ભારતના આ મંદિરમાં મહિલાઓએ નહીં પરંતુ પુરુષોને જવાની મનાઈ હતી, પરંતુ થયું કંઈક એવું કે પછી….

  • ભારત એક ધાર્મિક દેશ છે, આ વસ્તુ કોઈથી છુપાયેલી નથી. ભારતમાં ઘણા ધર્મોના લોકો એક સાથે મળીને રહે છે. અહીં હિન્દુ ધર્મમાં માનનારા સૌથી વધુ લોકો છે. આ જ કારણ છે કે અહીં તમને દરેક જગ્યાએ મંદિરો જોવા મળશે. ભારતમાં કેટલાક શહેરો એવા પણ છે, જેની ઓળખ ફક્ત મંદિરોને કારણે છે. લોકો તે સ્થળોએ જાય છે અને તેમના સુખી જીવન માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ભારતનાં ઘણાં મંદિરો ઘણાં જૂના છે. ઘણા મંદિરોના ઇતિહાસ વિષે પણ જાણકારી નથી.
  • કેટલાક મંદિરો એવા પણ છે જે તેમના રહસ્યો માટે જાણીતા છે. આજ સુધી તે મંદિરોના રહસ્યોનો ખુલ્લાસો નથી થયો. કેટલાક જાણકાર લોકોનું કહેવું છે કે જો ભારતના આ પ્રાચીન મંદિરોના રહસ્ય ખૂલ્યા તો આખું વિશ્વ આશ્ચર્ય પામશે. ભારતમાં ઘણા મંદિરો છે, પરંતુ તેમાંના કેટલાક ખૂબ પ્રખ્યાત છે. દરરોજ લાખો લોકો આ મંદિરોની મુલાકાત લે છે અને દરરોજ કરોડો રૂપિયાના ચડાવા પણ ચડાવે છે. ભારતના આ મંદિરોમાં ઘણી સંપત્તિ છે.
  • ભારતને આખા વિશ્વમાં તેની સંસ્કૃતિ અને પરંપરા માટે જાણીતું છે. અહીં સદીઓથી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આમાંની કેટલીક પરંપરા સમય જતાં બદલાઈ ગઈ છે, જ્યારે કેટલીક સદીઓથી એમજ થઈ રહી છે. ભારતની કેટલીક પરંપરાઓ સારી પણ છે અને કેટલીક પરંપરાઓને કારણે લોકોને ઘણું નુકસાન પણ થાય છે. આજે પણ ભારતમાં ઘણી જગ્યાએ પરંપરાઓના નામે મહિલાઓને એ કામ કરવાની છૂટ નથી મળતી જેને પુરુષો મુક્તપણે કરે છે. આજે પણ ભારતમાં આવા ઘણા મંદિરો છે, જ્યાં સ્ત્રીઓને જવાની મનાઈ છે.
  • પરંતુ આજે અમે તમને ભારતના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મહિલાઓ માટે નહીં પરંતુ પુરુષો માટે પ્રતિબંધિત છે. હા, ભલે તમને આ સાંભડીને વિચિત્ર લાગતું હોય, પણ આ સત્ય છે. તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે આપણે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિર ઓડિશાના સતભાયા ગામે આવેલું છે. અમે વાત કરી રહ્યા છીએ પંચબારાહી મંદિરની. માહિતી અનુસાર, લગભગ 400 વર્ષોથી પુરુષો માટે પ્રતિબંધિત છે. પરંતુ તાજેતરમાં, એક એવી ઘટના બની, જેના કારણે સેંકડો વર્ષ જૂની આ પરંપરા તૂટી ગઈ.
  • પ્રાચીન પરંપરા મુજબ આ મંદિરને શંકટથી બચાવવા માટે ફક્ત મહિલાઓ જ અહીં આવતી હતી. અહીં પૂજા કરવા વાળીથી લઈને પૂજા કરાવવા વાળી સુધીની બધી સ્ત્રીઓ હતી. રિવાજ મુજબ આ મંદિરમાં ફક્ત પરણિત મહિલાઓ જ પૂજા-અર્ચના કરતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મંદિરની અંદર સમુદ્રનું પાણી ઘૂસી ગયું હતું. મંદિરની મૂર્તિઓને સાચવિને રાખવા માટે મંદિરને અન્ય કોઈ સ્થળે સ્થાપિત કરવાનું નક્કી કરાયું હતું. મૂર્તિઓ ખૂબ ભારે હતી, તેથી તેમને ઉપાડવા માટે પુરૂષોને મંદિરની અંદર લઈ જવામાં આવ્યા.માહિતી મુજબ, મૂર્તિઓનું વજન આશરે 1.5 ટન હતું. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પુજારીની સંખ્યા હંમેશાં પાંચ હોય છે અને તે બધા દલિત સમાજના હોય છે.

Post a Comment

0 Comments