આંખોથી બધાને ધાયલ કરવા વાળી પ્રિયા પ્રકાશ આ ભારતીય ક્રિકેટર પર છે ફીદા, નામ જાણીને લાગશે ઝટકો

  • આજકાલ ઇન્ટરનેટ પર જેની સૌથી વધુ ચર્ચા થાય છે તે મલયાલમ એક્ટર પ્રિયા પ્રકાશ વારિયર છે. હા પ્રિયા પ્રકાશ વારિયર, તે એક છોકરી, જેનો એક નાનો વીડિયો લાખો લોકોનું દિલ જીતી લે છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હશો તો પછી એવું ન બની શકે કે તમે પ્રિયા પ્રકાશ વારિયરનો વીડિયો જોયો ન હોય, તમને જણાવી દઈએ કે તેનો વીડિયો ઇન્ટરનેટ પર આવતાની સાથે જ ખૂબ જ વાયરલ થઈ ગયો હતો અને લાખો લોકોએ આ વિડિઓ અત્યાર સુધી જોયો હશે. આ વીડિયોએ પ્રિયાને રાતો રાત ઇન્ટરનેટ સેંસેશન બનાવી દીધી હતી. તેની વધતી જતી લોકપ્રિયતા જોઈને તેને ઘણી ફિલ્મોની ઑફર મળવાનું શરૂ થયું. તેની લોકપ્રિયતા એવી છે કે ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 30 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરી રહ્યા છે.
  • પ્રિયાની ફેન ફોલોવિંગ સતત વધતી જાય છે. તાજેતરમાં પ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં તેના પ્રિય ક્રિકેટર વિશે ખુલાસો કર્યો છે. જ્યારે પ્રિયાને તેના પ્રિય ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં કહ્યું કે મને મહેન્દ્રસિંહ ધોની ખૂબ ગમે છે, મને તેનો રમવાનો અંદાજ ખૂબ ગમે છે, તે શરૂઆતથી જ મારા ફેવરિટ ખેલાડી છે.
  • તમે બધા જાણો છો કે ધોની ભારતીય ક્રિકેટ ટીમનો શ્રેષ્ઠ ખેલાડી છે અને માત્ર પ્રિયા જ નહીં, દેશ અને દુનિયાના ઘણા લોકો તેને પસંદ કરે છે. ધોનીના હેલિકોપ્ટર શોટના લાખો લોકો દિવાના છે. આ સિવાય પ્રિયાએ જણાવ્યું હતું કે તેની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે. તેણે મનપસંદ એક્ટર પર શાહરૂખ ખાન અને રણવીર સિંહનું નામ લીધું હતું.
  • પ્રિયા પ્રકાશ વારિયર ફક્ત 18 વર્ષની છે અને કેરળના ત્રિસુરમાં વિમલા કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. પ્રિયા પ્રકાશ ખૂબ જ સુંદર મલયાલમ આર્ટિસ્ટ છે અને તે મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'થી ડેબ્યું કરી રહી છે, જેમાં તે એક વિદ્યાર્થી તરીકે જોવા મળશે. આ ફિલ્મ એક સ્કૂલની સ્ટોરી પર આધારિત છે. પ્રિયા પ્રકાશે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગમાં કરી હતી પરંતુ એક મોડેલ તેમજ તે એક સારી ગાયિકા પણ છે. પ્રિયા પ્રકાશ વારિયર પર બનાવેલા વીડિયો એ માત્ર 26 સેકન્ડમાં તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. પ્રિયા પ્રકાશ વારિયર તેની ખ્યાતિથી એકદમ ખુશ છે.
  • થોડા દિવસોમાં પ્રિયા પ્રકાશએ ઘણું નામ કમાયું છે. તેમણે પોતે પણ નહોતું વિચાર્યું કે ટૂંકી વિડિઓ ક્લિપથી તે એટલી પ્રખ્યાત થશે. ગૂગલ પર સર્ચના મામલે પ્રિયાએ સની લિયોન અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડી દીધી છે. તેણે પોતાના ચાહકોના ખૂબ પ્રેમ માટે આભાર માન્યો છે. તેણે જણાવ્યું હતું કે અગાઉ તે સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નહોતી પરંતુ હવે એટલી લોકપ્રિય થયા પછી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેવા માંડી છે અને તેના ફેન્સ માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતી રહે છે. પ્રિયાનું સ્વપ્ન બોલિવૂડમાં કામ કરવાનું છે. તે અભ્યાસ કરતી ક્ષણે તેણે કહ્યું હતું કે તે ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ રાખશે અને અભ્યાસ પણ ચાલુ રાખશે.

Post a Comment

0 Comments