પોતાના પ્રેમને મેળવવા માટે બોલિવૂડના આ 5 સ્ટાર્સે અપનાવ્યો હતો ઇસ્લામ ધર્મ, જાણો તેમના નામ

 • એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ પ્રેમ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પછી ભલે તે ધર્મ બદલવાનો જ કેમ ન હોય. બોલિવૂડ સેલેબ્સ પણ તેમનો પ્રેમ મેળવવા માટે દરેક હદ સુધી પહોંચી ગયા છે. આજે અમે તમને બોલીવુડના કેટલાક એવા જાણીતા સેલેબ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે લગ્નના બંધનમાં બંધાવા માટે પોતાનો ધર્મ બદલીને ઈસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો. આમાંથી કેટલાક ચહેરાઓના નામ જાણીને, તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તો ચાલો જાણીએ સેલિબ્રિટીના નામ કે જેમણે પ્રેમ માટે ધર્મની બધી સીમાઓ ઓળંગી નાખી.
 • આયેશા ટાકિયા
 • બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાએ 'વોન્ટેડ' અને 'ટાર્જન ધ વન્ડર કાર' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ફરહાન આઝમી સાથે તેનું અફેર ઘણા સમયથી ચાલ્યુ હતું. અંતે, તેનો પ્રેમ મેળવવા માટે, તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને ફરહાન સાથે લગ્ન કરી લીધા.
 • ધર્મેન્દ્ર
 • ધર્મેન્દ્ર બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પરિચિત ચહેરો છે. તેમની યુવાની દરમિયાન, ધર્મેન્દ્ર એટલા સુંદર હતા કે લાખો છોકરીઓ તેમના ઓશિકા નીચે તેની તસવીર રાખીને સૂતી હતી. ધર્મેન્દ્રના લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા પરંતુ બાદમાં તેમને હેમા માલિની સાથે પ્રેમ થઈ ગયો. તે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા દેવા નહોતા માંગતા, તેથી તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને હેમા માલિનીને બીજી પત્ની બનાવી.
 • અમૃતા સિંઘ
 • અમૃતા સિંહ એક સમયે બોલિવૂડની સુપરસ્ટાર રહી ચૂકેલી છે. તેમનું ગીત 'જબ હમ જવાં હોંગે, જાને કહાં હોંગે' આજે પણ લાખો લોકોની ધડકન છે. તેનું લાંબા સમયથી સૈફ અલી ખાન સાથે અફેર રહ્યું હતું. આખરે, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેમના પ્રેમને મેળવવા, માટે અમૃતાએ ઇસ્લામ ધર્મ સ્વીકાર કરવો પડ્યો.
 • મમતા કુલકર્ણી
 • બોલિવૂડની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ ઇસ્લામ ધર્મ સ્વીકારવા પાછળ એક મોટું કારણ છે. તેના બોયફ્રેન્ડ વિકી ગોસ્વામીને દુબઈ પોલીસે ડ્રગ્સની હેરાફેરી બદલ ધરપકડ કરી હતી. આને કારણે તેને ત્યાં 25 વર્ષની સજા ફટકારી હતી. આવી સ્થિતિમાં વિકી ગોસ્વામીએ પોતાની સજા ઓછી કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો. 2001 માં વિકી છૂટ્યા પછી, મમતા કુલકર્ણીને તેની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો હતો.
 • મહેશ ભટ્ટ
 • બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ફિલ્મમેકર મહેશ ભટ્ટે લગ્ન કર્યા હતા પણ મુસ્લિમ યુવતી સોની રાજદાનના પ્રેમમાં પડી ગયા હતા. જેના માટે તેણે હિન્દુ મેરેજ એક્ટથી બચવા માટે તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને સોની રાજદાન સાથે લગ્ન કર્યા હતા.

Post a Comment

0 Comments