આ ગામમાં વિવાદોનો ઉકેલ લાવવા માટે કોઈ પોલીસ કે કોર્ટ નથી, પરંતુ હનુમાનજી લે છે બધા નિર્ણયો

  • હિન્દુ ધર્મમા તમામ દેવી-દેવતાઓની સાથે ભગવાન હનુમાનની પૂજા પણ કરવામાં આવે છે. હનુમાનજી હંમેશાં તેમના ભક્તો પ્રત્યે દયાળુ રહે છે. મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જે પણ ભક્ત એકવાર નિષ્ઠાવાન મનથી તેમના નામનું ધ્યાન કરે છે હનુમાનજી તેમના જીવનની બધા અવરોધો અને સંકટોને દૂર કરે છે. તેથી જ તેઓ સંકટમોચન તરીકે પણ ઓળખાય છે.
  • ભગવાનની ઉપાસના ફક્ત આશીર્વાદ મેળવવા અને ઇચ્છાઓ પૂરી કરવા માટે કરવામાં આવતી નથી. વ્યક્તિ સાચો અને ખોટા ને ઓળખવા માટે પણ ભગવાનની ઉપાસના કરે છે. ભગવાનની ઉપાસનાથી વ્યક્તિ યોગ્ય કાર્ય કરવા માટે પ્રેરાય છે. તે વ્યક્તિ બુરાઈના માર્ગ ઉપર જતાં બચી જાઈ છે. જ્યારે દુષ્ટતા કોઈ પણ વ્યક્તિના મગજમાં પ્રવેશવાનું શરૂ કરે છે ત્યારે તેણે તરત જ ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ.
  • સાચા અને ખોટાને ઓળખવા માટેનું જીવંત ઉદાહરણ છત્તીસગઢમાં જોઈ શકાય છે. ચાલો તમને જણાવી દઈએ કે છત્તીસગઢ ના બિલાસપુર શહેરના મગપરા વિસ્તારમાં એક ખૂબ જ અનોખા હનુમાન જીનું મંદિર છે. તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે હનુમાનજી અહીં ગામના દરેક નિર્ણય લે છે. શહેરમાં હાઈકોર્ટ હોવા છતાં પણ મોટાભાગના કેસ પૂરા થતાં નથી પણ આ હનુમાનના મંદિરમાં જ કેસ પુર્ણ થાય છે. હનુમાનજી બધા દુ:ખનો નાશ કરનાર માનવામાં આવે છે.
  • ત્યાંની પંચાયત હનુમાનજીને સાક્ષી ગણીને તમામ નિર્ણયો લે છે. એટલું જ નહીં લોકોને ખૂબ વિશ્વાસ છે કે નિર્ણયમાં હનુમાનજીની સંમતિ છે. ખરેખર બિલાસપુરની આ પંચાયતમાં બજરંગી પંચાયત નામનું એક મંદિર છે. જ્યાં છેલ્લા 80 વર્ષથી કોઈ પણવિવાદના નિર્ણય માટે લોકો હનુમાનજીના મંદિરે આવે છે. કોઈ પણ વ્યક્તિને જે પણ સમસ્યા હોય તે તુરંત હનુમાનજીના મંદિરે પહોંચે જાઈ છે. મંદિરના પુજારી કહે છે કે અહીં દરેક પ્રકારની સમસ્યાનો નિર્ણય લેવામાં આવે છે.

Post a Comment

0 Comments