હીરો કરતા પણ વધારે ફી લે છે બોલીવુડની આ એક્ટ્રેસ , વસુલે છે કરોડો રૂપિયા

 • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તમે ઘણીવાર તમે જોયું જ હશે કે હિરોઇનો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, પરંતુ ફિલ્મની ફીની બાબતમાં એક્ટર્સ આગળ નિકળી જાય છે. ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને મનોરંજક અભિનયથી લાખો લોકોના હૃદયમાં વસી જાય છે. તેમ છતા પણ તેઓને ફી અભિનેતાઓની કરતા ઓછી જ મળે છે. જો કે, હવે આ સમયે એવુ ભાગ્યે જ થાય છે. કારણ કે બોલિવૂડનું આજનુ વાતાવરણ જૂના વાતાવરણની તુલનામાં ઘણું બદલાઈ ગયું છે.બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે અભિનેતાઓ કરતા વધારે ફી લે છે. તો ચાલો અમે તમને જણાવીએ એવી જ કેટલીક બોલીવુડની અભિનેત્રીઓના નામ જે હીરો જેટલી કે તેનાથી વધુ ફી લે છે.
 • દીપિકા પાદુકોણ-
 • બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ આજે સૌથી વધુ વેતન મેળવનારી અભિનેત્રીઓમાં ગણાય છે. કારણ કે દીપિકા તેની દરેક ફિલ્મ માટે વધારે ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકાને તેની સૌથી વિવાદિત ફિલ્મ પદ્માવત માટે 11 કરોડ આપવામાં આવ્યા હતા. તે જ સમયે, ફિલ્મ હિટ થયા બાદ દીપિકાએ તેની ફીમાં વધારો કર્યો હતો. હવે તે તેની દરેક ફિલ્મ માટે 11-12 કરોડ લે છે.
 • કંગના રનૌત જો આપણે બોલિવૂડ ક્વીન કહેવાતી કંગના રનૌતની વાત કરીએ તો કંગનાની ગણતરી ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. કંગના તેની બોલ્ડ અને શાનદાર સ્ટાઇલ માટે જાણીતી છે. પરંતુ ફીની વાત કરીએ તો કંગનાએ તેની ફિલ્મ મણિકર્ણિકા માટે 14 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
 • કેટરીના કૈફ
 • બોલિવૂડની બાર્બી ગર્લ કેટરિના કૈફની વાત કરિયે તો અભિનેત્રીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કુશળતા અને સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી કેટરીનાની ફિલ્મો હિટ નથી ગઇ છતાં, આજે પણ તેની ફેન ફોલોઇંગમાં કોઈ કમી નથી. જણાવી દઇએ કે કેટરિના તેની દરેક ફિલ્મ માટે 8 થી 9 કરોડ ફી લે છે.
 • અનુષ્કા શર્મા
 • શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે એક જાણીતી એક્ટ્રેસ છે. જોકે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા મોટા પડદેથી ગાયબ છે, પરંતુ તેની ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. સમાચારો અનુસાર અનુષ્કા તેની દરેક ફિલ્મ માટે 6 થી 7 કરોડ રૂપિયા લે છે. જણાવી દઈએ કે આ દિવસોમાં અનુષ્કા પોતાના પ્રેગ્નન્સી સમયનો આનંદ માણી રહી છે.
 • આલિયા ભટ્ટ
 • 'રાઝી' અને 'હાઇવે' જેવી હિટ ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ આલિયા ભટ્ટની વાત કરીએ તો આલિયાએ તેના અભિનય અને સુંદરતાથી લાખો ચાહકોને પોતાના ફેન બનાવ્યા છે. આટલું જ નહીં, આલિયાની બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસમાં ગણના થાય છે. આલિયાએ બદ્રીનાથ કી દુલ્હનિયા, રાઝી, ઉડતા પંજાબ, ગલી બોય, ડિયર જિંદગી જેવી હિટ ફિલ્મો આપી છે. ત્યાંજ આલિયા ભટ્ટ ફીની દ્રષ્ટિએ 10 કરોડ લે છે.
 • પ્રિયંકા ચોપડા
 • આખરે, જો બોલિવૂડની દેશી ગર્લ અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો, નીચે થી ઉપર સુધીનુ સફર કરનારી પ્રિયંકાએ જાતે જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવ્યું છે. જો આપણે પ્રિયંકાની ફી વિશે વાત કરીએ, તો એક્ટ્રેસ તેની દરેક ફિલ્મ માટે કરોડ ફી લે છે. તેમણે પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' માટે 12 કરોડ રૂપિયા ફી લીધી હતી.

Post a Comment

0 Comments