અક્ષયે કુમાર રોજ પીવે છે ગોમુત્ર ખુદ અક્ષયે જણાવ્યુ તેની પાછળનું કારણ

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર રજનીકાંત પછી બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પણ લોકપ્રિય સાહસિક શો ઈન્ટુ ધ વાઇલ્ડમાં જોવા મળશે. અક્ષયની સાથે આ શોના હોસ્ટ બેર ગ્રીલ્સ પણ જોવા મળશે. તાજેતરમાં જ અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન યોજીને શો વિશે વાત કરી હતી.
  • આ લાઇવ સેશનમાં અક્ષય સાથે હુમા કુરેશી અને બેર ગ્રીલ્સ પણ દેખાયા હતા. આ લાઇવ સેશન દરમિયાન હુમાએ અક્ષયને ઘણા મજેદાર પ્રશ્નો પૂછ્યા. હુમા એ અક્ષયને એ પણ પૂછે છે કે કેવી રીતે બેયર ગ્રીલ્સ તેને હાથીના મળ સંબંધિત કોઈક વસ્તુ ખાવા માટે રાજી કરે છે?
  • આ અંગે વાત કરતા અક્ષયે કહ્યું હતું કે હું બહુ ચિંતિત નથી. કારણ કે મેં આયુર્વેદિક કારણોને લીધે દરરોજ ગાયનુ ગવમૂત્ર પણ પીધું છે. આને કારણે મને કોઈ ખાસ સમસ્યા નહોતી થઈ. બિઅરે અક્ષયની આ વસ્તુ વિશે કહ્યું કે તમે તે જ છો જે ગાયનું ગવમૂત્ર પીવા ને સરળ વસ્તુ કહી રહ્યા છે.
  • અક્ષય પણ આ સેશન દરમિયાન મૂછો સાથે નજર આવ્યા હતા. જ્યારે અક્ષયને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે નવી ફિલ્મ માટે આ મૂછો ઉગાડી રહ્યો છે. તેણે કહ્યું કે મારી પાસે આ ફિલ્મ માટે ખોટી મૂછો લગાવવાનો વિકલ્પ હતો. પરંતુ મેં વાસ્તવિક મૂછો ઉગાડવાનો જ વિકલ્પ પસંદ કર્યો. અક્ષયે કહ્યું કે જોકે મારા પરિવારને મારો આ દેખાવ ગમ્યો નથી. આ જ વાત બેયરે પણ કહી હતી કે તેણે આ માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના પરિવારને પણ તેની મૂછો ઉગાડવાનો વિચાર પસંદ ન હતો.
  • આ સેશન દરમિયાન હુમાએ કહ્યું કે અક્ષયે બેયરને એક ડાયલોગ પણ શીખવવો જોઈએ ત્યારબાદ બેયરે કહ્યું કે હું હિન્દીમાં એક વાક્ય શીખવા માંગુ છું. બેયરે કહ્યું કે નેવર ગિવ અપને હિન્દીમાં શું કહે છે? આ અંગે અક્ષયે કહ્યું કે એવું કહેવામાં આવે છે કે જીવનમાં ક્યારેય પાછા હટવું નહીં. જો કે બેયરને હિન્દીમાં બોલવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું.
  • આ લાઇવ સેશન દરમિયાન અક્ષયે એ પણ જણાવ્યું કે તેણે પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો. અક્ષયે કહ્યું કે હું મારા નિર્માતાનો આભારી છું જેના કારણે અમને છૂટી મળી અને મેં મારો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો. અમે એક નાનકડી પિકનિક માટે ગયા. પરિવાર સાથે સમય વિતાવવાની મજા જ કઈક અલગ હતી.
  • હુમાએ બેયરને પૂછ્યું કે તે 1-10 માથી કેટલા નંબર આપશો અક્ષય કુમારની ફિટનેસને. આ વિશે વાત કરતાં બેયરે કહ્યું હતું કે જ્યારે અમે જંગલમાં જાઇ છી ત્યારે મારા કેટલાક મહેમાનો પણ ખૂબ નર્વસ થઈ જાય છે. પરંતુ અક્ષય કુમાર એકદમ શાંત દેખાયા હતા. ભારતમાં આટલા મોટા સુપરસ્ટાર હોવા છતા તેઓમાં કોઈ પણ પ્રકારનો અહંકાર નથી અને તેઓ તેમની ફિટનેસની નિયમિત કાળજી લે છે. મને લાગે છે કે મારા શોમાં આવેલા બધા મહેમાનોમાં અક્ષયની ફિટનેસ ના લેવલને ટોચની કેટેગરીમાં ગણવામાં આવશે.
  • અક્ષય કુમાર તેના ઘણા પ્રોજેક્ટ્સને કારણે વ્યસ્ત છે. હાલમાં તેઓ બેલબોટમ માટે શૂટિંગ કરી રહ્યા છે. આ સિવાય તેમની ફિલ્મ લક્ષ્મી બોમ્બ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સાથે જ અક્ષય કેટરિના કૈફ સાથે ફિલ્મ સૂર્યવંશીમાં પણ જોવા મળશે.

Post a Comment

0 Comments