નેહા કક્કડ સાથે બ્રેકઅપના 1 વર્ષ પછી હિમાંશ કોહલીએ તોડ્યું મૌન, કહ્યું 'અમારી વચ્ચે જે થયું તે ..'

  • નેહા કક્કડ આજે બોલિવૂડની ટોપ ગાયિકાઓમાંની એક છે. દરેક બીજી ત્રીજી ફિલ્મમાં નેહાનું એક ગીત જરૂર હોય છે. કરિયરની દ્રષ્ટિએ નેહાના નસીબ સારા રહ્યા છે. જો કે, તે પ્રેમની બાબતમાં તે થોડી કમનસીબ હતી. તમે બધા જાણો જ છો કે, નેહા અને હિમાંશ કોહલી થોડા સમય પહેલા રિલેશનશિપમાં હતાં. આ બંને બધે સાથે જતાં હતાં. ઇવેંટ્સ હોય કે કોઈપણ પાર્ટી તેમાં એકબીજાનો સાથ ક્યારેય નહોતા છોડતા. તેમના એક સાથે ફોટા સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. ફેંસને પણ તેની જોડી ખુબજ ગમતી હતી. જો કે, આ પછી બંને વચ્ચેનું અંતર વધવાનું શરૂ થયું અને ફાઇનલી બ્રેકઅપ થઈ ગયુ.
  • નેહા અને હિમાંશના બ્રેકઅપને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. તે દરમિયાન નેહા ઘણી વાર આ અંગે ચર્ચા કરી ચુકી છે. પછી તે ઇન્ટરવ્યૂ હોય કે તેના સોશ્યલ મીડિયા પરની આ વિશેની લાંબી લાંબી પોસ્ટ, નેહા આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરતી જોવા મળી છે. તેનાથી વિપરિત, હિમાંશે નેહા સાથે તેના બ્રેકઅપ પછી ક્યારેય ખુલીને વાત કરી નથી. પરંતુ તાજેતરમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં હિમાંશ પ્રથમ વાર આ વિષય પર ચર્ચા કરતા દેખાયા.
  • આ દરમિયાન હિમાંશે કહ્યું, “એક વર્ષ થઈ ગયું છે. હવે પાછું વાળીને જોવ છુ તો, મને તે વિશે વાત કરવાની ઇચ્છા નથી થતી. અમારી વચ્ચે જે બન્યું તે બસ થઈ ગયું. હવે તે બદલી શકાતું નથી. હું હજી પણ નેહાને માન આપું છું. મારી શુભેચ્છા હંમેશા તેમની સાથે છે સૌથી ખરાબ સમયમાં પણ, અમે એક બીજાને માન આપવાનું નથી છોડયું. તે એક મહાન આર્ટિસ્ટ અને એક મહાન વ્યક્તિ છે. હું પ્રાર્થના કરું છું કે તેને જીવનમાં જોઈતી બધી વસ્તુઓ મળે. હું તેના સુખ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. "
  • જ્યારે હિમાંશને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય તેની એક્સ ગર્લફ્રેન્ડ નેહા કક્કડ સાથે કામ કરવાનું પસંદ કરે છે, તો તેણે કહ્યું, "કેમ નહીં?" હું કોઈ સારા કામ માટે ના કેમ કહીશ? જો આપણાં કરિયરમાં કોઈ સારી ઓફર મળે છે, તો હું ચોક્કસપણે નેહા સાથે એક વ્યાવસાયિક તરીકે કામ કરીશ. અમારું ગીત ઓ હમસફર (2018) ખૂબ હિટ થયું હતું, તેને કરોડો લોકોએ જોયું હતું. લોકો હજી પણ તેમના વિશે સારી વાતો કરે છે. તેથી હું ક્યારેય પણ નેહા સાથેના સારા પ્રોજેક્ટમાં કામ કરવા માટે ઇનકાર કરીશ નહીં. "
  • 29 વર્ષીય હિમાંશ વધુમાં કહે છે કે તે હંમેશાં જીવનની સકારાત્મક બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. તે જણાવે છે, " આજ જીવન જીવવાની રીત છે." મારા જીવનના આ તબક્કે મારી પાસે પ્રેમ માટે કોઈ સમય નથી. મને લાગે છે કે મારે અત્યારે કામ કરવું જોઈએ. મારું ધ્યાન મારૂ કરિયર છે. હાલમાં મારો સારો સમય પસાર થઈ રહ્યો છે અને મને ઘણી તકો પણ મળી રહી છે, તેથી હું તેનો પૂરો લાભ લેવા માંગુ છું. "
  • જણાવી દઈએ કે એક જૂના ઇન્ટરવ્યૂમાં નેહાએ એમ પણ કહ્યું હતું કે તે પણ હવે જીવનમાં આગળ વધી ચૂકી છે અને તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

Post a Comment

0 Comments