બોલીવુડની આ 5 હસીનાઓએ કર્યા બીજા લગ્ન, લીસ્ટમાં શાહિદ કપૂરની માં પણ છે શામેલ

 • ભારતમાં લગ્ન એ એક પવિત્ર સંબંધ છે, જે એક જન્મ માટે નહીં પણ સાત જન્મો સુધી નિભાવવામાં આવે છે. પરંતુ આજના નવા યુગમાં આ બધી બાબતો જૂની લાગે છે. અત્યારે પતિ ફક્ત પત્નીની ભાગીદારી પર જ સંબંધ નિભાવે છે અને જો ભાગીદારી ન બને તો સંબંધ તૂટી જાય છે. આજકાલ ઘણા લગ્ન પરસ્પર સમજણ ન બનવાથી તૂટી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલિવૂડની તે 5 હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના પહેલા લગ્ન સફળ થયા ન હતા, ત્યારબાદ તેઓએ બીજા લગ્ન કરી લીધા.
 • આમ તો, બોલીવુડમા લગ્ન અને છૂટાછેડાની વાત ઘણી જૂની છે. આમિર ખાન, સૈફ અલી ખાન, સંજય દત્ત, જાવેદ અખ્તર, ધર્મેન્દ્ર અને કિશોર કુમાર જેવા ઘણા બોલિવૂડ અભિનેતાઓએ એકથી વધુ લગ્ન કર્યાં છે. પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ પણ છે જેમણે પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા અને બીજા લગ્ન કરી લીધા. ચાલો જાણીએ કે કોણ કોણ છે આ લિસ્ટ માં શામેલ…
 • કિરણ ખેર
 • વર્ષ 1983 માં આસરા પ્યાર દાથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કિરણ ખેર હાલમાં ચંદીગઢ બેઠક પર સાંસદ છે. એક્ટ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરનાર કિરણ હવે રાજકારણી બની ગઈ છે.કિરણે તેમના પહેલા લગ્ન બિજનેસમેન ગૌતમ બેરી સાથે કર્યા હતા. તેમનો એક પુત્ર છે, તેનું નામ સિકંદર છે. પરંતુ આ લગ્ન લાંબા ચાલીયા નહીં અને ટૂંક સમયમાં જ બંનેના છૂટાછેડા થઈ ગયા.
 • આ પછી જ્યારે તેઓએ 80 ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે તેમની મુલાકાત અભિનેતા અનુપમ ખેર સાથે થઈ. અનુપમના લગ્ન પણ થઈ ગયા હતા, પરંતુ તેમના પહેલા લગ્ન પણ કિરણની જેમ અસફળ રહ્યાં હતા. બસ પહેલી મુલાકાતમાં જ બંનેની મિત્રતા થઈ અને તે પછી મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. આ વિશે કિરણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે અમે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન હોટલમાં હતા ત્યારે અનુપમ મારા રૂમમાં આવ્યા અને તે મને કેહવા લાગ્યા કે મને લાગે છે કે હું તમને પ્રેમ કરું છું. આ પછી, બંનેએ વર્ષ 1985 માં એકબીજા સાથે લગ્ન કર્યા. રસપ્રદ વાત એ હતી કે તે આ બંનેના બીજા લગ્ન હતા.
 • યોગિતા બાલી
 • ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી યોગિતા બાલી પણ આ લીસ્ટમાં શામિલ છે. યોગિતાએ પોતાના પહેલા લગ્ન પ્રખ્યાત ગાયક કિશોર કુમાર સાથે કર્યા હતા, યોગિતાના ભલે તે પહેલા લગ્ન હતા પરંતુ કિશોર કુમારના ત્રીજા લગ્ન હતા. આ લગ્ન ફક્ત 2 વર્ષમાં જ તૂટી ગયા અને 1978 માં બંનેના છૂટાછેડા થઈ ગયા.
 • આ પછી યોગિતાના જીવનમાં મિથુન ચક્રવર્તીએ પ્રવેશ કર્યો અને બંનેના લગ્ન 1979 માં થયા. યોગિતા અને મિથુનના આ બીજા લગ્ન હતા, મિથુને આની પેહલા એક્ટ્રેસ હેલેના લ્યુક સાથે થોડા દિવસો માટે લગ્ન કર્યા હતા.
 • બિંદિયા ગોસ્વામી
 • બોલિવૂડની 70 ના દાયકાની જાણીતી અભિનેત્રી બિંદિયા ગોસ્વામીએ તેમના પેહલા લગ્ન અભિનેતા વિનોદ મેહરા સાથે કર્યા. બિંદિયાના આ પ્રથમ લગ્ન હતા, પરંતુ વિનોદે આ પહેલા મીના બ્રોકા સાથે સાત ફેરા લીધાં હતાં. બસ, બિંદિયા અને વિનોદની લવ સ્ટોરી બિંદિયાના માતાપિતાને પસંદ નહોતી. આવી સ્થિતિમાં, ઘરથી દૂર જઈને બંનેએ લગ્ન કર્યા, જો કે આ લગ્ન લાંબા ચાલ્યા નહી અને તેઓ ફક્ત 4 વર્ષમાં અલગ થઈ ગયા.
 • આ પછી, 1985 માં, એક્ટ્રેસએ તેના બીજા લગ્ન ફિલ્મ દિગ્દર્શક જેપી દત્તા સાથે કર્યા. આ જોડીને બે પુત્રી નિધિ અને સિદ્ધિ છે.
 • નીલમ કોઠારી
 • પોતાના સમયની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક નીલમ કોઠારીએ પણ બે લગ્નો કર્યા છે. તેઓએ તેમના પ્રથમ લગ્ન ઓક્ટોબર 2000 માં એક શ્રીમંત બ્રિટીશ ઉદ્યોગપતિના પુત્ર ઋષિ સેઠિયા સાથે કર્યા હતા, જોકે બંનેનો આ સાથ વધારે દિવસો સુધી ચાલી શક્યો નહીં અને બંનેએ એક બીજાને છૂટાછેડા દેવાનું યોગ્ય માન્યું. આ પછી એકતા કપૂરે નીલમ કોઠારીને અભિનેતા સમીર સોની સાથે પરિચય કરાવ્યો. સમીર સોનીએ મોડલ રાજલક્ષ્મી ખાનવિલકર સાથે પણ સાત ફેરા લીધા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમના સંબંધ તૂટી ગયા હતા.
 • જો કે, સમીર સોની અને નીલમ કોઠારી મિત્ર બન્યા અને બંનેએ લગભગ 3 વર્ષ એકબીજાને ડેટ કરી હતી અને 2011 માં બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ કપલએ એક પુત્રીને દત્તક લીધી છે.
 • નીલિમા અઝીમ
 • આ લિસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી નીલિમા અઝીમ પણ શામેલ છે. તેણે 1975 માં પ્રથમ વખત અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા, તેમનો જ પુત્ર શાહિદ કપૂર છે. જોકે બંનેએ 1984 માં એક બીજાને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ નીલિમા અઝીમે 1990 માં અભિનેતા રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા, જેમનો પુત્ર ઇશાન ખટ્ટર છે.
 • રાજેશ ખટ્ટર સાથેનો આ સંબંધ ફક્ત 11 વર્ષ જ ટકી શક્યો, બંનેના 2001 માં છૂટાછેડા થઈ ગયા. નીલિમા અઝિમે વર્ષ 2004 માં ત્રીજા લગ્ન રઝા અલી ખાન સાથે કર્યા હતા અને આ લગ્ન પણ માત્ર 5 વર્ષ ચાલ્યા હતા. 2009 માં બંને છૂટા થયા હતા.

Post a Comment

0 Comments