એક હિટ ફિલ્મ આપીને બોલિવૂડમાથી ગાયબ જ થઈ ગઈ આ 5 અભિનેત્રીઓ, એકને તો જોઈને ઓળખી જ નહીં શકો

  • ઇશા ગુપ્તા ખૂબ જ સુંદર અભિનેત્રી છે. તેમની સુંદરતા જોઈને લોકોને એમ જ લાગતું હતું કે તેઓ બોલિવૂડમાં વિશેષ સ્થાન બનાવશે. તેણે તેની પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં હલચલ મચાવી હતી. ઇશા ગુપ્તાએ મહેશ ભટ્ટની ફિલ્મ ‘ જન્નત 2 ’ થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ઇશા ગુપ્તા બોલીવુડમાં પ્રવેશતા પહેલા મોડેલિંગ કરતી હતી. તેણે ફેમિના મિસ ઈન્ડિયા 2007 માં ભાગ લીધો હતો. જેમાં તેને મિસ ફોટોજેનિકનો એવોર્ડ મળ્યો હતો. ઈશા ગુપ્તાએ ‘ જન્નટ 2 ’ પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મો બોક્સ ઑફિસ પર કમાલ કરી શકી નહીં. હવે ઇશા ગુપ્તા ફિલ્મોમાં દેખાતી નથી. ઇશા ગુપ્તા જેવી ઘણી અભિનેત્રીઓ છે જે બોલીવુડમાં હિટ ફિલ્મ આપ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી. જાણીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે જે એક હિટ ફિલ્મ આપ્યા બાદ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ હતી.
  • કિમ શર્મા
  • કિમ શર્મા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી છે. તેણે યશ રાજની ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં કિમ શર્માની સાથે બોલિવૂડના બીજા ઘણા મોટા સ્ટાર પણ હતાં. ‘મોહબ્બતેં’ જેવી સુપરહિટ ફિલ્મ પછી, કિમ શર્માને ઘણી ફિલ્મોની ઑફર મળી, પરંતુ તેની બધી ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. હવે કિમ શર્માએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી છે.
  • શમિતા શેટ્ટી
  • એવી જ પ્રખ્યાત અને સુંદર ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી સાથે થયું હતું. આમ તો, શમિતા શેટ્ટીએ બે ત્રણ ફિલ્મોમાં ખૂબ સારા આઈટમ નંબર્સ કર્યા છે. શમિતા શેટ્ટીએ પણ તેની ફિલ્મ કારકીર્દિની શરૂઆત ફિલ્મ ‘મોહબ્બતેં’ થી કરી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેની એક પણ ફિલ્મ સફળ થઈ ન હતી. હવે શમિતા શેટ્ટી કોઈ પણ ફિલ્મમાં દેખાતી નથી. થોડા દિવસો પહેલા શમિતા કલર્સ ટેલિવિઝન પર પ્રસારિત થનારા રિયાલિટી શો "ખતરોં કે ખિલાડી" માં જોવા મળી હતી.
  • સોનલ ચૌહાણ
  • ઇમરાન હાશમીથી ફિલ્મથી કરિયરની શરૂઆત કરનારી બીજી હિરોઇનનું નામ છે સોનલ ચૌહાણ… સોનલ ચૌહાણની પહેલી ફિલ્મ “જન્નત” સુપરહિટ હતી. જન્નત ફિલ્મ જોયા પછી લોકોને લાગ્યું કે સોનલ બોલિવૂડમાં એક ખાસ જગ્યા બનાવી શકશે. સોનલે અમિતાભ બચ્ચન સાથે તેની બીજી ફિલ્મમાં કામ કર્યું હતું, પરંતુ તે ફિલ્મ પણ સફળ થઈ શકી નહીં. હવે સોનલે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે.
  • આયશા ટાકિયા
  • આયશા ટાકિયાએ પહેલી વાર ‘ટારઝન ધ વન્ડર કાર’ માં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઑફિસ પર કોઈ વંડર નહોતી કરી શકી. આયશાની બીજી ફિલ્મ ‘વોન્ટેડ’ બોક્સ ઑફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન આયશા સાથે હતા. આયશાએ આ ફિલ્મ પછી ઘણી હેડલાઇન્સ બનાવી હતી. પરંતુ આ ફિલ્મ પછી આયેશા ટાકિયાની કોઈ પણ ફિલ્મ સફળ થઈ ન હતી. હવે આયેશાએ ફિલ્મ્સથી અંતર બનાવી લીધું છે અને તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

Post a Comment

0 Comments