કઈક આવું દેખાય છે દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈના નું ઘર, જુઓ તેના વૈભવી બંગલાની તમામ તસવીરો

  • લગભગ તમામ લોકો આપણી ભારતીય ટીમના પ્રખ્યાત ક્રિકેટર સુરેશ રૈનાના નામથી વાકેફ જ છો. આજની તારીખમાં, તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ ખૂબ જ ઉચ્ચ બનાવ્યું છે. સુરેશ રૈનાનું નામ ભારતીય ટીમના કેટલાક સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં શામેલ છે અને તેનું કારણ તેની શાનદાર ઇનિંગ્સ છે, જે કોઈને પણ એક વાર જોવા મજબૂર કરે છે. પરંતુ થોડા દિવસો પહેલા જ તેણે પોતાના ચાહકોને એક દુ:ખદ સમાચાર પણ આપ્યા હતા, જે તેમની નિવૃત્તિ અંગેના હતા.
  • જોકે, તે ક્રિકેટ જગતમાંથી નિવૃત્ત થયો છે. આવી સ્થિતિમાં તેમના ચાહકો પણ આ સમાચારથી દુ:ખી છે. પરંતુ સુરેશના ચાહકો આજે પણ તેને એટલોજ પ્રેમ કરે છે અને આગળ પણ કરતા રહેશે. આ ખૂબ જ પ્રખ્યાત ખેલાડીની જીવનશૈલી પણ ખૂબ જ સારી અને લક્ઝરી છે. આજે અમે તમને સુરેશ રૈનાના ઘરની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
  • સુરેશ રૈનાને કોઈ પણ પ્રકારના ફ્લેટમાં રહેવાનું પસંદ ન હતું, એવું તેણે પોતેજ કહ્યું હતું. તેથી તેઓએ પોતાનો વ્યક્તિગત બંગલો બનાવ્યો છે. આ બંગલો ખેલાડીઓની સાથે સાથે વિસ્તારમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેમણે આ બંગલાનું લોકેશન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ શહેરમાં રાખ્યું છે. રૈનાએ ગાઝિયાબાદના રાજનગર વિસ્તારમાં જ આ બંગલો બનાવ્યો છે.
  • જો મીડિયા રિપોર્ટ્સ અને સમાચારોની વાત માનીએ તો સુરેશ રૈનાના આ બંગલાની કિંમત આશરે 18 થી 20 કરોડ હોવાનું કહેવાય છે. આ બંગલો અંદરથી ખૂબ જ વૈભવી અને લકજરી છે તેટલોજ બહારથી પણ ખૂબ જ સુંદર છે. તદુપરાંત, સુરેશ તેની સજાવટ પર પણ ખૂબ ધ્યાન આપે છે. આજે અમે તમને આ બંગલાની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે સુરેશ રૈના એ પોતે શેર કરી છે અને કેટલીક મીડિયાના માધ્યમથી બહાર આવી છે.
  • આ બંગલો બહારથી ખૂબ જ સુંદર લાગે છે. અંદરના ભાગોની વાત કરીએ તો રૈનાએ ઘરમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે. નીચે આપણે કેટલીક તસવીરો શેર કરી છે જે તે સમયે બનાવવામાં આવી હતી જ્યારે ક્રિકેટ જગતના ભગવાન સચિન તેના ઘરે આવ્યા હતા. ઘરના આંતરિક ભાગને વધુ શાહી લુક રાખવાની સાથે, તેણે ઘરમાં લાકડાની ઘણી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, જે સુંદરતામાં ચાર ચાંદ ઉમેરી રહી છે.
  • તેણે ઘરના દરેક ભાગમાં પોતાના અને પુત્રીના બાળપણના ફોટા રાખ્યા છે. જેની સાથે તેણે ઘરના લિવિંગ રૂમમાં પોતાની પુત્રીની મોટી તસવીર લગાવી છે, જે એકદમ જોવાલાયક લાગે છે. વાહનોના શોખીન રૈનાએ ઘણા લક્ઝરી વાહનો પણ ઘરની બહાર રાખ્યા છે. જેની કિંમત આશરે 6 થી 8 કરોડ છે.

Post a Comment

0 Comments