આ મંદિરમાં રીંછ આખા પરિવાર સાથે જંગલમાંથી માતાની પૂજા કરવા આવે છે

  • તે કહેવું ખોટું હશે કે ફક્ત માણસોની અંદર ભક્તિ છે, પ્રાણીઓની અંદર ભક્તિ નથી હોતી. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ઘણા પાલતુ પ્રાણી છે જે કોઈ વાર દિવસે ખાતા નથી. મનુષ્ય જેવી રીતે ઉપવાસ કરે તેવિજ રીતે તે પણ ઉપવાસ કરે છે. ભગવાન શંકરના મંદિરોમાં ઘણી વખત સાપ જોઇ શકાય છે, ભગવાન શંકરની ભક્તિના કારણે તેઓ ત્યાં હોય છે. સમય સમય પર, આવા ઘણા ઉદાહરણો જોવા મળે છે જે સાબિત કરે છે કે પ્રાણીઓમાં પણ ભક્તિ છે.
  • આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માતા ચંડીનું મંદિર, એવું એક સ્થળ છે જ્યાં રીંછ તેમના આખા કુટુંબ સાથે પૂજા કરવા આવે છે અને મંદિરથી માથી પ્રસાદ લઈને ચુપચાપ જતા રહે છે.
  • માતા ચંડીનું મંદિર
  • માતા ચંડીનું આ મંદિર છત્તીસગઢ માં મહાસમુંદ જિલ્લાના બાગબહરા થી 5 કિલોમીટર દૂર જંગલમાં સ્થિત છે. લોકો આ મંદિરની મુલાકાત માટે દૂર-દૂરથી આવે છે. નવરાત્રી દરમિયાન અહીયા ખૂબ જ ભીડ હોય છે. રીંછનો પરિવાર આ ભીડ સાથે જોડાય છે. રીંછ તેના આખા કુટુંબ સાથે માતા ચંડીના દર્શન કરવા મંદિરે આવે છે. રીંછના પરિવારનો હેડ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર ઊભો રહે છે અને બાકીનો પરિવાર મંદિરની પૂજા કરવા જાય છે. મંદિરમાં બધા રીંછ પરિક્રમા કરે છે અને શાંતિથી બહાર આવી જાઈ છે.
  • રીંછના આ ટોળામાં એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક છે. મંદિરના પૂજારી કહે છે કે આ રીંછ ઘણાં સમયથી અહીં આવી રહ્યાં છે અને શાંતિથી પૂજા કરે છે અને પ્ર્શાદ લઈને શાંતિથી જતાં રહે છે. લોકો આસ્થાથી તે રીંછને પ્રસાદ અને કેટલીક વસ્તુઓ ખવડાવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે રીંછના આ પરિવારે અત્યાર સુધી કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. લોકો કહે છે કે જંગલના જ આ મંદિરમાં માતા દેવીની મૂર્તિ દેખાઈ હતી. આ મંદિર લગભગ 150 વર્ષ જૂનું છે અને આજે પણ તે લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આસપાસના લોકો કહે છે કે જંગલના રીંછ માતાની કૃપા ધરાવે છે. આજના સમયમાં આવી કોઈ પણ ઘટના વ્યક્તિને એકવાર વિચારવા માટે મજબૂર કરતી હોય છે.

Post a Comment

0 Comments