અમિતાભનું 'કેબીસી 11' અને સલમાનનું 'બિગ બોસ 13' થયું ટોપ 5 ટીઆરપી લિસ્ટ માંથી બહાર, નંબર 1 પર છે આ શો

 • ટીઆરપી રેટિંગ બતાવે છે કે કયો શો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. થોડા સમય પછી, ટીઆરપી રેટિંગ બદલાય છે. આજે જે નંબર 1 પર છે તે આવતીકાલે સૂચિમાંથી બહાર પણ હોઈ શકે છે. આ વખતે ફરી એકવાર ટીવી ફેંસ માટે ટીઆરપી રેટિંગ બહાર પાડવામાં આવ્યું છે. આ વખતની ટીઆરપીની સૂચિ જોઈને ફેંસ ચોંકી ઉઠશે. આ અઠવાડિયામાં ટીઆરપી રેટિંગ્સમાં ઘણો ઉલટ-પૂલટ જોવા મળ્યો હતો. પહેલા જે સિરિયલો પાછળ હતી આગળ અને આગળ હતી એ પાછળ થઈ ગઈ.
 • 41 મા અઠવાડિયાનો બાર્ક રિપોર્ટ આવી ગયો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ 11' અને સલમાન ખાનનો શો 'બિગ બોસ 13' ટીઆરપીની લિસ્ટમાં ખૂબ જ નીચે આવી ગયા છે. વળી, 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'ધ કપિલ શર્મા શો' પણ પડ્યા છે. આજની પોસ્ટમાં, અમે તમને જણાવીશું કે સીરિયલ ટીઆરપીની દોડમાં કઇ આગળ છે અને કઈ પાછળ છે.
 • નંબર1
 • બીએઆરસીના અહેવાલ મુજબ, પ્રથમ નંબર પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લી વારની જેમ આ સમયે પણ ઝી ટીવી પર આવતો શો 'કુંડળી ભાગ્ય' નંબર 1 પર છે.
 • નંબર 2
 • આ સમયે નંબર બે પર સબ ચેનલ પર આવી રહ્યો કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છે. આ સમયે દયાની એન્ટ્રીના કારણે આ શો ઘણો જોવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે 'કુમકુમ ભાગ્ય' નંબર 2 પોઝિશન પર હતો.
 • નંબર 3
 • છોટી સરદારની કલર્સ પર શરૂ થયેલ એક નવો શો છે. તાજેતરમાં શરૂ થયેલ આ શોએ બાજી મારી લીધી છે. યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવા શોને છોડીને આ શો નંબર 3 ની પોઝિશન પર છે.
 • નંબર 4
 • તેમજ, ચોથા નંબર પર આવનાર શો 'સુપરસ્ટાર સિંગર: સિંગિંગ કા કાલ' છે. તેમજ, અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત શો 'કૌન બનેગા કરોડપતિ' ગત સપ્તાહે આ પોઝિશન પર હતો.
 • નંબર 5
 • તમને જણાવી દઈએ કે, ટીઆરપીની યાદીમાં ઝી ટીવીનો પ્રખ્યાત શો 'કુમકુમ ભાગ્ય' પાંચમા ક્રમે છે. જોકે શોની ટીઆરપી ઘટી છે, પરંતુ તે હજી ટોપ 5 ની લિસ્ટમાં છે.
 • ટીવીના પ્રખ્યાત શો 'બિગ બોસ 13' વિશે વાત કરીએ, તો આ શો શરૂ થયો ત્યારથી તે ટોપ 5નું સ્થાન મેળવી શક્યો નથી. આ સમયે પણ શો 16માં રેન્ક પર છે. આવી સ્થિતિમાં, શોની ટીઆરપી વધારવા માટે, નિર્માતાઓએ થોડું નવું ટેમ્પરિંગ લાગુ કરવું પડશે.
 • આ છે ગયા અઠવાડિયાની ટીઆરપી લિસ્ટ -
 • કુંડલી ભાગ્ય
 • કુમકુમ ભાગ્ય
 • એ રિસ્તા ક્યાં કહેલાતા હૈ
 • કોન બનેગા કરોડપતિ
 • સુપરસ્ટાર સિંગર: સિંગિંગ કા કાલ
 • મિત્રો, આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Post a Comment

0 Comments