા. તાજેતરમાં રંભાએ એક પુત્રને જન્મ આપ્યો. આ પહેલા તે બે પુત્રીની માતા પણ છે. રંભા હાલમાં હેપી ફેમિલી સાથે ટોરંટોમાં રહે છે.
 • અશ્વિની ભાવે
 • તમને અશ્વિની ભાવે યાદ હશે, જેમણે સુપરહિટ ફિલ્મ 'હિના' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં સફળ કરિયર બનાવ્યું હતું. પરંતુ વર્ષ 2010 માં, અશ્વિની ભાવેએ બીજનેસમેન કિશોર બોપાર્ડીકર સાથે લગ્ન કર્યા અને હવે તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. હવે અશ્વિની ભાવે બે બાળકોની માતા છે.

Post a Comment

0 Comments