દેવરના દિલ પર રાજ કરે છે બોલિવૂડની આ 6 અભિનેત્રીઓ, રાનીથી લઇને પ્રિયંકા સુધી છે શામેલ

 • બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર પોતાની ગ્લેમરસ અને સુંદર અંદાજ માટે જાણીતી હોય છે, પરંતુ આ અભિનેત્રીઓના જ્યારે લગ્ન થાય છે તે પછી પણ કેટલીક અભિનેત્રીઓ પોતાના કરિયર અને ફેમલીને ખૂબ સારી રીતે એડજસ્ટ કરે છે.એવામાં ફેન્સને આ જાણવાની દિલચસ્પી રહે છે કે ખરેખર અભિનેત્રી પોતાના બિજી શેડ્યૂલમાં ફેમેલી સાથે કેવી રીતે સબંધ નિભાવે છે. લગ્ન સાથેનો સંબંધ ફક્ત પતિ સાથે જ નહીં, પણ ઘણા અન્ય સંબંધો સાથે પણ જોડાય છે. ઉદાહરણ તરીકે, ભાભી, નણંદ અને દિયરનો. તેમાં દિયરનો સબંધ સૌથી ખાસ હોય છે. તો બોલીવુડની કેટલીક અભિનેત્રીઓએ તેમના દિયર સાથે આશ્ચર્યજનક બોન્ડિંગ શેર કરી છે. તેમાંથી કેટલાકએ તેમના દિયરને દોસ્ત બનાવ્યા છે, તો કેટલાક તેમના દેવરને ભાઈ તરીકે માને છે. ચાલો જોઈએ,ખરેખર કેવો હોય છે આ અભિનેત્રીઓનો તેમના દિયર સાથેનો સંબંધ..
 • પ્રિયંકા ચોપડા
 • બોલિવૂડની દેશી ગર્લ તરીકે જાણીતી એક્ટ્રેસ પ્રિયંકાએ અમેરિકન પોપ સિંગર નિક જોનાસ સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા. તો પ્રિયંકાના સાસરાવાળા અમેરિકન છે, પરંતુ તે સંબંધો નિભાવમાં બિલકુલ ભારતીય જેવા છે. નિક અને તેમનો પરિવાર ભારતીય સંસ્કૃતિને પસંદ કરે છે. પ્રિયંકાને 2 જેઠ અને 1 દિયર છે. પ્રિયંકા તેના બંને જેઠ સાથે ફેમેલી બિહેવ કરે છે, જ્યારે તે તેના દિયર ફ્રેન્કી જોનાસને પોતાનો ભાઈ માને છે. પ્રિયંકા અને ફ્રેન્કીની ઘણી તસવીરો પબ્લિક મંચ પર છે, જે આ સાબિત કરે છે કે બંનેની બોન્ડિંગ કેટલી જબરદસ્ત છે.
 • રાની મુખર્જી
 • રાની મુખર્જી અને આદિત્ય ચોપડાએ 2014 માં એક બીજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રાની પહેલેથી જ પોતાન દિયર ઉદયની ખૂબ સારી દોસ્ત હતી. બંનેએ મુઝસે શાદી કરોગે ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું અને ત્યારબાદથી બંનેની ખૂબ જ ગાઢ દોસ્તી છે અને લગ્ન પછી પણ બંનેએ ભાભી- દિયરનો સબંધ નહિ પરંતુ દોસ્તીનો સબંધ રાખ્યો છે.
 • વિદ્યા બાલન
 • પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલનએ ફિલ્મ નિર્દેશક સિદ્ધાર્થ રોય કપૂર સાથે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે વિદ્યા બાલનને 2 દિયર છે, આદિત્ય રોય કપૂર અને કુનાલ રોય કપૂર છે. આ બંને સાથે વિદ્યા ખૂબ સારી બોન્ડિંગ શેર કરે છે. આદિત્ય અને કૃનાલને વિદ્યા હંમેશાં સપોર્ટ આપતી નજરે પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અભિનેતા આદિત્ય રોય કપૂર, વિદ્યા બાલનના જબરા ફેન કહેવામાં આવે છે, તે વિદ્યાની શાનદાર ઍક્ટિંગને પસંદ કરે છે. આદિત્યએ ખુદ મીડિયા સમક્ષ આ કબૂલ કર્યું છે.
 • મીરા કપૂર
 • બોલિવૂડના ચાર્મિંગ અને મોસ્ટ હેન્ડસમ એક્ટર્સમાં શુમાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ તેમના દિયર ઈશાન ખટ્ટર સાથે ખૂબ સારી બોન્ડિંગ શેર કરે છે. ખરેખર શાહિદ તેના ભાઈ ઇશાનને ખૂબજ પ્રેમ કરે છે અને તેથી જ મીરા પણ ઇશાનને પોતાનો નાનો ભાઈ માને છે. મીરા અને ઇશાનની આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર મોજૂદ છે, જે બંનેની બોન્ડિંગ એકદમ સારી હોવાનો પુરાવો છે.
 • સુનિતા કપૂર
 • જાણીતા અભિનેતા અનિલ કપૂર તેમની જીવન સાથી સુનીતા કપૂર સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. અનિલ હંમેશા તેમની ખુશીનો ક્રેડિટ સુનિતાને આપે છે, તે કહે છે કે સુનીતાએ આખા ઘરને પ્રેમની દોરીમાં બાંધ્યું છે. જણાવી દઈએ કે સુનીતા પોતાના દિયર સંજય કપૂર સાથે ખૂબ જ ફ્રેંડલી બિહેવ કરે છે, તે બનેના સંબધ ભાઈ-બહેન જેવા છે. સુનીતાને પોતાના દિયર સંજય કપૂર માટે ખાસ લગાવ રાખે છે, જ્યારે સંજય પણ તેમની ભાભીનો આદર કરે છે.
 • મલાઈકા અરોડા
 • ભલે હવે મલાઈકા અને અરબાઝ વચ્ચે બધુ જ ખતમ થઈ ગયું છે, છતાં પણ મલાઈકાના સંબંધો અરબાઝના ભાઈ સોહેલ સાથે ઘણા સારા છે. મલાઇકા અને સોહેલ ખાનના સંબંધ શરૂઆતથી જ એક દોસ્ત જેવા છે અને બંને હજી પણ એકબીજાને ખૂબ માન આપે છે. એવું કહેવામાં આવે છે કે સોહેલની પત્ની સીમા ખાન અને મલાઈકાની પણ સારી બોંડિંગ છે.

Post a Comment

0 Comments