નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના આ 6 અવતારોના નામનો કરો જાપ, તમામ સંકટોનો થશે નાશ.

  • આમ જોવામાં આવે તો નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં, નવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને લોકો આ તહેવાર તેમની સાચી ભક્તિથી ઉજવે છે, નવરાત્રીના નવ દિવસમાં બધા લોકો માતા દુર્ગાની પૂજા કરે છે. દેવી દુર્ગા સપ્તશતીના 11 માં અધ્યાયમાં, દેવતાઓની સ્તુતિથી પ્રશન્ન થઈને માં ભવાનીએ આ વરદાન આપ્યું હતું કે જ્યારે ત્રિલોકમાં સંકટ આવશે, ત્યારે તે સંકટને દૂર કરવા માટે તે સ્વયં અવતાર લેશે ભગવતી માતા ભવાનીએ ભક્તોની મુશ્કેલીઓને દૂર કરવા માટે, ખાસ કરીને 6 અવતારો લીધા હતા, શાસ્ત્રો અનુસાર નવરાત્રિના 9 દિવસો માટે આ અવતારોના ફક્ત નવ નામ 108 વાર જપ કરવામાં આવે છે, માતા રાણી ભક્તોના તમામ દુ:ખને દૂર કરે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી માતા દુર્ગાના આ અવતારો વિશે વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છીએ.
  • દુર્ગા માતાના આ અવતારોનો જાપ કરો
  • રક્તદંતિકા
  • દેવતાઓનું રક્ષણ કરવા માટે, દેવી દુર્ગા નંદગોપની પત્ની યશોદાના પેટમાંથી જન્મી હતી અને રાક્ષસનો નાશ કરવા માટે વિંધ્યાચલ પર્વત પર રહેવા લાગી હતી, દાનવના નાશ માટે તેઓએ એક ખૂબ ભયંકર સ્વરૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. આ અવતારમાં માતાએ રાક્ષસોને દાંતથી ચાવ્યા હતા, જેના કારણે માતા રાણીના બધા દાંત દાડમના દાણા જેવા લાલ દેખાવા લાગ્યા, ત્યારથી આ માતાના અવતારને રક્તદંતિકા તરીકે ઓળખવામાં આવે છે.
  • શતાક્ષી
  • માતા દુર્ગાનો આગામી અવતાર થયો હતો જ્યારે 100 વર્ષ સુધી વરસાદ ન પડ્યો ત્યારે, માતાએ ઋષિ મુનિઓની સ્તુતિ આહવાન અને તેના બોલાવવાથી માતાએ તેમના ભક્તોને તેમની આંખો દ્વારા જોયા અને આ સંકટને દૂર કર્યો હતો ત્યારથી જ તેનું નામ શતાક્ષી માતા રાખવામાં આવ્યું.
  • શાકાંબરી દેવી
  • માતા દુર્ગાએ આ અવતારમાં 100 વર્ષ સુધી વરસાદ ન થવા પર આ ધરતી પર જીવ બચાવવા માટે માતા શાકાંબરી દેવીના રૂપમાં આવ્યા હતા અને તેની અનેક શાખાઓમાંથી ભરણ પોષણ કરવા લાગી જ્યાં સુધી અહિયાં વરસાદ ન આવ્યો.
  • દુર્ગા
  • આ અવતારમાં, માતાએ દુર્ગમ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને બધા ભક્તોનું રક્ષણ કર્યું હતું ત્યારથી માતાનું નામ દુર્ગા પડી ગયું હતું.
  • ભીમા દેવી
  • જે રાક્ષસો હિમાલયમાં રહેતા ઋષિઓને હેરાન કરતાં હતા તેમનો વધ કરવા માટે માતાએ ભીમાં દેવી તરીકે અવતાર લીધો હતો. આ રાક્ષસો ઋષિઓની ઉપાસનામાં ખલેલ પાડતા હતા અને પછી માતાએ ઋષિ-મુનિઓના સંકટને દૂર કરવા માટે રાક્ષસોનો વધ કર્યો હતો.
  • ભ્રામરી માતા
  • માતાએ આ અવતાર જ્યારે લીધો હતો ત્રણેય લોકમાં અરુણ નામના રાક્ષસનો જુલમ વધવા માંડ્યો અને ઋષિ-મુનિઓના આહવાન પર તેમનો બચાવ કરવા માટે માતાએ અસંખ્ય છ પગવાળા ભ્રમરનું સ્વરૂપ ધારણ કરીને અરુણ નામના રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારથી જ માતા દુર્ગા ભ્રામરી માતાના નામે પૂજાવા લાગી.
  • નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાના આ સ્વરૂપોના નામ અથવા મંત્રનો જાપ કરવાથી માતા તેના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.

Post a Comment

0 Comments