પોતાના દમ પર 'બોલિવૂડની રાણી' બની આ 5 અભિનેત્રીઓ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતા તેમના કોઈ માયબાપ

  • નેપોટિઝમ એટલે કે પક્ષપાતી તરફેણવાદ એવી વસ્તુ છે જેમનાથી બોલીવુડમાં ઘણા લોકોએ કરિયર બનાવ્યું છે. ફિલ્મ ઉદ્યોગમાં નાની ભૂમિકા મેળવવા હજારો એક્ટ્રેસ ઓડિશન આપે છે. ત્યાર પછી કોઈને કામ મળે છે. જો ફિલ્મમાં કોઈ હીરો કે હિરોઇન બનવાની વાત થાય છે તો આ મામલો વધુ સંઘર્ષપૂર્ણ બને છે. મુંબઇ ટ્રેનમાં દરરોજ હજારો લોકો આંખોમાં સપનાની સાથે બોલીવુડ એક્ટર અથવા એક્ટ્રેસ બનવા માટે આવે છે. પરંતુ તો પણ ફિલ્મોમાં મુખ્ય પાત્રની ભૂમિકા મળતી નથી. ત્યાં જ બીજી બાજુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમના માતા, પિતા અથવા અન્ય કોઈ સંબંધીઓ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા નામ છે. આ લોકો ફિલ્મોમાં કોઈપણ સંઘર્ષ વિના ડાયરેક્ટ હીરો અથવા હિરોઇનની ભૂમિકા ખૂબ જ સરળતાથી મળી જાય છે.
  • આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, સારા અલી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર વગેરે તેમના દાખલા છે. તેમ છતાં તેઓ કહે છે કે જ્યારે તમારા ઇરાદા મજબૂત હોય તો વિશ્વની કોઈ પણ શક્તિ તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં રોકે નહીં. આ જ કારણ હશે કે બોલીવુડમાં કેટલીક એવી એક્ટ્રેસઓ છે કે જેઓ ફિલ્મના બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતાં બોલીવુડમાં તેમનો સિક્કો જમાવી દીધો છે. આજે આ અભિનેત્રીઓ બોલિવૂડની રાણીથી ઓછી નથી.
  • એશ્વર્યા રાય
  • 1994 માં મિસ વર્લ્ડનો તાજ પહેરેલી એશ્વર્યા રાય પોતાના દમ પર બોલિવૂડમાં ટોચ પર પહોંચી ગઈ છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. આ પછી વિશ્વ સુંદરતાનું બિરુદ તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. આ પછી તેમને બોલિવૂડ ફિલ્મ્સની ઘણી ઓફર્સ મળી. એશ્વર્યાએ પણ આ તકોનો લાભ લીધો અને પોતાને સાબિત કરી અને આજે તે ટોચની એક્ટ્રેસ બની ગઈ.
  • દીપિકા પાદુકોણ
  • બહુ ઓછા લોકો જાણે છે કે દીપિકા સારી એક્ટ્રેસની સાથે સારી બેડમિંટન ખેલાડી પણ છે. તે રાષ્ટ્રીય કક્ષા સુધી રમી ચૂકી છે. તેમને આ ટેલેન્ટ તેમના પિતા પ્રકાશ પાદુકોણ પાસેથી મળ્યું છે. તેઓ ભારતના પ્રોફેશનલ બેડમિંટન ખેલાડી પણ રહ્યાં છે. એકવાર દીપિકા એક જાહેરાત શૂટ કરવા મુંબઈ ગઈ હતી. આ જાહેરાત ખૂબ જ લોકપ્રિય થઈ. આ પછી તે હિમેશ રેશમિયાના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી. બસ આ પછી તેમણે ધીરે ધીરે બોલિવૂડમાં રાજ કરવાનું શરૂ કર્યું.
  • પ્રિયંકા ચોપડા
  • પ્રિયંકાએ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને સીધી બોલીવુડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો. થોડા વર્ષો પછી તે હોલીવુડ સુધી પહોંચી. હાલમાં હોલીવુડ એક્ટર અને સિંગર નિક જોન્સ તેમના પતિ છે.
  • અનુષ્કા શર્મા
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ન હોવા છતાં અનુષ્કાએ પોતાની પેહલી ફિલ્મ યશ ચોપરાના બેનર હેઠળ શાહરૂખ ખાન સાથે શરૂઆત કરી હતી. બાકીની કહાની તમે જાણો છો. તે આજે ટોચની અભિનેત્રી હોવાની સાથે એક ફિલ્મ પ્રોડ્યૂસર છે અને વિરાટ કોહલીની પત્ની પણ છે.
  • કંગના રનૌત
  • નેપોટિઝમને ધિક્કારતી કંગના તેમના ઘરવાળાઓની ઇચ્છા વિરુદ્ધ મોડેલિંગ કરવા દિલ્હી આવી હતી. આ પછી તે મુંબઈ આવી હતી જ્યાં તેમને અનુરાગ બાસુની ગેંગસ્ટર ફિલ્મમાં પેલું કામ મળ્યું. આજે લોકો તેમને બોલીવુડની રાણી પણ કહે છે.

Post a Comment

0 Comments