38 કરોડના આ શાનદાર ઘરમાં રહે છે સાઉથના આ લોકપ્રિય સુપરસ્ટાર, રાજા મહારાજાઓ જેવી છે લાઇફસ્ટાઇલ

  • ચિરંજીવી સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર છે. તેમના પુત્ર રામ ચરણની ગણના ટોલીવુડના સૌથી ધનિક કલાકારોમાં થાય છે. રામચરણે 2007 માં ફિલ્મ "ચિરુથા" થી તેના કરિયરની શરૂઆત કરી હતી. રામ ચરણની ફેન ફોલોઇંગ તેમના પિતા ચિરંજીવીની જેમ જ છે. થોડા સમય પહેલા રામચરણના પિતા અને સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીની ફિલ્મ ‘સઈ રા નરસિમ્હા રેડ્ડી’ રિલીઝ થઈ છે. આ મૂવી તેલુગુ બોક્સ ઑફિસ પર કમાલ મચાવી હતી. રામચરણ ફિલ્મની સફળતાથી ખૂબ ખુશ લાગે છે. રામચરણ પણ તેમના પિતા ચિરંજીવીની જેમ સાઉથ મૂવીઝના ટોપ કલાકારોમાંના એક છે. આજે અમે તમને રામચરણની વૈભવી જીવનશૈલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
  • ફિલ્મો ઉપરાંત, રામચરણ વ્યક્તિગત રોકાણો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ પૈસા કમાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રામચરણનો બંગલો હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં મુખ્ય સ્થાન પર છે. જણાવી દઈએ કે રામચરણની મગધીરા ફિલ્મ ખૂબ મોટી સફળ સાબિત થઈ હતી અને આ ફિલ્મ બાદ લોકો રામચરણને સ્ટાર તરીકે જોવા લાગ્યા.
  • તેમના મકાનની કિંમત 38 કરોડ રૂપિયા છે. અહેવાલ મુજબ રામચરણનો બંગલો સાઉથના બધા સ્ટાર્સ કરતા સૌથી મોંઘો અને મોટો છે. રામ ચરણ ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત એક સફળ બીજનેસમેન પણ છે. આ સિવાય રામચરણ હૈદરાબાદની એરલાઇન્સ ટૂ ઝેડના માલિક પણ છે. રામચરણ હૈદરાબાદમાં પોલો રાઇડિંગ ક્લબ પણ ચલાવે છે.
  • રામ ચરણ એમએએ ટીવીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ શામેલ છે. તેઓ એક ફિલ્મ માટે લગભગ 12 થી 15 કરોડ રૂપિયા લે છે. તાજેતરમાં જ રામચરણે પોતાનું નવું પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. તેમના પ્રોડક્શન હાઉસનું નામ "કોનિડેલા પ્રોડક્શન કંપની" રાખવામાં આવ્યું છે, મના પ્રોડક્શન હાઉસમાંથી રામચરણે 2 તમિલ ફિલ્મો પ્રોડ્યુસ કરવાની સાથે સાથે એક તમિલ ફિલ્મમાં ગીત પણ ગાયું છે.
  • સાઉથના સુપરસ્ટાર રામચરણને બોલિવૂડન ફિલ્મોમાં એટલી સફળતા મળી નહોતી જેટલી તમને સાઉથની ફિલ્મોમાં મળી હતી. રામચરણે બોલિવૂડની ફિલ્મ ઝંજીરમાં કામ કર્યું હતું, પરંતુ તે પીકચર બોક્સ ઑફિસ પર ફ્લોપ થઈ ગયું હતું. 14 જૂન, 2012 ના રોજ, રામ ચરણે અપોલો હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન, પ્રતાપ સીડીની પૌત્રી ઉપસણા કામિનેની સાથે લગ્ન કર્યા.
  • રામચરણ બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મના ડિરેક્ટર પણ એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આર આર આરમાં પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રામચરણ સાથે જુનિયર એનટીઆર પણ જોવા મળશે. રામચરણના ચાહકો તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સુપરસ્ટાર ચિરંજીવીની જેમ રામચરણે પણ તેલુગુ ફિલ્મોમાં સારું નામ કમાવ્યું છે. રામચરણ અત્યાર સુધી ચિરુથા (2007) નાયક (2012) યાવડુ (2013) બ્રુસ લી ધ ફાઇટર (2015) જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.
  • રામચરણે તેના પિતા ચિરંજીવીની 150 મી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મમાં રામચરણના કાકા પવન કલ્યાણ પણ દેખાયા હતા. રામચરણને તેની ફિલ્મ મગધીરા પછી ઓળખ મળી. મગધિરા ફિલ્મ રામ ચરણના કરિયરની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રામચરણે શાનદાર અભિનય કર્યો હતો. રામચરણ એક બોલિવૂડ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા સાથે પણ જોવા મળ્યા હતા.

Post a Comment

0 Comments