જાણો કેમ રાધાએ શ્રીકૃષ્ણને તેના પગ નું ચારણામૃત પીવડાવ્યું હતું

  • બાળપણથી જ એકબીજાની સાથે રહેતા રાધા અને શ્રી કૃષ્ણ નો પ્રેમ આજે પણ યાદ આવે છે અને શ્રી કૃષ્ણ સાથે રાધાની પૂજા દરેક લોકો કરે છે. અલબત્ત તેઓ એકબીજા સાથે લગ્ન કરી શક્યા નહીં પરંતુ તેમનો પ્રેમ હજી અમર છે. આવી ઘણી વાર્તાઓ રાધા અને શ્રી કૃષ્ણ ના અમર પ્રેમ સાથે પણ સંકળાયેલી છે જે તેમની વચ્ચે કેટલો પ્રેમ હતો તે બતાવે છે અને એક વાર્તા ચરનામૃત સાથે સંકળાયેલ છે.
  • જ્યારે રાધાએ કૃષ્ણ ને ચરણામૃત પીવડાવ્યો હતો
  • ચરણામૃત સાથે જોડાયેલી આ કથા મુજબ એકવાર શ્રી કૃષ્ણજી વધુ બીમાર થયા હતા અને લાખો ઉપચાર પછી પણ તેઓની તબિયત સારી થતી નહતી. શ્રી કૃષ્ણની તબિયત લથડતી જોઈને બધાને દુ:ખ થતું હતું. ઘણા લોકો તેમની સારવાર માટે દૂર-દૂરથી આવતા હતા અને તેમને ઇલાજ માટે ઘણી ઑષધિઓ આપી જતાં હતા. પરંતુ કોઈ પણ ઑષધિઓ તેમને મટાડવામાં અસરકારક સાબિત થઈ ન હતી અને શ્રી કૃષ્ણની તબિયત લથડતી જતી હતી.
  • તે દરમિયાન અનેક ગોપીઓ શ્રી કૃષ્ણને મળવા માટે આવી અને બધી ગોપીઓ ને કૃષ્ણની તબિયત લથડતી જોઈને ખુબજ દૂ:ખ થવા લાગ્યું. આ બધી ગોપીઓને જોઇને શ્રી કૃષ્ણજીએ કહ્યું કે કોઈ ઑષધિ મને અસર કરી રહી નથી. હાલમાં તમારામાંથી કોઈ એક ગોપી પગ ધોઈ ને તેનું પાણી મને પીવડાવી દો. તો હું સાજો થઈ જઈશ. હકીકતમાં કૃષ્ણ એવું માનતા હતા કે જે વ્યક્તિને તે સૌથી વધુ પ્રેમ કરે છે જો તે તેમના ચરણામૃત મને પીવડાવશે તો તે સજા થઈ જાશે.
  • શ્રી કૃષ્ણની આ વાતો સાંભળ્યા પછી કોઈ પણ ગોપીઓએ તેમ કરવાની હિંમત કરી ન હતી. હકીકતમાં બધી ગોપીઓને લાગવા માંડ્યું કે જો તેઓ શ્રી કૃષ્ણજીને ચરણામૃત પીવદાવશે તો તેઓને પાપ લાગશે અને તેઓને નરકમાં સ્થાન મળશે. નરકમાં જવાના ડરથી કોઈ પણ ગોપીએ શ્રી કૃષ્ણ ની વાત સાંભળવાની ના પાડી.
  • થોડા સમય પછી જ્યારે રાધા ત્યાં આવી ત્યારે શ્રીકૃષ્ણએ આપેલી સૂચનાને ગોપીઓ એ રાધાને કહ્યું અને રાધાને ખબર પડી કે કૃષ્ણને ચરણામૃત આપવાથી તેઓ સ્વસ્થ થઈ જશે. ત્યારે તરત જ તેમણે પાણીથી પગ સાફ કરી દીધા. અને તે પછી શ્રી કૃષ્ણને તે પાણી પીવા માટે આપ્યું. શ્રી કૃષ્ણ ચરણામૃત પીધા પછી સ્વસ્થ થયા અને રાધા નો આભાર માન્યો આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે રાધા શ્રી કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે કે તેને નરકમાં જવાનો પણ ડર નહોતો લાગ્યો. જ્યારે બધી ગોપીઓ ને નરકમાં જવાના ડરથી આ કરી શક્યા નહીં રાધાએ કૃષ્ણને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના કહ્યું તેમ કર્યું અને ચરણામૃત તેમને ઠીક કરવા માટે પી ગયા.

Post a Comment

0 Comments