ટીવી ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા આ 6 અભિનેત્રીઓ હતી 'એર હોસ્ટેસ', પાંચમાં નંબરની તો છે બધાની ફેવરિટ

 • ઘણા કલાકારો ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. આમાંના કેટલાક ચહેરાઓ આપણા દિલમાં વાસી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ટીવીમાં અભિનય કરનારા મોટાભાગના સ્ટાર્સ પહેલા કોઈ બીજા વ્યવસાયમાં હતા પરંતુ બાદમાં તેમને એક્ટિંગમાં મન લાગ્યું કે તેઓ બધું છોડીને મુંબઇ આવી ગયા છે. આજે અમે તમને એવી 6 પ્રખ્યાત અભિનેત્રીઓના નામ જણાવી રહ્યા છીએ, જે એક સમયે મોટી મોટી એરલાઇન્સની એર હોસ્ટેસ રહી ચૂકી છે. પરંતુ પાછળથી, તેમને એક્ટિંગનો કીડો એટલો ચળી ગયો કે તેણે તેની સારી નોકરી છોડી દીધી અને સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું.
 • દીપિકા કક્કડ
 • કલર્સ ટીવી શો 'સસુરાલ સિમર કા' માં દીપિકા કક્કડ ઇબ્રાહિમે સિમરની ભૂમિકા નિભાવી હતી. ઘણા લોકો તેને 'કહાં હમ કહાં તુમ' ની સોનાક્ષી તરીકે પણ ઓળખે છે. દીપિકાના તમામ પાત્રોએ પ્રેક્ષકોનું દિલ જીતી લીધું છે. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે દીપિકા શરૂઆતથી અભિનેત્રી નહોતી પણ તેમનો વ્યવસાય કંઈક બીજો હતો. તેમણે ઘણાં વર્ષોથી ઘણી પ્રખ્યાત એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કર્યું. પરંતુ બાદમાં તેણે એક્ટિંગની પસંદગી કરી અને નોકરી છોડી દીધી.
 • નેહા સક્સેના
 • કોણ નેહા સક્સેનાને સારી રીતે નથી જાણતું આજે,ભલે તે ટીવી ઈન્ડસ્ટ્રીથી થોડી દૂર છે પરંતુ તેણે 'સજન ઘર જાને હૈ', 'તેરે લિયે', 'નચ બલિયે 7', 'સિદ્ધિવિનાયક' અને 'ઝલક દિખલા જા 9' જેવા સુપરહિટ શોમાં કામ કર્યું છે. નેહાને જિંગ ટીવી ચેનલના શો પ્યાર તુને ક્યા કિયામાં પણ ઘણીદેખાઈ ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે નેહા સક્સેના શરૂઆતથી અભિનેત્રી નહોતી પણ તે એક એર હોસ્ટેસ રહી ચૂકી છે. હા, તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો અને ત્યારબાદ તેણે એકટિંગને પોતાનું કરિયર બનાવી લીધું.
 • આકાંક્ષા પુરી
 • અકંકશા પુરી 'બિગ બોસ 13' સિઝનના ફેમ એક્ટર પર્સ છાબરાની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આકાંક્ષાએ ટીવી અને ફિલ્મ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. પરંતુ કરિયરની શરૂઆતમાં તે એક જાણીતી એરલાઇન્સમાં કેબિન ક્રૂનો ભાગ હતી. બાદમાં તેણે મોડેલિંગ શરૂ કરી હતી અને ત્યારબાદ 2015 માં મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ' થી ડેબ્યું કર્યો. તેને આપણે ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પણ જોય ચૂક્યા છીએ.
 • ગુંજન વાલિયા
 • ગુંજન વાલિયાએ કેસર, એસા દેશ હૈ મેરા, સાત ફેરે: સલોની કા સફર, ઘર કી લક્ષ્મી બેટીયા જેવી ઘણી મોટી સિરિયલોમાં કામ કર્યું છે. અભિનય કરતા પહેલા ગુંજને એક એવિએશનનો કોર્સ કર્યો હતો અને તે એક એર હોસ્ટેસ હતી પણ બાદમાં તેણે મોડેલિંગ કરી અને ત્યારબાદ તેના જીવનની આગલૂ સફર બનાવી લીધું.
 • નંદિની સિંહ
 • નંદિનીએ સિરિયલ કેસર, કાવ્યા અંજલિ, અદાલત વગેરેમાં કામ કર્યું છે. આ સિવાય તે ફિલ્મોમાં પણ જોવા મળી છે. તેણે ગોવિંદાની ફિલ્મ 'એક ઓર એક ગ્યારહ'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે એકટિંગમાં આવતા પહેલા ફેમસ એરલાઇન સાથે એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.
 • હિના ખાન
 • હિના ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે યે રિશ્તા ક્યા કહલાતા હૈની અક્ષરાથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું. જે પછી તેણે ઘણી મોટી સિરિયલ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું. હિના એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને આ માટે તેણે કોર્સ પણ પૂરો કર્યો હતો, પરંતુ પાછળથી તેના ભાગ્ય કંઈક અલગ જ મંજૂર હતું. તેથી તેણે કોર્સ અધવચ્ચે જ છોડી દીધો અને એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધૂ.

Post a Comment

0 Comments