સોનાલી બેન્દ્રે આટલા કરોડોની માલિક છે જાણીને તમને પણ આંચકો લાગશે

  • જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ સ્ટારની ચર્ચા બોલીવુડમાં દરેક જગ્યાએ થઈ રહી છે તેની પાછળનું કારણ કેન્સર જેવી ગંભીર બીમારીની આકસ્મિક શરૂઆત છે.જી હા તે પોતાના વિશે પણ જાણતી ન હતી કે તે આટલી બધી માંદી થઈ ગઇ છે.
  • તેનું કેન્સર હાલમાં ચોથા તબક્કામાં એટલે કે મેટાસ્ટેસાઇઝ્ડ સ્ટેજમાં છે. આ અભિનેત્રીએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેના પ્રશંસકો સાથે તેના કેન્સર વિશેની માહિતી શેર કરતા તેણે જણાવ્યું છે કે તેણીને થોડા દિવસો પહેલા કેન્સર વિશે ની ખબર પડી અને તે આ રોગ સામે લડવાનો પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે આ સમયે સોનાલી આ રોગની સારવાર માટે તેના પરિવાર સાથે અમેરિકા ગઈ છે.
  • આ સાથે જ તમને જણાવી દઈએ કે સોનાલી હાલ ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરવી રહી છે પરંતુ આજે અમે તમને સોનાલીની અંગત સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે સોનાલી 90 ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે અને એટલું જ નહીં સોનાલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 1994 માં કારકિર્દીની શરૂઆત કરનારી સોનાલીએ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત એક ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને ઘણા રિયાલિટી શોમાં પણ તે ભાગ લઈ ચુકી છે.
  • તમારી માહિતી માટે જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રે બોલીવુડમાં આવતા પહેલા એક મોડેલ રહી હતી અને પોતે મોડેલિંગ દરમિયાન તેને 1994 ની સાલમાં તેની કારકિર્દીની પહેલી ફિલ્મની ઓફર મળી હતી અને તેની પહેલી ફિલ્મનું નામ આગ હતું. આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા અને શિલ્પા શેટ્ટી પણ હતાં. જો કે આ મૂવી ફ્લોપ થયું હતું પણ આ ફિલ્મમાં સોનાલીની અભિનયને ઘણા લોકો દ્વારા પસંદ કરવા માં આવી હતી.
  • એક રિપોર્ટ અનુસાર સોનાલી બેન્દ્રેની કુલ સંપત્તિ 34 કરોડ છે. આપને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2002 માં સોનાલીના લગ્ન ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે થયા હતા અને તે ગોલ્ડી અને સોનાલીનું લવ મેરેજ હતું. એવું કહેવામાં આવે છે કે ગોલ્ડી અને સોનાલીની મુલાકાત વર્ષ 1994 માં એંગ્રી ફિલ્મના સેટ પર થઈ હતી. જે બાદ બંનેએ એકબીજાને લગભગ 8 વર્ષ ડેટ કરી હતી અને 12 નવેમ્બર 2002 ના રોજ લગ્ન કર્યા હતા. સોનાલીના પરિવારમાં હાલમાં તેનો પતિ અને એક પુત્ર છે જેનું નામ રણબીર બહલ છે.
  • 1996 માં સોનાલીની કારકિર્દીની બીજી ફિલ્મ દિલજલે ઘણી હિટ ફિલ્મ સાબિત થઈ અને આ ફિલ્મમાં તેણે અભિનેતા અજય દેવગન સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મ એક પ્રેમ કથા પર આધારિત હતી.

Post a Comment

0 Comments