આ શાકભાજી અને ફળો ને ભૂલથી પણ પકાવીને ના ખાવા જોઈએ

 • કાચી શાકભાજી અને ફળો ખાવાથી આપડા શરીરને મોટો ફાયદો થાય છે, તેમાં કોઈ શંકા નથી કે મોટાભાગના પોષક તત્ત્વો શાકભાજીને ઉકાળીને કે રાંધવાથી દૂર થઈ જાઈ છે, પરંતુ બધી શાકભાજી અને ફળ આપણે કાચા ખાઈ શકતા નથી.

 • આ શાકભાજી અને ફળો રાંધવાથી તેમાં રહેલ વિટામિન દૂર થઇ જાઈ છે, આજે અમે તમને જણાવી એ કે, ક્યાં ક્યાં શાકભાજી અને ફળો ક્યારેય રાંધીને ખાવા જોઈએ નહીં.
 • નાળિયેર: -
 • કાચુ નાળિયેર શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, તેમાં એવા ફેટ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જ્યારે તે સુકાઈ જાય છે, ત્યારે તેના આ તમામ ગુણધર્મો તેમાંથી દૂર થઈ જાય છે.
 • કેપ્સિકમ: -
 • કેપ્સિકમ માં વિટામિન-સી સમૃદ્ધ માત્રા માં હોય છે, જો તમે કેપ્સિકમ ને 375 ડિગ્રીથી ઉપરના તાપમાને રાંધશો, તો તેમાં હાજર રહેલા તમામ પોષક તત્વોનો નાશ પામે છે.
 • બ્રોકલી: -
 • બ્રોકોલીમાં વિટામિન-સી ની સાથે કેલ્શિયમની ભરપુર માત્રા હોઈ છે, સાથે સાથે તેમાં એક પ્રકારનું સલ્ફોરાફેન પણ હોય છે, જે આપણું બ્લડપ્રેશર ઘટાડે છે અને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. જ્યારે આપણે બ્રોકલી રાંધીએ છીએ, ત્યારે તેમાં હાજર સલ્ફોરાફેન 70 ટકા સુધી ઘટી જાય છે.
 • સફરજન: -
 • સફરજનમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો અને મિનરલ્સ જોવા મળે છે, પરંતુ જો તમે તેને સૂકવીને ખાશો, તો તેમાં રહેલા પોષક તત્વો અને મિનરલ્સ પૂરે પૂરા દૂર થઈ જાય છે.
 • સ્પ્રાઉટ્સ: -
 • સ્પ્રાઉટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોઈ છે, તેમાં પુષ્કળ પ્ર્માણમાં ફાઇબર, ફોલેટ, વિટામિન સી, કોપર અને મેગ્નેશિયમ મળી આવે છે, જો તમે તેને ઉકળતા હોવ તો, તેના બધા ગુણધર્મો નષ્ટ થઈ જાય છે.

Post a Comment

0 Comments