લાઇમલાઇટથી દૂર છે આ 10 વિલનની પત્નીઓ, સુંદરતામાં આપે છે બોલિવૂડની હસીનાઓઓને ટક્કર

 • બોલીવુડની ફિલ્મોમાં જેટલી મોટી ભૂમિકા અભિનેતાઓની હોય છે તેટલી જ મહત્વની ભૂમિકા વિલનની પણ હોય છે. ઘણી ફિલ્મો અભિનેતાઓ કરતા વધુ વિલનને કારણે ચાલતી હોય છે. બોલીવુડ અભિનેતાઓની પત્નીઓ વિશે મોટાભાગના લોકો જાણે છે, પરંતુ વિલનની પત્નીઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો તમને બોલીવુડના એવા પ્રખ્યાત વિલનની સુંદર પત્નીઓ વિશે જણાવીએ.
 • અમરીશ પુરી
 • અમરીશ પુરી બોલિવૂડમાં વિલનની ભૂમિકા ભજવિને અમર થઈ ગયા. જોકે તેમણે ઘણી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ મિસ્ટર ઈન્ડિયામાં મોગૈમ્બોની ભૂમિકાથી આજે પણ જાણીતા છે. ઉર્મિલા દિવેકર સાથે 1957માં તેમના લગ્ન થયા હતાં. વર્ષ 2005 માં 12 જાન્યુઆરીએ હમેશા માટે પોતાની આંખ બંધ કરવાવાળા અમરીશ પુરીને રાજીવ પુરી અને નમ્રતા પુરી નામના બે બાળકો પણ છે.
 • પ્રકાશ રાજ
 • વિલન તરીકે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેમજ બોલિવૂડની ફિલ્મોમાં પ્રકાશ રાજ એક પ્રખ્યાત ચહેરો છે. તે ખાસ કરીને દબંગ 2, સિંઘમ અને મુંબઇ મિરર જેવી ફિલ્મોમાં પોતાના વિલન રોલ માટે જાણીતા છે. તેણે વર્ષ 2010 માં પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તેણે લલિતા કુમારી સાથે લગ્ન કર્યા હતા.
 • કબીર બેદી
 • બોલિવૂડની સાથે હોલીવુડમાં પણ કબીર બેદીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેમણે યલગાર અને કોહરામ જેવી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. કબીર બેદીના ચાર લગ્ન થયાં છે. હાલમાં પ્રવીણ દોસાંજ તેમની પત્ની છે, જેની સુંદરતા જોવા જેવી છે.
 • ડેની ડેંજોંગપા
 • બોલિવૂડના વિલનનું નામ લેવામાં આવે છે ત્યારે ડેની ડેંજોંગપાનું નામ કોઈ ભૂલી શકે નહીં. ઘણા ફિલ્મોમાં પોતાના વિલનના પાત્રને લોકોના દિલ સુધી પહોંચાડનારા ડેની ડેંજોંગપાએ 1990 માં ગાવા સાથે લગ્ન કર્યા હતા, જે દેખાવમાં ખૂબ સુંદર છે. તેમને રિનજિંગ ડેંજોંગપા અને પેમા ડેંજોંગપા નામના બે બાળકો પણ છે.
 • રંજીત
 • મોટા પડદા પર રંજીતના નામે અનેક રેપ સિંસ નોંધાયેલા છે. વિલન તરીકે રંજીતે પણ બોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. વાસ્તવિક જીવનમાં રંજીત તેમના ફિલ્મી પાત્રથી વિપરીત ખૂબ જ સારા વ્યક્તિ છે અને અલોકા બેદી તેમની પત્ની છે, જે ખૂબ જ સુંદર છે. તેમની સાથે રંજીત ખુશહાલ જીવન જીવી રહ્યાં છે. તેમને દિવ્યાંકા અને ચિરંજીવી નામના બે બાળકો પણ છે.
 • ગુલશન ગ્રોવર
 • બોલિવૂડના સૌથી લોકપ્રિય ખલનાયકોમાં ગણાતા ગુલશન ગ્રોવરે ખિલાડી કા ખિલાડી, મોહરા, સર અને રામ લખન જેવી ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવીને દરેકનું દિલ જીતી લીધું છે. ગુલશન ગ્રોવરે 1998 માં ફિલોમિના ગ્રોવર સાથે લગ્ન કર્યા, પરંતુ થોડા જ સમયમાં તેમના છૂટાછેડા થયા અને તેમણે કશીશ ગ્રોવર સાથે બીજા લગ્ન કર્યા. જો કે, આ લગ્ન પણ માત્ર એક વર્ષ જ ચાલ્યા હતા.
 • અમજદ ખાન
 • બોલિવૂડના પ્રખ્યાત વિલનની વાત કરીએ તો અમજદ ખાનનું નામ આવવાનું જ છે. શોલેમાં તેમના વિલનના પાત્રને કોણ ભૂલી શકે છે. અમજદ ખાને 1972 માં શેહલા ખાન સાથે લગ્ન કર્યા. તેમને શદાબ ખાન, સીમાબ ખાન અને અહલમ ખાન નામના ત્રણ બાળકો છે. 27 જુલાઈ 1992 ના રોજ તેમણે વિશ્વને અલવિદા કહ્યું.
 • મુકેશ ઋષિ
 • બોલિવૂડની સાથે સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ મુકેશ ઋષિએ વિલન તરીકેની પોતાની ઓળખ બનાવી હતી. ફિલ્મ ગુંડામાં તેમનું બુલ્લા નામનું પાત્ર આજે પણ યાદ છે. ફીજીમાં કેશનીને તેઓ મળ્યા હતા અને બાદમાં બંનેના લગ્ન થયા. તેમને રાઘવ ઋષિ નામનો એક પુત્ર છે.
 • પ્રેમ ચોપડા
 • તેમના પ્રખ્યાત સંવાદ પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા માટે યાદ કરવા વાળા બોલીવુડના સૌથી પ્રખ્યાત ખલનાયકોમાંના એક પ્રેમ ચોપડાએ ઘણી ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ખૂબ સરસ રીતે ભજવ્યું છે. તેમનું ખલનાયક ખાસ કરીને ઉપકર અને તીસરી મંજિલ ફિલ્મોમાં જોવા લાયક હતું. પ્રેમ ચોપડાએ 1969 માં ઉમા ચોપરા સાથે લગ્ન કર્યા હતા, જે ખૂબ જ સુંદર છે. તેમને પ્રેરણા ચોપડા, પુનીત ચોપડા અને રકીતા ચોપડા નામના ત્રણ બાળકો છે.
 • સદાશિવ અમરાપુરકર
 • ઘણી ફિલ્મોમાં પોતાના ખલનાયકનો અભિનય સાબિત કરનાર સદાશિવ અમરાપુરકર હવે આ દુનિયામાં નથી, પણ અર્ધ સત્ય જેવી ઘણી ફિલ્મોમાં તેમની ભૂમિકા યાદગાર બની છે. સુનંદા કરમારકર સાથે તેમણે 1973 માં લગ્ન કર્યાં હતાં, જેમની રીમા અમરાપુરકર નામની એક પુત્રી છે.

Post a Comment

0 Comments