આને કારણે ભગવાનને ચડાવવામાં આવતા ભોગમાં નથી કરાતો લસણ અને ડુંગળીનો ઉપયોગ, જોડાયેલી છે આ વાર્તા

  • લસણ અને ડુંગળી બંને એવી ચીજો છે કે જેના વગર શાકનો સ્વાદ નથી આવતો, સાથે સાથે આ બંનેના સેવનથી અનેક પ્રકારના રોગો પણ દૂર થાય છે. જ્યા લસણ પેટની સમસ્યાઓ દૂર કરે છે, ત્યાજ ડુંગળી વાળ અને શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે તમે જોયું જ હશે કે ભગવાનના થાળમાં ભૂલથી પણ ડુંગળી અને લસણનો ઉપયોગ થતો નથી. ઘણા ધર્મો એવા પણ છે જેમાં ડુંગળી અને લસણ પર પ્રતિબંધ છે. આની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો છે. જો કે, તેની પાછળની પૌરાણિક કથા છે તે તમને જણાવીયે છિયે.
  • દેવતા અને અસુરોએ શરૂ કર્યું અમૃતમંથન
  • એકવાર અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સમુદ્રમંથન થયુ. આ સમુદ્રમંથનથી ઘણાં સોનાનાં આભૂષણ અને હાથી, ઘોડા નીકળ્યાં હતાં જેને એકબીજામાં વહેંચી લિધા. આ સમુદ્રમંથનમાંથી ઝેર પણ નિકળ્યુ હતું જેને શિવજીએ તેમના ગળામાં રોકી દીધું હતું અને તેનું ગળું વાદળી થઈ ગયું હતું. આ બધી બાબતો પછી, જ્યારે અમૃત નિકળ્યુ, ત્યારે અસુરો અને દેવતા વચ્ચે બાધા-બાધી થઇ ગઇ.અમૃતને કોઈ પણ સંજોગોમાં દેવતાઓ એ જ લેવુ હતુ, જો રાક્ષસો લઇને પિય જાય તો અમર થઇ જાય.
  • રાક્ષસો અમૃત ન પી શકે તે માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લીધું . રાક્ષસો મોહનીને સામે જોઈને મૂંઝવણમાં મૂકાવા લાગ્યા. મોહિનીનું રૂપ લઈને ભગવાન વિષ્ણુએ અમૃતનું વિતરણ શરૂ કર્યું. રાહુ અને કેતુ નામના બે રાક્ષસોથી રાહ ન જોવાઇ અને કપટનો આશરો લીધો અને બંને દેવતાઓ વચ્ચે બેસી ગયા. ભગવાને રાક્ષસોનો દેવ સમજીને તેને અમૃતના બે ટીપા આપ્યા. પછી સૂર્ય અને ચંદ્રને આ વિશે જાણ થઈ અને તેઓએ ભગવાનને કહ્યું કે તેઓ રાક્ષસોને અમૃત વહેંચી રહ્યા છે. ભગવાન વિષ્ણુએ એ બંનેનું માથુ કાપી નાખ્યુ. ત્યારબાદથી રાહુ અને કેતુએ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરવાનું શરૂ કર્યું.

  • આને કારણે, ભગવાનને નથી લગાવાતો ભોગ
  • જો કે, તેમના બંનેના માથા કાપી નાખ્યા હતા અને અમૃત તેમના ગળામાંથી શરીર સુધી ન પહોંચી શક્યુ. આને કારણે તે બંનેનું મોત નીપજ્યું હતું, પરંતુ બંનેના મોંમાં અમૃત પહોંચી ગયુ હતુ, આવી સ્થિતિમાં તેમના બંને મોં અમર થઈ ગયા હતા,ભગવાન વિષ્ણુ દ્વારા માથા કપાવાથી અમૃતના ટીપાં લોહીના રૂપમાં ધરતી પર પડેલા તેનાથી ડુંગળી અને લસણ ઉત્પન થયુ. તેઓ અમૃતમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેને રોગનો નાશકરવાવાળુ અને જીવનદાયી માનવામાં આવે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખૂબ સારા માનવામાં આવે છે, પરંતુ રાક્ષસોના મોંમાં ઉદ્ભવ્યા હોવાને કારણે, દેવતાઓને અર્પણ કરવામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે.
  • ધર્મ અનુસાર ડુંગળી અને લસણને સારી અને શુદ્ધ શાકભાજી માનવામાં આવતી નથી. એવું કહેવામાં આવે છે કે આ બંને શાકભાજી શરીરની ગરમી તેમજ ઉત્કટ, ઉત્તેજના અજ્ઞાનતા અને વિવેચક વૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. આ ખાવાથી, મન એકાગ્ર નથી થતું અને ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકાતું નથી.આધ્યાત્મિકતાના કામમાં આ ડુંગળી અને લસણ દખલ કરે છે, તેથી તેનુ સેવન કર્યા પછી વ્યક્તિએ સ્નાન કર્યા વિના અને મોં ધોઈ લીધા વિના ભગવાનની ઉપાસના ન કરવી જોઈએ.

Post a Comment

0 Comments