બે વાર પ્રેમમાં નિષ્ફળ થયા બાદ અભિનેત્રી નરગીસ ફાખરી હવે આ અમેરિકન સેફને ડેટ કરી રહી છે, જુઓ તસ્વીરો

  • ફિલ્મ રોકસ્ટારમાં હીરની ભૂમિકા ભજવનારી અભિનેત્રીનું અસલી નામ નરગિસ ફાખરી છે, નરગિસ આ ફિલ્મથી પ્રખ્યાત થઈ હતી. જોકે અભિનેત્રી નરગિસ આ દિવસોમાં તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. ખરેખર, વાત એમ છે કે બે વાર હૃદય તોડ્યા પછી, ત્રીજી વખત, અભિનેત્રી નરગિસને ફરીથી એક નવો પ્રેમ મળ્યો છે. જેની સાથે તે ખૂબ ખુશ પણ છે. ખરેખર, અમે આ નથી કહી રહ્યા, તેના આ ફોટોસ બોલી રહ્યાં છે. જેને નરગીસ ફાખરીએ શેર કર્યા છે. નરગિસ ફાખરી બોલિવૂડની એક એવી હસ્તીઓમાંથી એક છે જેમની લવ લાઈફમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. આનું બે વાર દિલ તૂટ્યું છે.
  • તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ આ દિવસોમાં અમેરિકાના રસોઇયા જસ્ટિન સૈટોસ સાથેના સંબંધોને લઈને સમાચારોમાં આવી છે. એવું કહેવામાં આવે છે કે નરગીસ કેલિફોર્નિયામાં રહે છે, જ્યારે જસ્ટિન ન્યૂયોર્કમાં રહે છે. જોકે બંને એકબીજાને મળવા માંટે સમય કાઢી લે છે. ખરેખર, આ કપલે સોશિયલ મીડિયા પર એકબીજા સાથેના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે બંને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે. તેના મિત્રો ઇલિયાના ડિક્રુઝ અને લિસા હેડને બોલીવુડમાં નરગિસની લવ લાઇફ થી ખુશી વ્યક્ત કરી છે.
  • જણાવી દઈએ કે નરગિસે બોલિવૂડ એક્ટર ઉદય ચોપડાને પણ ડેટ કરી ચૂકી છે. ઉદય ચોપડા અને નરગીસ ફાખરી ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને કહેવામાં આવે છે કે બંને લાંબા સમયથી લિવિનમાં પણ રહેતા હતા. તેના લગ્નની વાત પણ સામે આવી હતી. પરંતુ થોડા સમય પછી તેમના બન્ને ના બ્રેકઅપ થયાના સમાચાર આવ્યા હતા. એવા અહેવાલો હતા કે બંને વર્ષ 2019 માં લગ્ન પણ કરવાના હતા, પરંતુ આવું બન્યું નહીં. અને બંને અલગ થઈ ગયા.
  • હકીકતમાં, બ્રેકઅપ થી દુ: ખી થઈને નરગિસ ભારત છોડીને ન્યુ યોર્ક જતી રહી. એવા અહેવાલો આવ્યા હતા કે બ્રેકઅપને કારણે નરગીસ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. આ પછી, હોલીવુડ ફિલ્મ નિર્માતા મેટ એલોંઝો તેમના જીવનમાં પ્રવેશ કર્યો હતો અને તેના જન્મદિવસ ની ઉજવણી કરતી વખતે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે આ પોસ્ટ નરગિસ અને ઉદય વચ્ચેના સબંધ તૂટવાનું કારણ હતું. નરગિસ અને મેટ એલોંઝો નું પણ બ્રેકઅપ થઇ ગયું અને અભિનેત્રીએ તેમના બધા ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી કાઢી નાખ્યા અને અભિનેત્રી એ તેને અનફોલો પણ કરી દીધો હતો .
  • તમને જણાવી દઈએ કે નરગિસની છેલ્લી ફિલ્મ અમાવાસ હતી, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. તે પહેલા તે અભિનેતા રાજકુમાર રાવની સાથે ફિલ્મ 5 વેડિંગ્સ માં જોવા મળી હતી. ફિલ્મની વાર્તા લગ્નની આસ પાસ ફરતી નજર આવતી હતી. જેમકે આ ફિલ્મ નું નામજ એવું છે. ફિલ્મમાં નરગિસે વિદેશી પત્રકારની ભૂમિકા નિભાવી હતી.

Post a Comment

0 Comments