કેબીસી 2020 માં ફૂલબાસનએ જીત્યા 50 લાખ રૂપિયા, તેમની સ્ટ્રગલ સ્ટોરીથી તમારી આંખોમાથી આવી જશે આસું

  • આમ તો ટીવી પર ઘણા રિયાલિટી શો આવતા રહે છે પરંતુ કૌન બનેગા કરોડપતિ એકમાત્ર એવો શો છે જે છેલ્લા ઘણા વર્ષોથી સતત દર્શકોની પહેલી પસંદ રહ્યો છે. આ શોમાં કેટલા લોકો પૈસા કમાવવાનું સપનું લઈને આવે છે. તેમાંથી કેટલાકને હારનો સામનો કરવો પડે છે, જ્યારે કેટલાક નોંધપાત્ર રકમ કમાઈને જાય છે. આ શો ને અમિતાભ બચ્ચન દ્રારા હંમેશાં હોસ્ટ કરવામાં આવે છે જેઓ હવે આ શોની પહેલી પસંદ બની ગયા છે. તાજેતરમાં શો ની 12 મી સીઝનના 12મો એપિસોડ પ્રસારિત થયો હતો. જે શુક્રવારે રાત્રે 9 થી 11 વાગ્યા સુધી ચાલ્યો હતો.કર્મવીર સ્પેશ્યલ એપિસોડમાં આ વખતે હોટસીટ પર છત્તીસગઢના ફુલબાસન યાદવ બેઠા હતા જેની સાથે અભિનેત્રી રેણુકા શહાણેએ તેમનો સાથ આપ્યો હતો. જણાવી દઈએ કે ફુલબાસન આર્થિક રીતે પીછડી મહિલાઓના જીવનમાં સુધાર લાવવા માટે લાંબા સમયથી કામ કરી રહ્યા છે.
  • હાલમાં ફુલબાસનની ઉમર 50 વર્ષની છે, પરંતુ તે લાંબા સમયથી મહિલાઓ માટે ઉદાહરણ તરીકે કામ કરી રહ્યાં છે. કદાચ આ જ કારણથી તેમના કાર્યને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ફુલબાસનના પ્રયત્નોને કારણે આજે છત્તીસગઢ ની કેટલી મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ચાલો જાણીએ તેમની સ્ટ્રગલ સ્ટોરી.
  • અમિતાભને જણાવી તેમની પીડા
  • જણાવી દઈએ કે કૌન બનેગા કરોડપતિની હોટ સીટ પર બેસતી વખતે ઘણા સહભાગીઓ તેમના જીવનની વાતો અમિતાભ બચ્ચન સાથે શેર કરતા રહે છે. આમ ફુલબાસન યાદવે તેમના જીવન અને સંઘર્ષને લગતી ઘણી વાતો પણ કહી હતી. તેમણે કહ્યું કે તેમને નાનપણથી જ વાંચનનો ખૂબ શોખ હતો ગરીબીને કારણે તેમના માતાપિતા તેમને ભણાવી શક્યા નહીં. એક તો ગરીબ હતી અને ઉપરથી એક છોકરી તેથી તે આગળ અભ્યાસ કરી શક્યા નહીં. આવું હોવા છતાં તેમણે હાર માની નહીં અને નિશ્ચય કર્યો કે તે જીવનમાં એકના એક દિવસ કંઈક એવું કરશે જેથી તે તેના પરિવારના સભ્યોના નામ રોશન કરી શકશે.
  • ફૂલબાસને પૂછ્યો હતો આ પ્રશ્ન…
  • ફુલબાસન આજે ઘણી સ્ત્રીઓની શક્તિની તાકાત બનીને ઉભરી છે. શોમાં તેણે 50 લાખ રૂપિયાની મોટી રકમ કમાઈ છે. તેમને 50 લાખ રૂપિયાનો આ સવાલ પૂછવામાં આવ્યો હતો: -
  • સવાલ: આમાંથી ક્યા પર્યાવરણવાદી હતા જેમને, તેમના રાજય હિમાચલ પ્રદેશમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધની લડત અને અવાજ ઉઠાવવા માટે જાણીતા હતા?
  • 1. કિંકરી દેવી
  • 2. દયા બાઇ
  • 3. માનસી પ્રધાન
  • 4. ચુની કોટલ
  • આ સવાલનો સાચો જવાબ કિંકરી દેવી હતો. આનો સાચો જવાબ આપવા માટે ફૂલબાસન દેવીએ 'આસ્ક ધ એક્સપર્ટ' લાઇફલાઇનનો ઉપયોગ કર્યો કારણ કે તે જવાબ આપવા માટે ખૂબ મૂંઝવણમાં હતા.
  • ફૂલબાસન સમજે છે 'બાલિકા વધુ'નું દર્દ
  • નાની ઉંમરે લગ્ન કરીને 'બાલિકા વધુ' બનવાની યાત્રા સરળ નથી હોતી. ફૂલબાસન યાદવને પણ આ પીડા સહન કરવી પડી છે. તેમના લગ્ન 12 વર્ષની ઉંમરે એક ભરવાડ સાથે કરાવ્યા હતા. લગ્નના ટૂંક સમયમાં જ તેમના બાળકો પણ થયા. આવી સ્થિતિમાં પૈસાની અછત અને બાળકોને ખવડાવવાની ચિંતાથી તેઓને ઘરે ઘરે ખોરાક માંગવાની ફરજ પડી હતી. આવી મુશ્કેલીઓ જોયા પછી પણ તે ક્યારેય હારયા નહીં અને ગરીબી, ભૂખમરો અને બાળ લગ્ન વિરુદ્ધ કામ કરવાનું નક્કી કર્યું.

Post a Comment

0 Comments