આ 6 સેલેબ્સે માત્ર પબ્લિસિટી મેળવવા માટે લગ્ન જેવા પવિત્ર બંધનને પણ બનાવી દીધી મજાક, જાણો કોણ કોણ છે સામેલ

 • આજકાલ, ટીવી પર તમામ પ્રકારના શો પ્રસારિત થાય છે અને દરેક શોના નિર્માતાઓ ઇચ્છે છે કે તેમના શોની ટીઆરપી ટોપ પર હોય અને આ માટે તેઓ દરેક પ્રયાસ કરે છે અને તેની સાથે જ શોમાં કામ કરતા એક્ટર એક્ટ્રેસ પણ પૈસાની લાલચમાં અને વધુ પ્રસિદ્ધિ મેળવવાની ઇચ્છામાં કંઇપણ કરવા તૈયાર હોય, અને આવી સ્થિતિમાં, કેટલીક વાર પબ્લિસિટી મેળવવા માટે કેટલાક કલાકારો લગ્ન જેવા પવિત્ર બંધનની પણ મજાક બનાવવામાં પાછળ નથી હટતા. બસ પબ્લિસિટી મેળવવા માટે ખોટો લગ્ન સુધી પહોચી જાય છે.
 • આજે અમે તમને એવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે ટીવી ચેનલ પર પ્રસિદ્ધિની ઇચ્છામાં આંધળા થઈને લગ્નનું ખોટું નાટક પણ કર્યું હતું અને તેઓએ આ બધુ બસ પૈસા અને પબ્લિસિટી માટે આ બધું કર્યું છે. એમાના કોઈક નામ તો ખૂબ જ આશ્ચર્યજનક છે, તો ચાલો જાણીએ કે કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.
 • નેહા કક્કડ
 • આ લિસ્ટમાં નેહા કક્કડનું નામ શામેલ છે, તમને જણાવી દઈએ કે નેહા આ દિવસોમાં રોહનપ્રીત સાથેના તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહેલી છે, પરંતુ તે પહેલા પણ નેહા તેના લગ્નને લઇને સમાચારોમાં રહી છે, જણાવી દઈએ કે નેહા જ્યારે જજ તરીકે ઇંડિયલ આઇડલમાં જોવા મળી હતી ત્યારે તેનું નામ આદિત્ય નારાયણ સાથે સંકળાયેલું હતું અને તે સમયે નેહાએ બસ શોની ટીઆરપી વધારવા માટે આદિત્ય સાથે લગ્નનું ખોટું નાટક કર્યું હતું અને આ લગ્ન જાણે તે સાચા હોય તેમ રજૂ કરાયા હતા પણ બાદમાં ખુલાસો થયો કે આ ફક્ત શોની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યું હતું અને બાદમાં આદિત્ય નારાયણના પિતાએ આ સત્યનો પર્દાફાશ કર્યો હતો.
 • પારસ છાબડા
 • પ્રખ્યાત ટેલિવિઝન શો મુઝસે શાદી કરોગેમાં અભિનેતા પારસ છાબડાએ અભિનેત્રી આંચલ ખુરાના સાથે પોતાનો સ્વયંવર બનાવીને ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી અને દરેકને ખાતરી થઈ ગઈ હતી કે બંનેના લગ્ન થયા છે પરંતુ પાછળથી ખબર પડી કે આ લગ્ન માત્ર એક ડ્રામા હતો અને આંચલ ખુરાનાએ પણ આ આખા શોને થ્રોબેક કહીને પારસ સાથેના તેના સંબંધ અંગે નકારી દીધું હતું.
 • શહનાઝ ગિલ
 • શહનાઝ ગિલ, જેને પંજાબની કેટરિના કૈફ કહેવામાં આવે છે, તેણે બિગ બોસ 13 ના અંત સુધી પોતાનો સ્વયંવર બનાવીને દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા, પરંતુ પછીથી બધાને ખબર પડી કે આ લગ્ન ફક્ત શોની ટીઆરપી વધારવા માટે કરવામાં આવ્યા હતા, પછી ફેંસ ખુબજ નારાજ પણ થયા હતા.
 • રાખી સાવંત
 • આ લીસ્ટમાં કંટ્રોવર્સિ ક્વિન રાખી સાવંતનું નામ પણ શામેલ છે. જણાવી દઈએ કે રાખીએ રિયાલિટી શો રાખી કા સ્વયંવરમાં ઇલેશ ખાન સાથે લગ્નનું ખોટું નાટક કર્યું હતું અને દરેકને લાગ્યું હતું કે આ લગ્ન સાચા છે પરંતુ પાછળથી રાખી એ આ સંબંધ તોડી નાખ્યા હતા. જણાવી દઈએ કે રાખીએ બસ પૈસા અને પબ્લિસિટી માટે આ કર્યું હતું અને તે વારંવાર આવા કામ કરતી રહે છે.
 • રતન રાજપૂત
 • અગલે જનમ મોહે બીટીયા હી કિજોમાં, દેખાયેલી અભિનેત્રી રતનએ પણ પબ્લિસિટી માટે નકલી લગ્ન કર્યા હતા, જણાવી દઈએ કે રતનએ ‘રતન કા રિશ્તા’ રિયાલિટી શો દરમિયાન દીલીના સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ વધારે નહોતો ચાલ્યો. થોડા દિવસો પછી જ રતનએ આ સંબંધ તોડી નાખ્યો.
 • જૈસલીન મથારુ
 • આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નની તસવીર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને આ તસવીર છે 67 વર્ષીય અનૂપ જલોટા અને 30 વર્ષીય જૈસલીન મથારુની અને આ તસવીર જોઈને બધા ચોંકી ઉઠ્યા છે કે શું આ લગ્ન ખરેખર સાચા છે શું ખરેખર અનૂપ જલોટા અને જસલીન મથારુએ લગ્ન કર્યા છે, આ જોડી ખૂબ જ વિચિત્ર લાગે છે પણ તમને જણાવીએ કે જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તે લગ્ન સાચા નથી પણ તેઓ તેમની આગામી ફિલ્મ "યે મેરી સ્ટુડેંટ" નું પોસ્ટર છે જેને જૈસલીને સોશિયલ મીડિયા પર માત્ર શેર જ પબ્લિસિટી મેળવવા માટે કર્યું છે, જે તેને મળી પણ રહી છે.

Post a Comment

0 Comments