સૈફ સહિતના આ અભિનેતાઓએ કર્યા નાની ઉમરની છોકરી સાથે લગ્ન, કોઈની પત્ની 22 તો કોઈની 27 વર્ષ છે નાની

 • બોલિવૂડમાં કોઈ પણ વાત બની શકે છે અને હવે તે સામાન્ય નથી. ઘણા સ્ટાર્સ તેમની પર્સનલ લાઇફ શેર કરવા માંગતા નથી, પરંતુ કેટલાક એવા પણ છે જેમની પર્સનલ લાઇફ કોઈથી છુપાયેલી નથી. તેઓએ કોઈ પણ રીતે લગ્ન કર્યા હોય તે વિશેષ રહ્યા છે પછી કોઈએ નાના ઉમરના છોકરા સાથે અથવા તો નાની છોકરી સાથે લગ્ન કર્યા હોય, પરંતુ આજે તેઓ તેમના જીવનમાં ખુશીથી જીવે છે. સૈફ સહિત આ અભિનેતાઓએ નાની ઉમરની છોકરી સાથે લગ્ન કર્યા, કોણ છે આ સ્ટાર્સ તમે અનુમાન કરી શકો છો?
 • સૈફ સહિતના આ અભિનેતાઓએ કર્યા નાની ઉમરની છોકરી સાથે લગ્ન
 • બોલિવૂડમાં એવા ઘણા યુગલો છે જેઓ તેમના પાર્ટનર વિશે હેડલાઇન્સ બનાવતા જોવા મળ્યા છે. કોઈએ બે કે ત્રણ લગ્ન કર્યા, તો કોઈને તેમના જીવનસાથીની ઉંમર તેમની સાથે મેચ ખાતી નથી. આજે અમે તમને એવા કેટલાક સ્ટાર્સ યુગલો વિશે વાત કરીશું જેમણે નાની ઉમરની છોકરી સાથે લગ્ન કર્યા.
 • સૈફ અલી ખાન અને કરીના કપૂર
 • વર્ષ 2012 માં સૈફ અલી ખાને બીજી વાર કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેમની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે. 10 વર્ષ નાની કરીના કપૂરે તેમના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે તેમણે સૈફ સાથે લગ્ન કરવા માટે તેમના ઘરથી ભાગી જવાની યોજના બનાવી હતી અને તમને જણાવી દઈએ કે ટશન ફિલ્મથી બંને કલાકારો વચ્ચે પ્રેમની અનુભૂતિ પહેલી વાર થઈ હતી.
 • મિલિંદ સોમન અને અંકિતા કંવર
 • 90 ના દાયકાના લોકપ્રિય મોડેલ મિલિંદ સોમાને 27 વર્ષની નાની યુવતી સાથે લગ્ન કર્યા. મિલિંદે લાંબા સમય સુધી અંકિતાને ડેટ કરી અને ત્યારબાદ 52 વર્ષની વયે અંકિતા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે મિલિંદે અગાઉ ફ્રેન્ચ એક્ટ્રેસ મેલિન જાંપાનોઇ સાથે લગ્ન કર્યા હતા જેની સાથે તેઓ 3 વર્ષ રહ્યા હતા.
 • દિલીપકુમાર અને સાયરા બાનુ
 • બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે 44 વર્ષની વયે 22 વર્ષીય એક્ટ્રેસ સાયરા બાનૂ સાથે લગ્ન કર્યા. તેમની જોડી ઈન્ડસ્ટ્રીમાં સૌથી રોમેન્ટિક કપલ્સમાંથી એક રહી છે. લગ્નના 50 વર્ષ પછી પણ સાયરા બાનુ અને દિલીપકુમાર આજે પણ સાથે છે અને સાયરાને આજે પણ દિલીપકુમાર માટે ઘણો પ્રેમ છે.
 • શાહિદ કપૂર અને મીરા રાજપૂત
 • બોલિવૂડના ક્યૂટ કપલ શાહિદ અને મીરા પણ વારંવાર જોવા મળતા હોય છે. સમાચારો અનુસાર મીરા શાહિદ કપૂરથી 13 વર્ષ નાની છે અને તેમના લવ નહીં અરેંજ મેરેજ હતા. તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરાને બે બાળકો મેશા અને જૈન છે.
 • સંજય દત્ત અને માન્યતા દત્ત
 • બોલિવૂડના બાબા સંજુ અને માન્યતા વચ્ચે 20 વર્ષનો તફાવત છે.તેમની વચ્ચે આજે પણ ખૂબ પ્રેમ દેખાય છે અને તેમના બે બાળકો છે. માન્યતાએ પોતાના પરિવારને સારી રીતે સંભાળીને રાખ્યો છે. તેમના લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા અને તેઓ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ યુગલોમાં માનવામાં આવે છે.

Post a Comment

0 Comments