એક સમયે અમિતામ બચ્ચન કરતા પણ વધુ હતી શશી કપૂર ની માંગ, એક ભૂલને કારણે કંગાળ થઈ ગયા આ અભિનેતા

  • મિત્રો, આપણા બોલીવુડ સ્ટાર્સની રીલ લાઇફની સાથે સાથે લોકો ને તેમની વાસ્તવિક જીવનમાં શું ચાલે છે તે જાણવાની પણ ખૂબ જ રુચિ હોય છે પરંતુ કેટલીકવાર એવું પણ બને છે કે આપણને આપડા મનપસંદ બોલિવૂડ કલાકારો વિશે ઘણી વાતોની ખબર હોતી નથી,અને લાઇમલાઇટમાં રહેતા કલાકારો ક્યારેક ખૂબ જ મુશ્કેલીમાં પણ મુકાઇ જતાં હોય છે. આજે અમે તમને જે અભિનેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ પ્રખ્યાત છે અને તે અન્ય કોઈ નથી પરંતુ અભિનેતા શશી કપૂર છે.
  • જેમ કે આપણે બધા શશી કપૂરજી વિશે જાણીએ છીએ, તેણે તેમના ફિલ્મી કારકિર્દીમાં મોટી સફળ ફિલ્મો આપી હતી અને આટલુજ નહીં પણ તેને હંમેશાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સર્વોચ્ચ પ્રોફાઇલ અભિનેતાઓમાં ગણવામાં આવે છે. પરંતુ તમને આ વાત જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે શશી કપૂર જી તેમની કેટલીક ભૂલોને કારણે સંપૂર્ણપણે દેવામાં ડૂબી ગયા હતા અને તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો જાણીએ કે શશિ કપૂરજી કેવી રીતે દેવામાં આવી ગયા હતા.
  • અભિનેતા શશી કપૂર જી પ્રખ્યાત નિર્માતા પૃથ્વીરાજજીના બીજા પુત્ર હતા, તેનો જન્મ 18 માર્ચ 1938 ના રોજ મુંબઇમાં થયો હતો અને લાંબા સમયથી બીમાર શશી કપૂરે 4 ડિસેમ્બર 2017 ના રોજ 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાન પર બોલિવૂડ જગતમાં જ નહીં પરંતુ આખા દેશમાં શોકનું માહોલ ફરી વળ્યું હતું
  • જે રીતે શશી કપૂર એક મહાન અભિનેતા હતા, તેવીજ રીતે એક ઉત્તમ નિર્માતા પણ માનવામાં આવતા હતાં. શશી કપૂરે અજુબા નામની એક ફિલ્મ બનાવી હતી જે 1991 માં આવી હતી, જેનું દિગ્દર્શન શશી કપૂર દ્વારા કરાયું હતું.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર, ડિમ્પલ કાપડિયા અને સોનમ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને તે ફિલ્મ બનાવવા માટે 8 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગઈ હતી અને શશી કપૂરને 3.50 કરોડનું મોટું નુકસાન થયું હતું. અને આની ભરપાઈ કરવા માટે, શશી કપૂરે પોતાની સંપત્તિનો થોડો ભાગ વેચવો પડ્યો હતો.
  • આ ફિલ્મ ફ્લોપ સાબિત થયા પછી પણ, શશી કપૂરે બીજી એક ફિલ્મમાં પૈસા લગાડવાની ભૂલ કરી હતી, અને વર્ષ 1984 માં શશી કપૂરે એક બીજી ફિલ્મ બનાવી જેનું નામે ઉત્સવ હતું, અને આ ફિલ્મ પણ કોઈ જાદુ બતાવી શકી નહીં, જેના કારણે તેમને લગભગ 1.5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. આ રીતે, શશી કપૂરે બે ફિલ્મો કરી અને બંને ખરાબ રીતે ફ્લોપ થઇ અને દેવાના બોજમાં વધારો થયો, જેના કારણે તેમને ઘણી સંપત્તિ વેચવી પડી અને તેની સ્થિતિ વધુ કથળી હતી.
  • શશી કપૂરની આ સ્થિતિનો ઉલ્લેખ કરતા એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેમના પુત્ર કૃણાલે કહ્યું હતું કે ઘણી હિટ ફિલ્મો આપવા છતાં તેમના પિતાએ 60 ના દાયકામાં કામ મડવાનું બંધ થઈ ગયું હતું, જેના કારણે અમારે નાણાકીય બાબતનો સામનો કરવો પડ્યો હતો. અને ઘરની ઘણી વસ્તુઓ પણ વેચવી પડી હતી.
  • જો તમે શશી કપૂરની ફિલ્મી કારકિર્દીની વાત કરો, તો તેમણે દિવાર, આ ગલે લગ જા, સત્યમ શિવમ સુંદરમ, કભી કભી, ફકીરા, સુહાગ, જબ જબ ફૂલ ખિલે, ચોર મચાએ શોર, ત્રિશૂલ જેવી એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. અને આવા ઘણા નામો શામેલ છે.

Post a Comment

0 Comments