નવરાત્રી પર બોલિવૂડની આ 5 એક્ટ્રેસ પર છવાયો બંગાળી લૂક, સુંદરતા જોઇને તમે પણ થઈ જશો દિવાના

 • આ દિવસોમાં દેશભરમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે અને મા દુર્ગાના પંડાલો શણગારવામાં આવ્યા છે અને પૂજા-પ્રાર્થના ચાલી રહી છે, પરંતુ આ વખતે કોરોના વાયરસને લીધે તહેવારોની ઉજવણી ઝાંખી પડી ગઈ છે કારણ કે આ વાયરસને લીધે દાંડિયા જેવા કાર્યક્રમનું આ વખતે આયોજન કરવામાં આવ્યું નથી અને તેના કારણે જ દરેક પોતાના ઘરે જ નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે, આજે પૂરા દેશમાં અષ્ટમીનો પર્વ ઉજવાય છે અને ત્યારબાદ નવમી અને ત્યારબાદ દશમીની ઉજવણી કરવામાં આવશે. આ ફેસ્ટિવલ સીજનને લઈને બધા ખૂબ જ ખુશ છે અને તેથી આજકાલ સોશ્યલ મીડિયા પર પણ નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે, અને ઘણી જાણીતી ટીવી એક્ટ્રેસ નવરાત્રીની ઉજવણી માટે બંગાળી લુકમાં તસવીરો શેર કરીને ખૂબ મોટી હેડલાઇન્સ બનાવી રહી છે, આજે અમે તમને ટીવીની કેટલીક બંગાળી એક્ટ્રેસના નવરાત્રી લૂક તમને બતાવવા જઇ રહ્યાં છીએ. જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેંડ કરી રહ્યા છે.
 • ચારુ આસોપા
 • પ્રખ્યાત ટીવી અભિનેત્રી ચારુ આસોપા જેમના લગ્ન એક બંગાળી પરિવારમાં થયા છે અને ચારુએ તાજેતરમાં જ માતા દુર્ગાની પૂજા કરતી વખતે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસનો બંગાળી લૂક ખૂબ જ શાનદાર લાગી રહ્યો હતો. ચારુએ પોતાના ફેન્સને દુર્ગાપૂજાના અભિનંદન પણ પાઠવ્યા, જણાવી દઈએ કે ચારુ આ પ્રસંગે ખૂબ જ સુંદર દેખાઈ હતી. ચારુએ સફેદ અને લાલ રંગની સાડી પહેરી હતી અને સંપૂર્ણ બંગાળી લુકમાં રંગાયેલી જોવા મળી હતી.
 • કાજોલ અને તનિષા
 • બોલીવુડ એક્ટ્રેસ કાજોલ અને તેની બહેન તનિષા દર વર્ષે નવરાત્રીનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને કારણે બંને ઘરે નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે, જણાવી દઈએ કે કાજોલ અને તનિષા બંગાળી પરિવારને બિલોંગ કરે છે. આ કારણથી જ નવરાત્રીનો તહેવાર તેમના માટે ખૂબ મહત્વનો છે દર વર્ષે કાજોલની દુર્ગાપૂજા પંડાલમાં પૂજાની તસવીરો માં દેખાય છે અને આ તહેવાર પર કાજોલ અને તનિષા બંને બંગાળી લુકમાં ખૂબ સુંદર લાગે છે. જણાવી દઈએ કે તનિષાએ પણ એક તસવીર શેર કરીને લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે અને સાડી લુકમાં તનિષા ખૂબ જ સુંદર લાગી રહી છે.
 • પૂજા બેનર્જી
 • ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ પૂજા બેનર્જી પણ બંગાળી પરિવાર સાથે જોડાયેલી છે અને પૂજાએ પણ બંગાળી લુકમાં પોતાની તસવીર શેર કરીને તેમના ફેન્સને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. જણાવી દઈએ કે પૂજાએ ગુલાબી અને નારંગી રંગની ખૂબ જ સુંદર સાડી પહેરી છે અને કપાળ પર બિંદી શણગારેલા વાળમાં ગજરા લગાવીને પૂજા ખૂબ જ સુંદર લાગી રહી છે તમારી માહિતી માટે જણાવી દઈએ કે પૂજા આ મહિને માતા બની છે અને તે પોતાના બાળક સાથે આ વખતે નવરાત્રીની ઉજવણી કરી રહી છે.
 • બિપાસા બાસુ
 • બૉલીવુડ એક્ટ્રેસ બિપાસા બાસુ બંગાળી પરિવારની છે અને બિપાસા પણ દર વર્ષે નવરાત્રીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવે છે અને તેમનો બંગાળી લુક ખૂબ જ સુંદર લાગે છે. જણાવી દઈએ કે એક્ટ્રેસએ ગત વર્ષે પોતાના પતિ સાથે નવરાત્રીના પ્રસંગે સિંદૂર પણ રમ્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
 • મૌની રોય
 • ટીવી અને બોલિવૂડની સુંદર એક્ટ્રેસ મૌની રોય દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે અને દર વર્ષે મૌની દુર્ગાપૂજાની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરે છે અને આ વર્ષે પણ મૌનીએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર માતા દુર્ગાની તસવીર શેર કરીને પોતાના ફેન્સને નવરાત્રીના અભિનંદન આપ્યા છે કારણ કે તેઓ આ વર્ષે દેશમાં નથી પણ વિદેશમાં સમય વિતાવી રહી છે.
 • પાયલ ઘોષ
 • ટીવી એક્ટ્રેસ પાયલ ઘોષે પણ નવરાત્રી નિમિત્તે ખૂબ જ સુંદર લુકમાં પોતાની તસવીર શેર કરી છે અને પોતાના ફેન્સને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે.

Post a Comment

0 Comments