કાજોલ નહીં, પણ બોલિવૂડની આ સુંદર અભિનેત્રી હતી અજય દેવગનનો પહેલો પ્રેમ

  • બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સ અજય દેવગન અને કાજોલના લગ્ન ઘણા વર્ષોથી થયા છે. અજય તેની કારકીર્દિ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો હતો ત્યારે કાજોલે અજયને તેના જીવનસાથી તરીકે પસંદ કર્યો હતો. પરંતુ અજય દેવગન કાજોલને નઇ પણ કોઈ અન્ય બોલીવુડ અભિનેત્રી ને પોતાની બનાવવાનું મનમાં વિચારી લીધું હતું.
  • ફિલ્મ ફૂલ ઓર કાંટે, ઇશ્ક, પ્યાર તો હોના થા, કચ્ચે ધાગે, સિંઘમ, ગંગાજલ જેવી ઘણી હિટ ફિલ્મો કરી ચૂકેલા અજયની પરિણીત લાઇફ, ફિલ્મ જગતમાં એક મિસાલ માનવામાં આવે છે. બોલિવૂડમાં ઘણા કલાકારોના અફેર અને બ્રેકઅપના સમાચારો સામાન્ય છે. આરકે અજય દેવગણની આવીજ એક પ્રેમ કથા હતી, જેને બહુ ઓછા લોકો જાણે છે. અજયનું નામ બોલિવૂડની નંબર વન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે પણ જોડાઇ ચૂક્યું હતું. એક સમય એવો હતો જ્યારે આ બંનેની જોડી સૌથી હોટ માનવામાં આવતી હતી.
  • રવિનાને પણ કરી હતી ડેટ: -
  • સમાચારો અનુસાર જાણીએ તો કરિશ્માના પ્રેમમાં પડતા પહેલા અજય અભિનેત્રી રવિના ટંડનને ડેટ કરી રહ્યો હતો, પરંતુ અજયને કરિશ્મા કપૂર એટલી બધી ગમી ગઈ કે તેણે રવિનાને છોડી દીધી અને કરિશ્માનો હાથ પકડી લીધો.
  • અહેવાલો અનુસાર જાણવા મળ્યું કે રવિના ત્યારે અજયથી ખૂબ નારાજ થઈ ગઈ હતી. તેણે એક ઇન્ટરવ્યુ માં એમ પણ કહ્યું હતું કે તેમને અજય દેવગનમાં રસ નથી. રવિનાએ કહ્યું હતું કે, જો અજય અને કરિશ્માના સંતાન થાશે, તો તેઓ એકદમ ઝેબ્રા જેવા હશે.
  • અજય અને કરિશ્મા કપૂરનો પ્રેમ પરવાન ચડીજ રહ્યો હતો કે, કાજોલ અજયની જિંદગીમાં એન્ટર થઈ ગઈ. કાજોલ અને અજય એક બીજાને એટલા પસંદ કરવા લાગ્યા કે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

Post a Comment

0 Comments