હનુમાનજી તેમના જીવન માં એક જ યુદ્ધ હાર્યા હતા, જાણો કોની સામે હનુમાનજી હારી ગયા હતા યુદ્ધ

  • નમસ્તે મિત્રો, આપ સૌનું અમારા લેખમાં સ્વાગત છે, આજે અમે તમને જે વાર્તા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે કથા છે મચ્છિન્દ્રનાથજી અને મહાબલી હનુમાનજી વિશે, એક સમય એવો છે જ્યારે મચ્છિન્દ્રનાથજી રામેશ્વરમમાં આવે છે ત્યારે તેઓ જ્યારે તેમણે ભગવાન શ્રી રામ દ્વારા બનાવવામાં આવેલ પુલ જોયો, ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયા અને તેઓ ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થઈ ગયા અને સમુદ્રમાં સ્નાન શરૂ કર્યું ત્યારે જ ત્યાં હાજર હનુમાનજી, ત્યાં વૃદ્ધ વાંદરાના રુપમાં બેઠા હતા તેઓની નજર મચ્છિન્દ્રનાથ પર પળી જાય છે, હનુમાનજી જાણતા હતા કે મચિન્દ્રનાથજી એક સંપૂર્ણ યોગી છે, પરંતુ તેમ છતાં, હનુમાનજીએ મચિન્દ્રનાથની શક્તિ ચકાસવા માટે તેની લીલા શરૂ કરી અને અચાનક જ જોરદાર વરસાદ વરસાવ્યો.ત્યારે હનુમાનજી જે વૃદ્ધ વાંદરાના રૂપમાં હતા, તેઓએ વરસાદથી બચવા માટે તેમણે એક પર્વત પર પ્રહાર કર્યો, પ્રહારને લીધે, ત્યાં એક ગુફા બની ગઇ, આ બધુ મચ્છિન્દ્રનાથજી જોઈ રહ્યા હતા અને ત્યારે એ વૃદ્ધ વાંદરાનું રૂપ ધારણ કરેલા હનુમાનજીને કહ્યું કે , તમે આ બધું શું કરી રહ્યા છો, અહીં શું બનાવી રહ્યા છો, જ્યારે તરસ લાગે છે ત્યારે કુવો ખોદવામાં નથી આવતોં, તમારે અગાઉથી તમારા ઘરની ગોઠવણ કરી લેવી જોઈએ.
  • મચ્છિન્દ્રનાથજીની વાત સાંભળીને, મહાબાલી હનુમાન જી તેમને પૂછે છે કે તમે કોણ છો. તેનો મચ્છિન્દ્રનાથજી જવાબ આપે છે કે હું એક સિદ્ધ પુરુષ છું અને મારી પાસે મૃત્યુ શક્તિ છે. આ સાંભળીને હનુમાનજી વિચારે છે કે, મચ્છિન્દ્રનાથજીની શક્તિની કસોટી કરવી જોઇએ. હનુમાનજી જાણી જોઈને મચ્છિન્દ્રનાથજીને કહે છે કે હનુમાનજી કરતા આખા વિશ્વમાં કોઈ વધારે સશક્ત અને બળવાન યોદ્ધા નથી થોડા સમય માટે મેં તેમની સેવા પણ કરી છે, આ કારણે તેઓએ ખુશ થઇને મને તેમની 1% શક્તિ આપી દિધી જો તમારી અંદર એટલી શક્ત્તિ છે તો તમે મારી સાથે યુદ્ધ કરો અને મને પરાજિત કરો, નહીં તો તમે તમારી જાતને યોગી કહેવાનું છોળી દેજો, ત્યારે મચ્છિન્દ્રનાથેજી એ આ પડકાર સ્વીકારી લીધી અને યુદ્ધ શરૂ થયું.
  • તે પછી હનુમાનજી હવામાં ઉડાન ભરીને મચ્છિન્દ્રનાથજી કંઈક સમજી શકે તે પહેલાં, એક પછી એક પર્વત હનુમાનજી તેની તરફ ફેંકે છે પર્વતોને પોતાની તરફ આવતા જોઇને મચ્છિન્દ્રનાથજી મંત્રોની શક્તિનો ઉપયોગ કરે છે અને બધા પર્વતોને આકાષમાં સ્થિર કરી દે છે અને તે પર્વતોને તેમના મૂળ સ્થાને પાછા મોકલે છે.
  • આ બધું જોઈને હનુમાનજી ગુસ્સે થઈ જાય છે અને ત્યાં પળેલો સૌથી મોટો પર્વત હાથમાં ઉપાડે છે અને તેને માચિન્દ્રનાથજીની ઉપર ફેંકવા માટે આકાશમાં ઉપરની તરફ ઉડે છે આ બધુ જોઇને મચ્છિન્દ્રનાથજી સમુદ્રના પાણીના થોડા ટીપાં પોતાના હાથમા લઈએ અને તે પર્વત પર વટ આકર્ષણો મંત્રનો ઉપયોગ કરે છે અને તે પાણીના ટીપાને હનુમાનજી તરફ ફેંકી દે છે જ્યારે ટીપાંનુ સ્પર્શ હનુમાનજીને થાય છે તો હનુમાનજી આકાશમાં સ્થિર થઈ જાય છે અને તેમનુ શરીર થોડુક પણ હલચલ કરતુ નથી મચ્છિન્દ્રનાથજીના મંત્રોના કારણે થોડા સમય માટે હનુમાનજીની તમામ શક્તિઓ સ્થિર થઈ જાય છે. હનુમાન જીની બધી શક્તિઓ સ્થિર થઇ જવાથી, તે પર્વતનું વજન ઉઠાવી નથી શકતા અને તે પીડામાં સપડવા માંડે છે, આ જોઈને હનુમાનજીના પિતા વાયુ દેવ ભયભીત થઈ જાય છે અને જમીન પર આવીને મચ્છિન્દ્રનાથજી પાસેથી હનુમાનજીને માફ કરવા માટેની પ્રાથના કરે છે. વાયુ દેવની પ્રાર્થનાથી, મચ્છિન્દ્રનાથજી હનુમાનજીને મુક્ત કરે છે, પછી હનુમાનજી તેમના મૂળ સ્વરૂપમાં આવે છે અને મચ્છિન્દ્રનાથ જીને કહે છે કે મને ખબર છે કે તમે નારાયણના અવતાર છો, છતાં પણ મેં તમારી શક્તિઓની પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો, તમે મને માફ કરી દો.આ સાંભળીને મચ્છિન્દ્રનાથજીએ હનુમાનજીને માફ કરી દીધા.

Post a Comment

0 Comments