જાણો શા માટે હાથ પર કાળો દોરો બાંધવામાં આવે છે, વિશ્વાસ અને અંધશ્રદ્ધા નો છે પૂરક

  • વિશ્વમાં ધર્મ અને અંધશ્રદ્ધા એક બીજાના પૂરક છે. બંને એકબીજા વગર અધૂરા છે. જે લોકો ધર્મમાં વિશ્વાસ કરે છે, તે ઘણી વસ્તુમાં આસ્થા અને વિશ્વાસ પ્રાપ્ત કરે છે, જે લોકો ધર્મમાં માનતા નથી તેઓ માટે અંધશ્રદ્ધા છે.
  • તમે ઘણા લોકોના હાથ અથવા પગ પર કાળો દોરો બાંધેલો જોયો હશે. ઘણા લોકો તેને ખરાબ નજરથી બચવા માટે બાંધે છે, જ્યારે કેટલાક રોગમાથી છુટકારો મેળવવા માટે શરીરના કોઈપણ ભાગ પર કાળો દોરો બાંધે છે. દરેક વ્યક્તિ કઈક ને કઇક કારણસર દોરી બાંધે છે.
  • મોટાભાગના લોકો શનિદેવને પણ માને છે અને તેમના આશીર્વાદ રૂપે હાથ અથવા ગળા પર કાળો દોરો બાંધે છે.
  • આપણે કાળો દોરો કેમ પહેરીએ છીએ?
  • હાથ અથવા પગમાં કાળો દોરો બાંધવાથી કોઈની પણ નજર લાગતી નથી. જે લોકો ધર્મમાં વિશ્વાસ કરે છે તેમના માટે આ વાત સાચી છે, પરંતુ જે લોકો ધર્મમાં વિશ્વાસ નથી કરતા, તે લોકો આ પ્રકાર ની વાતોને અંધશ્રદ્ધા જેવું જ માને છે. ઘણી વાર ઘરમાં જોવા મળે છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે ખરાબ નજરથી બચવા માટે કાળૂ તિલક અથવા કાળો દોરો બાંધવામાં આવે છે.
  • નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે: -
  • જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કાળો રંગ ગરમીનો શોષક છે. માન્યતા અનુસાર, કાળો રંગ ખરાબ વસ્તુઓને શોષી લે છે. અને ખરાબ વસ્તુઓથી તમારું રક્ષણ કરે છે.

Post a Comment

0 Comments