કુંવારા રહેતા જ વૃદ્ધ થઈ ગયા બોલિવૂડના આ 10 અભિનેતા, છતાં પણ લગ્નનું નથી ટેન્શન

 • એવું કહેવામાં આવે છે કે લગ્ન એવા લાડુ છે જે તે ખાય તે પછતાય અને જે ન ખાય તે પણ પછતાય. જો કે આજે અમે તમને એવા દસ બોલિવૂડ અભિનેતા સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેમણે લગ્નના લાડુ ખાધા નથી, તો પણ મસ્ત અને બિન્દાસ જીવન જીવે છે. આ લોકો તેમના લગ્ન અંગે જરા પણ ચિંતિત નથી. તેઓ ફક્ત તેમની રીતે જિંદગી જીવવામાં માને છે. તો ચાલો એક એક કરીને તેમના વિશે વિગતવાર જાણીએ.
 • ડીનો મોરિયા
 • રાજ ફિલ્મથી પ્રખ્યાત બનેલા બોલિવૂડ એક્ટર ડીનો મોરિયા (42) ને કિસ્મત કરિયર અને પ્રેમ બંનેમાં ખરાબ નસીબ હતું.બોલિવૂડ કરિયર તેમનું ડૂબી ગયું છે, પરંતુ લગ્ન માટે કોઈ સ્થાન નથી. ડીનો બિપાશા બાસુથી લારા દત્તા સુધી ડેટ કરી ચૂક્યા છે પરંતુ આ વાત લગ્ન સુધી પહોચી ન હતી.
 • રાહુલ ખન્ના
 • વિનોદ ખન્નાના પુત્ર રાહુલ ખન્ના 47 વર્ષનો થયા છે, પરંતુ તે હજુ કુંવારા છે. ફિલ્મોમાં પણ તેમને કોઈ મોટું નામ નથી મળ્યું. જોકે તેમનો લુક હજી પણ યુવતીઓને આકર્ષિત કરે છે.
 • અક્ષય ખન્ના
 • પોતાની ઍક્ટિંગથી લોકોનું દિલ જીતનાર અક્ષય ખન્ના પણ તેમના ભાઈ રાહુલ ખન્નાની જેમ કુંવારા છે. 44 ના અક્ષયને લગ્ન કરવામાં રસ નથી. તેઓ કહે છે કે મને લગ્ન અને બાળકોની જવાબદારીઓથી ડર લાગે છે.
 • સલમાન ખાન
 • હવે સલમાન ભાઈ વિશે શું બોલી? તેમના લગ્નની રાહ જોતા જોતાં તેમના ફેન્સ વૃદ્ધ થઈ ગયા, પરંતુ તેઓ હજી જુવાન બનવા માટે ફરતા રહે છે. 53 વર્ષીય સલમાન ખાન ક્યારે લગ્ન કરશે તે હજી એક રહસ્ય છે.
 • કરણ જોહર
 • બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર અને પ્રોડૂસર કરણ જોહર 47 વર્ષના છે અને હજી લગ્ન કરવાનો ઇરાદો નથી. જો કે તે લગ્ન વિના બે જોડિયા બાળકો યશ અને રૂહીના ના પિતા છે. જણાવી દઈએ કે તે પિતા સરોગસી (ભાડેથી ગર્ભાશય) દ્વારા બન્યા હતા.
 • રણદીપ હૂડા
 • રણદીપ હૂડાએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. 43 ના રણદીપે સુષ્મિતા સેન અને નીતુ સેનને ડેટ કરી ચૂક્યા છે. જોકે વાત લગ્ન સુધી ન પોહચી. હાલ તે પોતાના કરિયરને વધારે ઉંચાઈ પર લઈ જવા પર તેમનું ધ્યાન છે.
 • ઉદય ચોપડા
 • યશ ચોપડાનો પુત્ર ઉદય (46) 'ધૂમ' શ્રેણીથી વધુ પ્રખ્યાત થયા છે. તેમણે સુષ્મા સેન અને નરગિસ ફકરીને ડેટ કરી હતી પણ લગ્નનું કોઈની સાથે સમાધાન થઈ શક્યું ન હતું.
 • રાહુલ બોસ
 • તાજેતરમાં જ મોંઘા કેળાના બિલ અંગે ચર્ચામાં આવેલા રાહુલ બોઝ 52 વર્ષ બાદ પણ કુંવારા છે. રાહુલને લગ્ન સંબંધોમાં કોઈ વિશ્વાસ નથી. તેઓ કહે છે કે જીવનમાં સેટલ થવા અથવા પ્રેમ મેળવવા માટે લગ્ન જરૂરી નથી.
 • સાજીદ ખાન
 • બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાનનું પણ ઘણી અભિનેત્રીઓ સાથે અફેર હતું. જેક્લીન ફર્નાન્ડિઝ પણ તેમાંથી એક છે. જોકે 48 વર્ષીય સાજિદ હજી લગ્નના મૂડમાં નથી.
 • તુષાર કપૂર
 • 42 વર્ષના તુષારે હજી લગ્ન કર્યા નથી. જોકે સરોગસી દ્વારા તેઓ ચોક્કસપણે પુત્ર લક્ષ્યના પિતા જરૂર બન્યા છે.

Post a Comment

0 Comments