સારવાર પછી પણ પથરી ની સમસ્યા દૂર થતી નથી? તો અજમાવો આ ઘરેલું ઉપાય થશે ફાયદો

  • દરેક માનવીની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે. વ્યસ્ત જીવનશૈલીને લીધે માણસ તેના શરીર પર બિલકુલ ધ્યાન આપી શકતો નથી જેના કારણે ઘણીવાર તે કોઈક ને કોઈક રોગથી પરેશાન રહે છે. ઘણા લોકોને પથરીની સમસ્યા થાય છે. જો આ સમસ્યા વધી જાય તો પછી ઘણી વખત દર્દીને સર્જરી કરવાની જરૂર પડી શકે છે. ઓછું પાણી પીવું અને વધુ મસાલેદાર વસ્તુઓ ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.
  • પથરીની બીમારી ના કિસ્સામાં કિડનીમાં એક નાનો પથ્થર બની જાઈ છે. જે ક્યારેક ખૂબ જ તીવ્ર પીડાનું કારણ બની શકે છે જે સહન કરવું ખૂબ મુશ્કેલ હોય છે. કેટલીકવાર પેશાબની નળીમાં અવરોધ પણ આવે છે જેનાથી કેટલીક વાર થોડી સમસ્યા થાય છે. જો આ રોગની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તેનાથી કિડનીમાં ઈજા થવાની સંભાવના રહે છે. આજે અમે તમને પથરીની સારવાર માટેના કેટલાક ઘરેલું ઉપાયો જણાવશું. જેની મદદથી તમારો પથરીનો રોગ જલ્દીથી દૂર થઈ જશે.
  • ડુંગળીનો રસ
  • જો ઉનાળાની ઋતુમાં જો ડુંગળીનો રસ પીવામાં આવે તો લૂ થી બચી શકાય છે. કાચી ડુંગળીમાં પાણીની માત્રા ખુબજ વધારે હોય છે જે આપણને અનેક રોગોથી મુક્તિ આપે છે. જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય તો તેણે કાચી ડુંગળીનો રસ પીવો જોઈએ તે ઉપરાંત, જે ને વારે વારે પથરીની સમસ્યાથી પીડિત હોય તેઓએ આહારમાં વધુને વધુ કાચી ડુંગળી ને શામેલ કરવી જોઈએ. આ તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી રાખશે અને તે તમારા શરીરમાંથી પથરીને દૂર કરવામાં મદદ કરશે.

  • ગાજરનો રસ
  • વર્ષોથી પથરીથી પીડાતા લોકોએ ગાજરનો રસ લેવો જ જોઇએ. તે પથરીની સારવારમાં અસરકારક ઘરેલું ઉપાય હોવાનું કહેવામાં આવે છે. જો તમે ગાજરનો રસ સતત પીશો તો તે પતરીને બનતી રોકી શકે છે. ગાજરના રસમાં વિટામિન એ અને ફાઇબરની માત્રા વિપુલ પ્ર્માણમાં હોય છે જે કિડની ઉદરની પથરીને દૂર કરવામાં મદદ કરે છે.
  • અનાનસનો રસ
  • એવું માનવામાં આવે છે કે જો અનાનસનો રસ પીવામાં આવે તો તે કિડને સાફ કરે છે. કિડનીમાંથી તમામ પ્રકારના બિનજરૂરી તત્વો દૂર કરવામાં આવે છે જેનાથી આપણું સ્વાસ્થ્ય સુધારે છે. જેને પથરીની બીમારી છે તેઓએ નિયમિત રીતે અનાનસનો રસ પીવો જોઈએ આ રસ તમને થોડા દિવસોમાં ફાયદો કરાવશે. અનાનસમાં હાઇ ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે.
  • પત્થર ચટા ના પાંદડા
  • જો કોઈ વ્યક્તિને પથરીની બિમારી હોય તો આ ગંભીર રોગ સામે લડવાની સૌથી સહેલી અને અસરકારક રીત એ પત્થર ચટા ના પાંદડા છે. જી હા જો તમે દરરોજ સવારે ખાલી પેટે પત્થર ચટા ના 5 થી 6 પાન ખાશો તો તે થોડા દિવસોમાં તમારી પથરીને કાઢી નાખશે. આ ઉપાય થી પથરીની સમસ્યામાથી છુટકારો મેળવવાનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે. પત્થર ચટા ના પાંદડામાં પત્થર તોડવાની ક્ષમતા હોય છે. જેથી તમે તેનું સેવન કરી શકો છો.

Post a Comment

0 Comments