ખરાબ મેકઅપને કારણે રાણુ મંડલ જ નહીં પરંતુ આ 4 ફેમસ એક્ટ્રેસ પણ થઈ ચૂકી છે ટ્રોલ, જાણો લીસ્ટમાં કોણ કોણ છે

 • આપણા બોલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ પોતાના અભિનયથી લોકોનું હૃદય જીતવામાં સફળ રહી છે અને લોકોને આ એક્ટ્રેસનો લૂક અને ખૂબસૂરતી ખૂબ પસંદ આવે છે .પરંતુ કેટલીકવાર: આ અભિનેત્રીઓનો તે જ લુક તેમના ટ્રોલનું કારણ પણ બની જાય છે. ખરેખર કેટલીકવાર આ એક્ટ્રેસ પોતાને સૌથી અલગ અને સુંદર બતાવવા માટે તેના લુક અને મેકઅપની સાથે આવો વિચિત્ર એક્સપેરિમેંટ કરે છે તે જોઈને લોકો તેને ટ્રોલ કરવાનું શરૂ કરે છે અને તેના લૂકની મજાક ઉડાવવામાં આવે છે.
 • આજે અમે તમને બોલીવુડની એવી કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ તેમના વિચિત્ર મેક-અપને કારણે ટ્રોલ થઈ છે અને તેમનો આ લુક પણ હેડલાઇન્સમાં રહ્યો હતો તો ચાલો જાણીએ કે તેમાં કોનું કોનું નામ શામેલ છે.
 • પ્રિયંકા ચોપડા
 • બોલિવૂડ જ નહીં હોલીવુડમાં પણ પોતાની સુંદરતા અને શૈલીથી બધાને દિવાના બનાવનાર પ્રિયંકા ચોપડા હવે ગ્લોબલ આઇકોન બની ગઈ છે પરંતુ પ્રિયંકા ચોપડા હંમેશાં તેમના નવા લૂકમાં એક્સપેરિમેંટ કરતી રહે છે જેમને લોકો પણ ખૂબ પસંદ કરે છે. પરંતુ કેટલીકવાર પ્રિયંકા તેમના લુકને કારણે ટ્રોલ થઈ છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડા એક સમયે પતિ નિક સાથે મેટ ગાલાના કાર્યક્રમમાં જોવા મળી હતી અને આ પ્રોગ્રામમાં પ્રિયંકાએ જે મેકઅપ કર્યો હતો આજે પણ લોકો તેને ભૂલી શક્યા નથી. જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાના લૂકની વિદેશમાં પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ આપણાં દેશમાં તેમના આ લુક માટે ટ્રોલ થઈ હતી અને આજે પણ લોકો તેમના લુકની મજાક ઉડાવતા રહે છે.
 • એશ્વર્યા રાય
 • વર્લ્ડ સુંદરીનો ખિતાબ જીતનાર એક્ટ્રેસ એશ્વર્યા રાય તેમના લુક માટે ઘણી વાર ટ્રોલ થઈ રહી છે. જણાવી દઈએ કે એશ્વર્યાના લુકની ચર્ચા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ થાય છે અને એશ્વર્યા એ દર વર્ષે કાંસ ફેસ્ટિવલમાં ભાગ જરૂર લે છે. અને આ ફેસ્ટિવલમાં એકવાર એશ્વર્યાને તેમની લિપસ્ટિક માટે ટ્રોલ કરવામાં આવી હતી, જણાવી દઈએ કે એશ્વર્યા ના મેકઅપની સાથે તેમની લિપસ્ટિક બરાબર મેચ ખાતી નહોતી અને આ 2016 ની વાત હતી જ્યારે એશ તેમના મેકઅપથી ટ્રોલ થઈ હતી.
 • રાણુ મંડલ
 • થોડા દિવસો પહેલા સોશ્યલ મીડિયા પર રાતોરાત પ્રસિદ્ધિ મેળવનારી સિંગર રાણુ મંડલને તેમના મેક-અપને કારણે ટ્રોલ પણ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રાણુની એક તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ હતી જેમાં તે વધુ ભારે મેકઅપમાં જોવા મળી હતી જે તેમના સ્કીન ટોન સાથે જરા પણ મેચ ન હતું.
 • રાખી સાવંત
 • બોલિવૂડની કંટ્રોવર્સી ક્વીન કહેવાતી એક્ટ્રેસ રાખી સાવંતને એક વખત નહીં પરંતુ ઘણી વાર તેમના કદરૂપા મેકઅપ માટે ટ્રોલ કરવામાં આવે છે પરંતુ છતાં પણ રાખીને વાંધો નથી અને તેમને ઘણીવાર તેમના મેકઅપની કારણે ટ્રોલ કરવામાં આવે છે.
 • દિશા પટની
 • બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી હંમેશાં તેમના લૂક માટે હેડલાઇન્સમાં રહે છે અને ઘણી વખત દિશા તેમની તસવીરો શેર કરીને ફેન્સનું દિલ જીતતી રહે છે પરંતુ તાજેતરમાં દિશાએ એક સેલ્ફી પોસ્ટ કરી હતી જેમાં રેડ લિપસ્ટિક લગાવી હતી અને દિશાની આ તસવીર કેટલાક લોકોને ખૂબ ગમી ગઈ તો કેટલાક લોકોએ તેને મેકઅપની દુકાન કહીને ટ્રોલ કર્યું.

Post a Comment

0 Comments